સોરઠી સંતવાણી/પિયુજીની વાતડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પિયુજીની વાતડી|}} <poem> સખી! સાંભળ કહું એક વાતડી, સાંભળતાં લાગ...")
 
No edit summary
 
Line 26: Line 26:
મેરામને મન માની રે. — સખી.
મેરામને મન માની રે. — સખી.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = સેજલડીનો સ્વાનુભવ
|next = કાગળ
}}

Latest revision as of 05:20, 29 April 2022


પિયુજીની વાતડી

સખી! સાંભળ કહું એક વાતડી,
સાંભળતાં લાગે ઘણી મીઠી રે
સખી! સતગુરુએ સબદ સુણાવિયા,
આજ તો રે અચરજ મેં દીઠી રે.
— સખી! સાંભળ કહું એક વાતડી.
સખી! ઊંચું જોઉં તો હરિ આસમાનમાં
હેરીને જોઉં તો હરિ હેઠા રે;
સખી! સૂઈને જોઉં તો ઝળકે સોડ્યમાં,
જાગીને જોઉં તો તખત પર બેઠા રે. — સખી.
સખી! પરણેલી પિયુજીને વીનવે,
કુંવારી કંથમાં શું જાણે રે;
સખી! કુંવરી રમે ઢીંગલે પોતિયે,
મોરામને શું માણે રે. — સખી.
સખી! પંડના પિયુજીની વાતડી
કોઈની આગળ નવ કેયીં રે;
સખી! આપડે રે’વું પિયુના શે’રમાં
લોચનિયે હેરી હેરી લેયી રે. — સખી.
સખી! મરજાદા મેલી વર હું વરી,
સંપત નૈ રે’ હવે છાની રે
સખી! ભાણને પરતાપે રવિ બોલિયા
મેરામને મન માની રે. — સખી.