અભિમન્યુ આખ્યાન/કડવું ૪૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 100: Line 100:
સંજયનાં વાયક સાંભળી ધૃતરાષ્ટ્ર પડ્યા ધરણે ઢળી.{{Space}} ૩૦
સંજયનાં વાયક સાંભળી ધૃતરાષ્ટ્ર પડ્યા ધરણે ઢળી.{{Space}} ૩૦
</Poem>
</Poem>
<br>
{{HeaderNav2
|previous = કડવું ૪૪
|next = કડવું ૪૬
}}
<br>

Latest revision as of 05:23, 15 November 2021

કડવું ૪૫
[ચોથે કોઠે પાંડવો સામેના સંગ્રામનું બીડું દુર્યોધનપુત્ર લક્ષ્મણ ઝડપે છે. અભિમન્યુ ખડગ્ વડે એનું મસ્તક છેદી નાખતાં દુર્યોધન કરુણ વિલાપ કરે છે.]


રાગ સારંગ

વૈશંપાયન વાણી ઓચરે, રાય જનમેજય શ્રવણે ધરે
નાઠા કૌરવ વાળી મૂઠે, પાંડવ આવ્યા ચોથે કોઠે.          ૧

ઊભો રહી બોલે દુર્યોધન, ‘છે કોઈ ક્ષત્રાણીનો તન;
ગયું રાજ મારું પાછું વાળે, પાંડવને આવતા ખાળે?’           ૨

તાત તણાં વાયક સાંભળી, લક્ષ્મણ કુંવર બોલ્યો વળી,
આવી તાતને કરી પ્રણામ : ‘હવે હું કરું સંગ્રામ.          ૩

અભિમન્યુનાં પ્રાક્રમ શું ય? એક પલકમાં મારું હુંય;
કોપ્યો તમારો દીકરો, ત્યારે પાંડવનો શો આશરો?’          ૪

દુર્યોધન કહે : ‘સુત શાર્દૂલ, તેં દીપાવ્યું કૌરવકુળ;’
સરખેસરખા ક્ષત્રીકુમાર, સાથે લીધા સોળ હજાર.          ૫

સમાન વસ્ર ને સમાન કાય, સરખા રૂપે નવ બદલાય;
એવી શોભા લક્ષ્મણ તણી, ચઢી ચાલ્યો અભિમન્યુ ભણી.          ૬

સુભટ સાથ સર્વે પ્રેરિયો, સૌભદ્ર આવતો ઘેરિયો;
જેમ શશીને ઢાંકે ઘન, ત્યમ ઢાંકી દીધો અભિમન.          ૭

સોળ સહસ્ર સાથે તૂટિયા, ધનુષથી શર શીઘ્રે છૂટિયાં;
શક્તિ મુશલ ગદા અતુલ, તોમર ભોગળ પડે ત્રિશૂલ.          ૮

કુંજર બહુ કિકિયારા કરે, ખડ્ગ સાંકળ લઈ સૂંઢે ફરે,
કુંભસ્થળ મદધારા ઝરે, આગળ આવે તે મસળાઈ મરે.          ૯

કૌરવ પાંડવનો થયો રોળ, રણમાં ઊડે રુધિરની છોળ;
લક્ષ્મણ વીરને વકારતો, હાથે સુભટને સંઘારતો.          ૧૦

એમ વિરથ કૌરવને કર્યા, પાંડવના યોદ્ધા ઓસર્યા;
ભીમ-શલ્ય, દુર્યોધન-ધર્મ, એમ વઢે જુગ્મ કરીને શર્મ.          ૧૧

કર્ણ આવ્યો કરતો માર, ત્યારે કુંતીસુતે ખાધી હાર;
પારધીની પેરે ટોળે મળ્યા, ભીમસેનને વીંટી વળ્યા.          ૧૨

ધર્મ કહે : ‘અભિમન્યુ, પાછા વળો, ઓ ભીમને કીધો આકળો;’
કાકાનાં વાયક મસ્તક ધરી, અભિમન આવ્યો પાછો ફરી.          ૧૩

કૌરવ મુખે કરે મરકલાં, નાઠા જેમ નાસે ચરકલાં;
શરધારા અભિમન્યુ તણી, માર્યા કૌરવ વીણી વીણી.          ૧૪

ત્રણ બાણે વેધ્યો કર્ણ, થયો અચેત જાણે પામ્યો મર્ણ;
નાઠો અશ્વત્થામા ઋષિરાય, જેમ વાઘ-ભોએ નાસે ગાય.          ૧૫

દુઃશાસન વીંધ્યો શર તીણે, નાઠો દુર્યોધન વેવલાં વીણે;
દેખી લક્ષ્મણને રીસ ચડી, અભિમન ઉપર કીધી હડી.          ૧૬

સોળ સહસ્ર યોદ્ધા સહિત, લક્ષ્મણે યુદ્ધ કીધું અનીત;
સૌભદ્રે કીધો પાળો પાય, બીજો રથ મોકલ્યો ધર્મરાય.          ૧૭

તે રથ ઉપર થયો આરૂઢ, પછે પ્રાક્રમ કીધું પ્રૌઢ;
એકે વારે સોળ હજાર, બાણ મૂક્યાં કિરીટી-કુમાર.          ૧૮

લક્ષ્મણના સંગી જે ધીશ, સોળ સહસ્રનાં છેદ્યાં શીશ;
વિરથ કીધો લક્ષ્મણ વીર, તેનું બાણે પ્રોયું શરીર.          ૧૯

લક્ષ્મણ પડવાને લડથડ્યો, અભિમન ઊતરીને દડબડ્યો;
જોતા ક્ષત્રી સર્વ નરેશ, પાડી મુકુટ ને સાહ્યા કેશ.          ૨૦

વીજળી સરખો ખડ્ગ કાઢિયો, ઊંચો હાથ કરી ત્રાડિયો;
જેને જોબનનો ઉન્માદ, દુર્યોધનને કીધો સાદ.          ૨૧

‘અરે અહંકારી! તું ઓરો આવ, તારા કુંવરને મુકાવ;’
ત્યારે લક્ષ્મણની આંખ ભરાઈ, ‘મેલ મેલ પડ, પિતરાઈ.’          ૨૨

વદનકળા રહી છે હસી, જાણે પ્રગટ્યો પૂનમનો શશી;
અદ્ભુત શોભા રહી છે વસી, એહવું મસ્તક કાપ્યું ધસી.          ૨૩

જ્યાં ઊભો દુર્યોધન રાય, મસ્તક માર્યું હૃદયામાંય;
કૌરવનાં ભાંગ્યાં ઓસાણ, પાંડવનાં વાગ્યાં નિસાણ.          ૨૪

કૌરવપતિ કરે વિલાપ : ‘કોણ પ્રગટ્યું મારું પાપ?
લક્ષણવંતા હો લક્ષ્મણ, કાં વિસરી ગયો સગપણ?          ૨૫

કુંવર નહિ દીજે દુખડાં, હું કોનાં જોઉં મુખડાં?
ઊઠો લાડકવાયા કુંવર, કાં બેસાડ્યું મારું ઘર?’          ૨૬

એમ આંખે આંસુ ભરે, દ્રોણાદિક આશ્વાસન કરે;
રોવે નહિ આવે કુમાર, ઊઠો રાજા, થાઓ હોશિયાર.’          ૨૭

દુર્યોધન કહે : ‘ઊઠું શું? જીવ્યા માંહે નથી જીવતો હું;
પુત્ર ગયો મૂકીને ભોગ, મને ઘટે લેવો જોગ.          ૨૮

અભિમન્યુએ વાળી રુધિરની નીક, એ રાજ્યને પડો ધિક!’
પછે શકુનિએ ઝાલ્યો હાથ, દુર્યોધન બેસાડ્યો રથ.          ૨૯

વલણ
રથ ઉપર ખપ કરી બેસાડ્યો, દુર્યોધન રોતો વળી;
સંજયનાં વાયક સાંભળી ધૃતરાષ્ટ્ર પડ્યા ધરણે ઢળી.          ૩૦