સ્વાધ્યાયલોક—૩/યોર્ઝ ઝીલેંની કવિતા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|યોર્ઝ ઝીલેંની કવિતા}} {{Poem2Open}} ૨૦મી સદીના બે મહાન સ્પૅનિશ કવિ...")
 
No edit summary
 
Line 10: Line 10:
સમકાલીન કવિમિત્રોની કવિતા વિશેની ઝીલેંની આ સૂઝસમજની સહાયથી ઝીલેંના કવિમિત્રોની કવિતાના જ સૌંદર્યનો નહિ પણ ઝીલેંની પોતાની કવિતાના સૌંદર્યનો પણ સવિશેષ પરિચય પામી શકાય છે.
સમકાલીન કવિમિત્રોની કવિતા વિશેની ઝીલેંની આ સૂઝસમજની સહાયથી ઝીલેંના કવિમિત્રોની કવિતાના જ સૌંદર્યનો નહિ પણ ઝીલેંની પોતાની કવિતાના સૌંદર્યનો પણ સવિશેષ પરિચય પામી શકાય છે.
૧૮૯૩માં વાલ્લાદોલીદમાં જન્મ પામનાર અને ૧૯૧૭થી આજ લગી ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, સ્પેન અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં સ્પૅનિશ સાહિત્યનું અધ્યાપન કરનાર આ કવિના એકમાત્ર કાવ્યસંગ્રહ Cantiloનું પ્રથમ પ્રકાશન ૧૯૨૮માં માદ્રિદમાં થયું ત્યારે તેમાં ૭૫ કાવ્યો હતાં. ત્યાર પછી ૧૯૩૬, ૧૯૪૫ અને ૧૯૫૦માં એની સંવર્ધિત આવૃત્તિઓનું પ્રકાશન થયું એમાં બુએનોસ એરિસમાં પ્રકાશિત અંતિમ આવૃત્તિમાં ૩૩૪ કાવ્યો છે. આ છે ઝીલેંનું આજ લગીનું સમગ્ર કાવ્યસર્જન. Cantiloની કવિતામાં જે સરલતા છે તે કોઈ પણ સાચી કવિતામાં હોય છે તેવી ભ્રામક સરલતા છે. આ કવિતા સંકુલ છે. છતાં સ્પષ્ટ છે. કવિ વિશ્વની વિચિત્ર વિવિધતામાં એકતાનું દર્શન કરે છે. બાહ્યજગત અને આંતરજગત વચ્ચે સંવાદિતાનું દર્શન કરે છે. અને આ દર્શન અનુરૂપ આકારમાં અને અવાજમાં પ્રગટ કરે છે. એમાં સંયમ અને સ્વસ્થતા છે, સૌંદર્ય છે, હીરાના જેવું શાંતશીતલ તેજ છે. પણ આપણા જગતના અને આપણા જીવનના સંદર્ભમાં ઝીલેંની કવિતાની વિશિષ્ટ મહાનતા હોય તો તે ઝીલેંની અસ્તિત્વ પ્રત્યેની શ્રદ્ધાને કારણે. એની કવિતામાં જગતની અદ્ભુતતા પ્રત્યે આશ્ચર્ય અને જીવનની અદ્વિતીયતા પ્રત્યે આનંદ પ્રગટ થાય છે. ઝીલેં બે વિશ્વયુદ્ધના યુગનો કવિ છે અને સ્પૅનિશ કવિ હોવાથી બે વિશ્વયુદ્ધની વચ્ચે એક વધુ યુદ્ધનો અને એને કારણે સ્વેચ્છાએ દેશવટાનો અનુભવ કરનાર કવિ છે. એટલે તો ઝીલેં કહે છે, ‘My certainty is founded in the dark’ (મારી શ્રદ્ધા અંધકારમાંથી ઊગી છે).

એને અંધકારનો અનુભવ છે. પણ એ અંધકાર આપણે અનુભવીએ છીએ અથવા તો આપણા યુગના નિર્વેદના અને નિરાશાના પયગંબરોએ ભાખ્યો છે તે અંધકાર નહિ. એનો અંધકાર એ પ્રકાશની આશા વિહોણો અંધકાર નથી. કારણ કે એ કહે છે, ‘That strong unknown thing by night will break through whatever seals it and from the deep abyss draw up those first splendours that are still so far from death’ (એ પ્રબલ અજ્ઞાત વસ્તુ રાત્રિ દરમ્યાન બધા જ વજ્રબંધો છેદીભેદીને પ્રગટશે અને હજુ જે મૃત્યુથી અતીવ દૂર છે એવા પ્રથમ પ્રકાશના વૈભવને ઊંડી ગર્તામાંથી બહાર આણશે). એ પ્રકાશના ગર્ભરૂપ અંધકાર છે. ઝીલેંનો અંધકાર એ તો જે અંધકારમાંથી મનુષ્ય જન્મે છે, જાગૃત થાય છે અને પ્રકાશ પામે છે તે અંધકાર છે. એ અંધકારમાંથી જન્મ, જાગૃતિ અને પ્રકાશ પામીને મનુષ્ય ગાઈ ઊઠે છે
એને અંધકારનો અનુભવ છે. પણ એ અંધકાર આપણે અનુભવીએ છીએ અથવા તો આપણા યુગના નિર્વેદના અને નિરાશાના પયગંબરોએ ભાખ્યો છે તે અંધકાર નહિ. એનો અંધકાર એ પ્રકાશની આશા વિહોણો અંધકાર નથી. કારણ કે એ કહે છે, ‘That strong unknown thing by night will break through whatever seals it and from the deep abyss draw up those first splendours that are still so far from death’ (એ પ્રબલ અજ્ઞાત વસ્તુ રાત્રિ દરમ્યાન બધા જ વજ્રબંધો છેદીભેદીને પ્રગટશે અને હજુ જે મૃત્યુથી અતીવ દૂર છે એવા પ્રથમ પ્રકાશના વૈભવને ઊંડી ગર્તામાંથી બહાર આણશે). એ પ્રકાશના ગર્ભરૂપ અંધકાર છે. ઝીલેંનો અંધકાર એ તો જે અંધકારમાંથી મનુષ્ય જન્મે છે, જાગૃત થાય છે અને પ્રકાશ પામે છે તે અંધકાર છે. એ અંધકારમાંથી જન્મ, જાગૃતિ અને પ્રકાશ પામીને મનુષ્ય ગાઈ ઊઠે છે:
I, here, now, 
Wide awake, existing here and now, 
Once again, marvelous adjustment.’
{{Poem2Close}}
હું, અહીં, અત્યારે, 
પૂર્ણ જાગૃત, અહીં અત્યારે અસ્તિત્વ ધરાવતો, 
પુનરપિ, અદ્ભુત વ્યવસ્થા.
<poem>
એ પ્રકાશ પામીને તો મનુષ્ય આ જગતની અદ્ભુતતા પ્રત્યે આશ્ચર્ય અને જીવનની અદ્વિતીયતા પ્રત્યે આનંદ અનુભવે છે. ‘Ecstasy of Bliss’ (આનંદની સમાધિ) નામના કાવ્યને અંતે કવિ કહે છે
I, here, now,
‘More, more and yet more ! 
Towards the sun, in swift flight, 
The fulness makes its escape, 
Now I am only song !’
Wide awake, existing here and now,
વધુ, વધુ અને વળી વધુ ! 
સૂર્યની પ્રતિ, ત્વરિત્ ગતિ, 
પૂર્ણતા સરી રહી ! 
હવે હું માત્ર ગીત !
Once again, marvelous adjustment.’
અને ‘Ardor’ (ઉત્સાહ) નામના કાવ્યને અંતે કવિ કહે છે
 
‘To be 
More, and to be the most now, 
To mount up to marvel, 
So mine, that it’s here already, 
It commands me ! The light leads.’
હું, અહીં, અત્યારે,
વધુ 
હોવું, અને હવે સૌથી વધુ હોવું, 
જે મારું છે અને હવે અહીં જ છે, 
તે આશ્ચર્યની પ્રતિ ઊછળવું, 
એ મને આદેશે છે. પ્રકાશ મને દોરે છે.
પૂર્ણ જાગૃત, અહીં અત્યારે અસ્તિત્વ ધરાવતો,
આ કોઈ ભીરુ કે ભાગેડુની ભયભીત ચીસ નથી. પણ અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવનાર, કેવળ હોવું એ જેનો પ્રચંડ પુરુષાર્થ છે એવા ધીર અને વીર નરનો બુલંદ ઉદ્ગાર છે. એ કહે છે
પુનરપિ, અદ્ભુત વ્યવસ્થા.
‘I wish to be. 
To be ! That suffices me. 
Absolute happiness.’
</poem>
હું ઝંખું છું કેવળ હોવું ! 
હોવું ! એ મારે માટે પૂરતું છે. 
પૂર્ણ આનંદ છે.
{{Poem2Open}}
એ પ્રકાશ પામીને તો મનુષ્ય આ જગતની અદ્ભુતતા પ્રત્યે આશ્ચર્ય અને જીવનની અદ્વિતીયતા પ્રત્યે આનંદ અનુભવે છે. ‘Ecstasy of Bliss’ (આનંદની સમાધિ) નામના કાવ્યને અંતે કવિ કહે છે:
{{Poem2Close}}
<poem>
‘More, more and yet more !
Towards the sun, in swift flight,
The fulness makes its escape,
Now I am only song !’
 
વધુ, વધુ અને વળી વધુ !
સૂર્યની પ્રતિ, ત્વરિત્ ગતિ,
પૂર્ણતા સરી રહી !
હવે હું માત્ર ગીત !
</poem>
{{Poem2Open}}
અને ‘Ardor’ (ઉત્સાહ) નામના કાવ્યને અંતે કવિ કહે છે:
{{Poem2Close}}
<poem>
{{space}}{{space}}‘To be
More, and to be the most now,
To mount up to marvel,
So mine, that it’s here already,
It commands me ! The light leads.’
 
{{space}}{{space}}વધુ
હોવું, અને હવે સૌથી વધુ હોવું,
જે મારું છે અને હવે અહીં જ છે,
તે આશ્ચર્યની પ્રતિ ઊછળવું,
મને આદેશે છે. પ્રકાશ મને દોરે છે.
</poem>
{{Poem2Open}}
આ કોઈ ભીરુ કે ભાગેડુની ભયભીત ચીસ નથી. પણ અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવનાર, કેવળ હોવું એ જેનો પ્રચંડ પુરુષાર્થ છે એવા ધીર અને વીર નરનો બુલંદ ઉદ્ગાર છે. એ કહે છે:
{{Poem2Close}}
<poem>
‘I wish to be.
To be ! That suffices me.
Absolute happiness.’
 
હું ઝંખું છું કેવળ હોવું !
હોવું ! એ મારે માટે પૂરતું છે.
પૂર્ણ આનંદ છે.
</poem>
{{Poem2Open}}
ઝીલેં એક જ કાવ્યગ્રંથનો કવિ છે. એની કવિતામાં મહિમા છે, મહત્તા છે; પ્રશસ્તિ છે, પુરસ્કાર છે. એ કવિ છે આશ્ચર્યનો, આનંદનો, આશાનો, એને મનુષ્યના આત્મામાં શ્રદ્ધા છે એ કારણે.
ઝીલેં એક જ કાવ્યગ્રંથનો કવિ છે. એની કવિતામાં મહિમા છે, મહત્તા છે; પ્રશસ્તિ છે, પુરસ્કાર છે. એ કવિ છે આશ્ચર્યનો, આનંદનો, આશાનો, એને મનુષ્યના આત્મામાં શ્રદ્ધા છે એ કારણે.
{{Poem2Close}}
<poem>
‘Joy of joys — the soul beneath the skin.’
‘Joy of joys — the soul beneath the skin.’
આનંદોનો આનંદ — ત્વચા નીચેનો આત્મા.
  આનંદોનો આનંદ — ત્વચા નીચેનો આત્મા.
Cantiloમાં એણે એનું અંતિમ શ્રદ્ધાવચન ઉચ્ચાર્યું છે
</poem>
‘Let the dead bury their dead, 
Never their hope.’
{{Poem2Open}}
મૃતજનો ભલે એમનું જે કંઈ મૃત છે તે દાટી રાખે, 
પણ એમની આશા તો કદી જ નહિ.
Cantiloમાં એણે એનું અંતિમ શ્રદ્ધાવચન ઉચ્ચાર્યું છે:
{{Poem2Close}}
<poem>
‘Let the dead bury their dead,
Never their hope.’
 
મૃતજનો ભલે એમનું જે કંઈ મૃત છે તે દાટી રાખે,
પણ એમની આશા તો કદી જ નહિ.
</poem>
{{Poem2Open}}
આધુનિક વિશ્વની સંકુલતામાં આ દર્શનની સરલતાની કવિતા એ સૌ આશ્ચર્યોનું આશ્ચર્ય છે. ભવિષ્યના યુગો આપણા યુગને નાસ્તિવાચક નહિ પણ અસ્તિવાચક યુગ કહેશે તો તે ઝીલેં જેવા કવિઓની કવિતાને કારણે. એ કવિતાનું પ્રેમપૂર્વક અને કૃતજ્ઞતાપૂર્વક સ્વાગત કરીએ !