સોરઠી સંતવાણી/મન નો ડગે: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મન નો ડગે|}} <poem> મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે :::: મરને ભાંગી ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
:::: તમે થાજો સતગુરુજીનાં દાસ રે. — મેરુ રે. | :::: તમે થાજો સતગુરુજીનાં દાસ રે. — મેરુ રે. | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 3 | |||
|next = સાધુની સંગત | |||
}} |
Latest revision as of 07:16, 28 April 2022
મન નો ડગે
મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે
મરને ભાંગી રે પડે ભરમાંડ રે;
વિપદ પડે પણ વણસે નહીં,
ઇ તો હરિજનનાં પરમાણ રે. — મેરુ રે.
ભાઈ રે! હરખ ને શોકની ના’વે જેને હેડકી ને
શીશ તો કર્યાં કુરબાન રે,
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
જેણે મેલ્યાં અંતરનાં માન રે. — મેરુ રે.
ભાઈ રે! નિત્ય રે’વું સતસંગમાં ને
જેને આઠે પો’ર આનંદ રે,
સંકલપ વિકલપ એકે નહીં ઉરમાં,
જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે. — મેરુ રે.
ભાઈ રે! ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!
રાખજો વચનુંમાં વીશવાસ રે,
ગંગાસતી એમ બોલિયાં
તમે થાજો સતગુરુજીનાં દાસ રે. — મેરુ રે.
←