છંદોલય ૧૯૪૯: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading| છંદોલય | }} | {{Heading| છંદોલય | }} | ||
== જાગૃતિ == | |||
<poem> | <poem> | ||
છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની! | છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની! | ||
Line 22: | Line 22: | ||
</poem> | </poem> | ||
== સ્વપ્ન == | |||
<poem> | <poem> | ||
સ્વપ્ને છકેલ મુજ પાગલ જિંદગાની! | સ્વપ્ને છકેલ મુજ પાગલ જિંદગાની! |
Revision as of 02:58, 5 February 2022
જાગૃતિ
છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
વનોની મસ્તાની મઘમઘ પરાગે છલકતી
વસંતે જાગી ર્હે સકલ કલિ જ્યારે રસભીની;
અને પેલી વર્ષા, ઝરમર નહીં, ધોધ વરસી
બધી સીમા લોપે; અતિ તૃષિત જે ગ્રીષ્મદહને
નવાણો નાચી ર્હે, જલછલક જોબંન વહને
વહે, જ્યારે ના ર્હે, ક્ષણ પણ ધરા તપ્ત તરસી;
તદા મારી હૈયાકલિ અધખૂલી ફુલ્લ પુલકે,
અને પ્યારાં મારાં સહુ સ્વપન ર્હે તે પર ઢળી;
નવાણોયે કાંઠાભર રગરગે ર્હે ખળભળી,
અદીઠાં સ્વપ્ને શાં નયન સરતાં દૂર મુલકે!
હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને બે જ ગમતી,
સદા સૌંદર્યોની રસસભર જ્યાં સૃષ્ટિ રમતી!
૧૯૪૩
સ્વપ્ન
સ્વપ્ને છકેલ મુજ પાગલ જિંદગાની!
આ શો નશો! નયનમાં સુરખી છવાઈ!
ઉન્માદ શો રગરગે રટના ગવાઈ!
શો મત્ત પ્રાણ! મદિરામય શી જવાની!
ક્યાંયે નથી નજરમાં અવ કો કિનારા,
ને દૂરની ક્ષિતિજના સહુ લુપ્ત આરા,
જ્યાં રાત ને દિન ચગે રવિચંદ્રતારા
એ આભથીય પર કલ્પનના મિનારા!
આ શૂન્ય તો સૃજનની શતઊર્મિ પ્રેરે!
હ્યાં જે સુગંધરસરંગ ન, શા અપારે,
એ સૌ અહો પ્રગટ રે મુજ બીનતારે !
સૌંદર્ય શું સભર સપ્તકસૂર વેરે !
ને ચિત્ત એ સ્વર મહીં લયલીન ડોલે!
રે સ્વપ્ન શી સકલ સત્ય-રહસ્યની સૃષ્ટિ ખોલે!
૧૯૪૩