કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૩. ભલે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૩. ભલે|}} <poem> આ હાથ ઉપર માથું મૂક્યું, ને માથા ઉપર હાથ; ભલે. આ બ...")
 
No edit summary
 
Line 22: Line 22:
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૭૦)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૭૦)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૨. એક બારી ઊઘડે
|next = ૩૪. જળની ઝીણી મહેક
}}

Latest revision as of 09:25, 15 December 2021


૩૩. ભલે

આ હાથ ઉપર માથું મૂક્યું,
ને માથા ઉપર હાથ; ભલે.

આ બાર બથોડાં અંધારું,
મુઠ્ઠી અજવાળું સાથ; ભલે.

આ એકલદોકલ ચાલ્યા તો
પડછાયાનો સંગાથ; ભલે.

આ રંગ-રાગની રમણામાં
ભ્રમણાની ઊપસી ભાત; ભલે.

આ પોઢેલાં પાણીમાં પેઠો
પાછો ઝંઝાવાત; ભલે.

આ અવળ-સવળ તરિયા-ડૂબ્યા,
નહિ રે ઉગાર્યો નાથ; ભલે.
(જળમાં લખવાં નામ, પૃ. ૧૭૦)