સોરઠી સંતવાણી/દેખાડું એ દેશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દેખાડું એ દેશ|}} <poem> વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ! ::::...")
 
No edit summary
 
Line 21: Line 21:
:::: ત્યાં નહીં માયાનો જરીએ લેશ. — વીજળીને.
:::: ત્યાં નહીં માયાનો જરીએ લેશ. — વીજળીને.
</poem>
</poem>
<center>'''[ગંગાસતી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = ગજવાનો લાડવો
|next = સાચાં બાણ વાગે ત્યારે
}}

Latest revision as of 09:51, 28 April 2022


દેખાડું એ દેશ

વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ!
નહીંતર અચાનક અંધાર થાશે,
જોતજોતામાં દિવસ વયા ગયા, પાનબાઈ!
એકવીશ હજાર છસોને કાળ ખાશે —
ભાઈ રે! જાણ્યા જેવી આ તો અજાણ છે, પાનબાઈ!
આ તો અધૂરિયાંને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય. — વીજળીને.
ભાઈ રે! નિરમળ થૈને આવો મેદાનમાં, પાનબાઈ!
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને
બીબે પાડી દઉં બીજી ભાત. — વીજળીને.
ભાઈ રે! પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ, પાનબાઈ!
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે
ત્યાં નહીં માયાનો જરીએ લેશ. — વીજળીને.

[ગંગાસતી]