સોરઠી સંતવાણી/ક્રિયાશુદ્ધિ: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ક્રિયાશુદ્ધિ|}} <poem> વચન સુણીને બેઠાં એકાંતમાં ને :::: સુરતા લ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
કીધો વાસનાનો સરવત્યાગ રે. — વચન. | કીધો વાસનાનો સરવત્યાગ રે. — વચન. | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ત્રિગુણની પાર | |||
|next = ગુરુ-શિષ્યની એકતા | |||
}} |
Latest revision as of 10:36, 28 April 2022
ક્રિયાશુદ્ધિ
વચન સુણીને બેઠાં એકાંતમાં ને
સુરતા લગાડી ત્રાટક માંય રે,
સંકલ્પ વિકલ્પ સરવે છૂટી ગયા ને
ચિત્ત લાગ્યું વચનુંની માંય રે —
ભાઈ રે! ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે ને
જમાવી આસન એકાંત માંય રે,
જાતિ અભિમાનનો ભેદ મટી ગયોને
વરતે છે એવાં વ્રતમાન રે. — વચન.
ભાઈ રે! ચંદ્રસૂરજની નાડી જે કહીએ ને
તેનું પાળે છે વ્રતમાન રે,
ચિત્તમાં માત્ર જે વચન મૂકે રે
એથી આવી ગઈ છે સાન રે. — વચન.
ભાઈ રે! ક્રિયા શુદ્ધ થઈ ત્યારે અભિયાસ જાગ્યો ને
પ્રકટ્યું નિરમળ જ્ઞાન રે,
ગંગાસતી એમ બોલિયાં ને
કીધો વાસનાનો સરવત્યાગ રે. — વચન.