કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૪. મહીંડાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૪. મહીંડાં|<br>(ઢાળ : પાલવડો મ્હારો મ્હેલો, મોહનજી !<br> મારગડે મ...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|'''(ન્હાના ન્હાના રાસ ભાગ-૨ પૃ. ૪૪)'''|}}
{{Right|'''(ન્હાના ન્હાના રાસ ભાગ-૨ પૃ. ૪૪)'''|}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૩. બ્રહ્મવીંઝણો
|next = ૪૫. વિહંગરાજ
}}

Latest revision as of 12:20, 13 June 2022

૪૪. મહીંડાં


(ઢાળ : પાલવડો મ્હારો મ્હેલો, મોહનજી !
મારગડે મ્હને જાવા દિયો)

હલકે હાથે તે નાથ ! મહીડાં વ્હલોવજો.
          મહીડાંની રીત ન્હોય આવી રે લોલ.

ગોળી નન્દાશે, નાથ ! ચોળી છંટાશે, નાથ !
          મોતીડાંની માળા તૂટશે રે લોલ;

ગોળી નન્દાશે ને ગોરસ વહી જશે,
          ગોરીનાં ચીર પણ ભીંજશે રે લોલ :
          હલકે હાથે તે નાથ !

ન્હાની શી ગોરસીમાં જમનાજી ઊછળે
          એવી ન નાથ ! દોરી રાખો રે લોલ;
ન્હાની શી ગોરસીમાં અમૃત ઠારિયાં,
          હળવે ઉઘાડી નાથ ! ચાખો રે લોલ;
          હલકે હાથે તે નાથ !

(ન્હાના ન્હાના રાસ ભાગ-૨ પૃ. ૪૪)