કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૧.પર્વતને નામે પથ્થર...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૧.પર્વતને નામે પથ્થર...|}}
{{Heading|૨૧.પર્વતને નામે પથ્થર...|ચિનુ મોદી}}


<poem>
<poem>

Latest revision as of 11:28, 17 June 2022


૨૧.પર્વતને નામે પથ્થર...

ચિનુ મોદી

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
‘ઇર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઇચ્છાને હાથ પગ છે, એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો, ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે;
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.

થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
‘ઇર્શાદ’ આપણે તો, ઈશ્વરને નામે વાણી.
(ઇર્શાદગઢ, પૃ.૧૦)