કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૨. રાજહંસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૨. રાજહંસ|}}
{{Heading|૨૨. રાજહંસ|ન્હાનાલાલ}}





Latest revision as of 05:18, 20 June 2022

૨૨. રાજહંસ

ન્હાનાલાલ


સૂના આ સરોવરે આવો,
          આ રાજહંસ ! સૂના આ સરોવરે આવો;
જૂનાં એ ગીતને જગાવો,
          ઓ રાજહંસ ! સૂના આ સરોવરે આવો.

ક્ય્હા માનસર ? ક્ય્હાં અમ રંક આરો ?
ક્ય્હાં પુણ્યશ્વેત વપુ ? ક્ય્હાં ગિરિ આ અમારો ?
ઓ દેવપંખી ! કંઈ દૈવી નથી, તથાપિ
ઉદ્ધારવા અમ સરોવરિયે પધારો.

લીલા લ્હેકન્તા કાંઈ કંઠે મજાના,
સ્નેહે નમન્તાં ધીરે પગલે લજ્જાનાં.
          અમારાં નીર આ સુહાવો :
          ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો;

          હેયાને સરોવરે આવો,
ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો.
જૂનાં એ ગીતને જગાવો,
ઓ રાજહંસ ! સૂના આ સરોવરે આવો.
(જયા-જયંત, નવમી આ., પૃ. ૨૩-૨૪)