અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/ઓઢી શકાય તો...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઓઢી શકાય તો...|મફત ઓઝા}} <poem> અલ્યા! આથમતી સાંજને ઓઢી શકાય તો... પ...")
 
No edit summary
 
Line 28: Line 28:
{{Right|(ધુમ્મસનું આ નગર, ૧૭૭૪, પૃ. ૩)}}
{{Right|(ધુમ્મસનું આ નગર, ૧૭૭૪, પૃ. ૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =આંગણે લીલો તડકો ઊગ્યો
|next =છેલ્લું સ્ટેશન
}}

Latest revision as of 11:41, 27 October 2021


ઓઢી શકાય તો...

મફત ઓઝા

અલ્યા!
આથમતી સાંજને ઓઢી શકાય તો...

પગલાંની પાનીએ પંથ તો લંબાય...
એના છેડાને શોધી શકાય તો...

નીલું ગગન આ પથરાયું આસપાસ —
એના એ ભેદને ભાખી શકાય તો...

આછેરી મહેક લઈ આવેલા સોણલાની
એકાદી કૂંપળને સ્પર્શી શકાય તો —

તગતગતા તડકાની છલકાતી છોળોમાં
હલકારે હલ્લેસું મારી શકાય તો...

પવનની પાંપણને ફોરમનો ભાર...
(એના) એકદા શ્વાસને રોકી શકાય તો...

અણિયાળી આંખમાં ફણગેલી રાતથી
ટમટમતા તારલાને આંજી શકાય તો...

અલ્યા!
આથમતી સાંજને ઓઢી શકાય તો...
(ધુમ્મસનું આ નગર, ૧૭૭૪, પૃ. ૩)