કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૯. શતદલ પદ્મમાં પોઢેલો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૯. શતદલ પદ્મમાં પોઢેલો|}} <poem> {{Space}}શતદલ પદ્મમાં પોઢેલો હો! પર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨૬)|}} | {{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨૬)|}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૮. વિરાટનો હિન્ડોળો | |||
|next = ૪૦. મહાસુદર્શન | |||
}} |
Revision as of 12:14, 13 June 2022
૩૯. શતદલ પદ્મમાં પોઢેલો
શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.
શોધ્યાં સરોવર, શોધી ફૂલવાડીઓ,
શોધી રસકુંજ જ્ય્હાં રમેલો;
શોધી આયુષ્યની મ્હોરી અમરાઈઓ :
દીઠો ન દુનિયાફોરેલો;
હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.
ફૂલડે ફૂલડે વસંત શો વસેલો,
પાંખડી પાંખડી પૂરેલો,
ભ્રમર ભ્રમર કીધ સંગીતસોહામણો,
પંખીડે પંખીડે પઢેલો :
હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.
અડઘેરી પાંદડીઓ વીણતાંમાં વેરી, ને
આસવ ઢોળિયો અમોલો;
હૈયાના ધૂપ સમો ઊડતો બતાવો કોઈ
જીવનપરાગ જગત્ ઘેલો,
હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.
શતદલ પદ્મમાં પોઢેલો
હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.
(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨૬)