સોરઠી સંતવાણી/ઠાલવવાનું ઠેકાણું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઠાલવવાનું ઠેકાણું|}} <poem> પી લેવો હોય તો રસ પી લેજો, પાનબાઈ! પ...")
 
No edit summary
 
Line 21: Line 21:
હવે તમે હેતનાં બાંધો હથિયાર, — પી લેવો.
હવે તમે હેતનાં બાંધો હથિયાર, — પી લેવો.
</poem>
</poem>
<center>'''[ગંગાસતી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = સાચાં બાણ વાગે ત્યારે
|next = અગમ અજર રસપાત્ર
}}

Latest revision as of 10:08, 28 April 2022


ઠાલવવાનું ઠેકાણું

પી લેવો હોય તો રસ પી લેજો, પાનબાઈ!
પિયાલો આવ્યો છે તતકાળ;
વખત ગયા પછી પસ્તાવો થાશે, પાનબાઈ!
અચાનક ખાશે તમને કાળ —
ભાઈ રે! જાણવી હોય તો વસ્તુ જાણી લેજો, પાનબાઈ!
નીકર જમીનમાં વસ્તુ જાશે;
નખશિખ ગુરુજીએ હૃદયમાં ભરી તો આ
ઠાલવવાનું ઠેકાણું કે’વાશે. — પી લેવો.
ભાઈ રે! આપ રે મુવા વિના અંત નહીં આવે, પાનબાઈ!
ગુરુગમ વિના ગોથાં મરને ખાવે;
ખોળામાં બેસારી તમને વસ્તુ આપું જેથી
આપાપાણું ગળી તરત જાવે. — પી લેવો.
ભાઈ રે! આ વખત આવ્યો છે મારે ચેતવાનો, પાનબાઈ!
માન મેલીને થાવને હુશિયાર;
ગંગા સતી એમ બોલિયાં રે,
હવે તમે હેતનાં બાંધો હથિયાર, — પી લેવો.

[ગંગાસતી]