8,009
edits
No edit summary |
No edit summary |

Line 38: | Line 38: | ||
ને ચિત્ત એ સ્વર મહીં લયલીન ડોલે! | ને ચિત્ત એ સ્વર મહીં લયલીન ડોલે! | ||
રે સ્વપ્ન શી સકલ સત્ય-રહસ્યની સૃષ્ટિ ખોલે! | રે સ્વપ્ન શી સકલ સત્ય-રહસ્યની સૃષ્ટિ ખોલે! | ||
{{Right | ૧૯૪૩}}

</poem> | |||
== કોને? == | |||
<poem> | |||
તને કે સ્વપ્નોને, | |||
કહે, હું તે કોને | |||
ચહું— સ્વપ્ને તું ને સ્વપન તુજમાં જોઈ રહું ત્યાં? | |||
{{Right | ૧૯૪૩}}

</poem> | |||
== સોણલું == | |||
<poem> | |||
મારી પાંપણને પલકારે | |||
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું. | |||
મારા અંતરને અણસારે | |||
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું. | |||
ઝીણી ઝબૂકતી વીજલ શી પાંખે, | |||
આઘેરા આભલાના વાદળ શી ઝાંખે, | |||
નીંદરમાં પોઢેલી અધખૂલી આંખે, | |||
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું. | |||
પાંપણને પરદેથી આછેરું પલકે, | |||
મનનું કો માનવી રે મધમીઠું મલકે, | |||
મટકું મારું ત્યાં આભ અંધારાં છલકે! | |||
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું. | |||
સપનોના સોબતી, તું ર્હેજે મનમ્હેલમાં! | |||
અંતર, તું આંખોમાં આવીને ખેલ માં! | |||
ઓ સોણલા, તું વેદનાને પાછી તે ઠેલ માં! | |||
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું. | |||
મારા અંતરને અણસારે | |||
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું. | |||
મારી પાંપણને પલકારે | |||
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું. | |||
{{Right | ૧૯૪૩}}

</poem> | |||
== સાંજને સૂરે == | |||
<poem> | |||
સાંજને સૂરે, | |||
અજાણ કોઈના મધુર ઉરે, | |||
શાને પડે સાદ? | |||
ધરતીની મમતાને છાંડી, | |||
દૂરને સોણે નજરું માંડી, | |||
તોય અદીઠી | |||
કાજળકાળી આંખની મીઠી | |||
શાને નડે યાદ? | |||
કાલને વ્હાણે સોનલ વેળા, | |||
આજ તો મેઘલી રાતના મેળા; | |||
તોય આકાશે, | |||
મલકી રૂપાવરણે હાસે, | |||
શાને ચડે ચાંદ? | |||
મન કો મૂંગી વેદના ખોલે, | |||
સોણલે મારી દુનિયા ડોલે; | |||
દૂર અદૂરે, | |||
અજાણ કોઈના મધુર ઉરે, | |||
શાને પડે સાદ? | |||
{{Right | ૧૯૪૩}}
| {{Right | ૧૯૪૩}}

</poem> | </poem> |