અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસિત બૂચ/દિલની વાતો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 23: Line 23:
મ્હેક બધે એ ચીંધતા જશું.
મ્હેક બધે એ ચીંધતા જશું.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવિન્દ સ્વામી/કાજળકાળા આભ મહીંથી | કાજળકાળા આભ મહીંથી]]  | કાજળકાળા આભ મહીંથી તારલા વાટે તેજ ચૂવે છે ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસિત બૂચ/નિરંતર | નિરંતર]]  | એક નિરંતર લગન; અમે રસ પાયા કરિયેં! ]]
}}

Revision as of 11:07, 21 October 2021

દિલની વાતો

હસિત બૂચ

દિલની વાતો ખૂટશે ત્યારે
હાથ જોડીને હીંડતા થશું;
ઊડતો બેડો ઝૂકશે, ત્યારે
કોઈ તો કેડો ચીંધતા જશું.
પગની રોનક ઓસરે તોયે
નાચવું, એમાં માનીએ નહિ
થાકતે હાથે કોઈ દી અમે
બૂંગિયો ઢોલ બજાવીએ નહિ!
આપણે કર્યું, અદકું એથી
કરશે બીજાં: શીખતા જશું.
આભના તારા મલકે હજી,
આંખના છેડા છલકે હજી,
એકની પાછળ એક સલૂણી
ગીતની કડી આતી હજી;—
એ જ અધૂરપ માણશું, અમે
એ જ મધુરપ સીંચતા થશું.
વેળ હતી, ને આવિયા અમે
વેળ થઈ છે; હીંડતા થશું;
મળિયાં એવાં દિલ અહીં કે,
મ્હેક બધે એ ચીંધતા જશું.