નરસિંહથી ન્હાનાલાલ/૭: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| નર્મદ | }} {{Poem2Open}} અહમદશાહ મધ્યકાલીન અમદાવાદના પિતા છે, તો દલ...")
 
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
અહમદશાહ મધ્યકાલીન અમદાવાદના પિતા છે, તો દલપતરામ અર્વાચીન અમદાવાદના પિતા છે. અમહદશાહે આરંભમાં તો પાટણમાંથી રાજ કર્યું હતું, પણ એમને એમની અસ્મિતાથી અંકિત એવી સ્વસર્જિત રાજધાનીમાંથી ગૌરવથી રાજ કરવાની મહેચ્છા હતી, એથી એમણે સાબરમતીના પૂર્વ તટ પર પૂર્વે જ્યાં આશા ભીલનું આશાવળ નગર હતું તે આદિવાસી ગ્રામપ્રદેશમાં અમદાવાદ વસાવ્યું હતું. એમણે એમાં ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, જુમ્મા-મસ્જિદ આદિના જગપ્રસિદ્ધ સ્થાપત્ય દ્વારા તથા વેપાર-ઉદ્યોગના કેન્દ્ર સમા માણેકચોકની સ્થાપના દ્વારા અમદાવાદને વિકસાવ્યું હતું. તો દલપતરામે ફોર્બ્સ, કર્ટિસ અને હોપ – ત્રણ ઉદાર અને ઉદાત્ત અંગ્રેજ સજ્જનોના નેતૃત્વથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની અનેક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા સાંસ્કૃતિક, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં અમદાવાદના નગરજનોના મધ્યકાલીન માનસનું અર્વાચીન માનસમાં પરિવર્તન કર્યું હતું. દલપતરામ માત્ર અમદાવાદના સંદર્ભમાં જ નહિ પણ સમગ્ર ગુજરાતના સંદર્ભમાં અનેક ક્ષેત્રોમાં એમનાં અંગત જીવન અને કવનના પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા મધ્યયુગ અને અર્વાચીન યુગ વચ્ચે, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સેતુરૂપ હતા. રોમૅન્ટિક અભિનિવેશમાં કોઈએ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહ્યા હોય તો ભલે, પણ વાસ્તવમાં તો ‘અર્વાચીનોમાં આદ્ય’ તો હતા દલપતરામ. ન્હાનાલાલે સાચ્ચું જ કહ્યું છે, ‘કવિતા કે સુધારો નર્મદના ચિરસ્થાયી રંગો ન હતા; એક દાયકાના રંગ હતા. ’૬૫માં સૂરતવાસ કર્યે બંનેય પ્રધાનત: ઊપટી ગયા.’ પૂર્વજીવનમાં ‘યાહોમ કરીને પડો’ ગાનાર નર્મદને ઉત્તરજીવનમાં ‘રણ તો ધીરાનું ધીરાનું’ ગાવાનું પ્રાપ્ત થયું હતું. નર્મદને માનસપરિવર્તન કરવાનું થયું હતું. જીવનભર ‘સજન સંભળાવજો રે ધીરેધીરે સુધારનોે સાર’ ગાનાર દલપતરામને ક્યારેય માનસપરિવર્તન કરવાનું થયું ન હતું. એમનું જીવન અને કવન ૧૮૪૮થી ૧૮૯૮ લગી, અરધી સદી લગી સતત સુસ્થિર રહ્યું હતું. કવિતા અને સુધારો એમના ચિરસ્થાયી રંગો હતા.
‘મારી હકીકત’ અને ‘ધર્મવિચાર’ એટલે નર્મદની આત્મકથા, એના સમૃદ્ધ જીવનની સાહસકથા, ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા. ‘મારી હકીકત’માં પૂર્વજીવનનો બહિર્મુખ નર્મદ છે, ‘ધર્મવિચાર’માં ઉત્તરજીવનનો અંતર્મુખ નર્મદ છે. પૂર્વજીવનના નર્મદનું ઉદ્બોધન છે :{{Poem2Close}}
દલપતરામનો જન્મ ૧૮૨૦ના જાન્યુઆરીની ૨૧મીએ વઢવાણમાં. પિતા ડાહ્યાભાઈ ત્રંબક ત્રવાડી અને માતા અમૃતબા. પિતા વેદપાઠી, કર્મકાંડી બ્રાહ્મણ. આર્થિક સ્થિતિ સામાન્ય. યજમાનવૃત્તિથી જીવનનિર્વાહ. સમાજમાં ડાહ્યા વેદિયાને નામે પરિચિત. ૮ વર્ષની વયે દલપતરામનો યજ્ઞોપવીત-સંસ્કાર અને વેદાભ્યાસનો આરંભ. ગામઠી શાળામાં ઔપચારિક પ્રાથમિક શિક્ષણ. પિતાનો ઉગ્ર સ્વભાવ. એક પ્રસંગે દલપતરામથી મંત્રોચ્ચારમાં દોષ થયો હતો એથી પિતાએ એમને નિષ્ઠુરપણે શિક્ષા કરી હતી. પરિણામે એ ઘરમાંથી ભાગી ગયા હતા. પછી એમને બાવા ઉપાડી ગયા હતા, એમાંથી લોકોએ એમને મુક્ત કરાવ્યા હતા અને મામા એમને સુરક્ષિત ઘરે લાવ્યા હતા. પણ હવે પિતા સાથે રહેવાનું અશક્ય હતું એથી માતા પુત્રો સાથે બરવાળામાં પિયરમાં વસ્યાં હતાં. એ સમયમાં ૮ વર્ષની વયે ગઢડાના મંદિરમાં એમને સહજાનંદસ્વામીનાં પ્રત્યક્ષ દર્શન થયાં હતાં. પછી ૧૪ વર્ષની વયે ભૂમાનંદસ્વામીના પ્રભાવથી એમણે સ્વામીનારાયણ સંપ્રદાયનો ધર્મ અંગીકાર કર્યો હતો. એથી માતાને આઘાત થયો હતો, પણ પિતાને તો એવો ભારે આઘાત થયો હતો કે એમણે સંન્યાસ ધારણ કર્યો હતો. ૧૮૪૪માં દલપતરામની ૨૪ વર્ષની વયે પિતાનું અવસાન થયું હતું. એમને પિતાનું સુખ પ્રાપ્ત થયું ન હતું.
<poem>
દલપતરામે સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષાને કારણે કિશોરવયમાં જ દેવાનંદસ્વામીની નિશ્રામાં અમદાવાદમાં કાવ્યશાસ્ત્ર, પિંગળશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને વ્રજ-કવિતાનો અભ્યાસ કર્યો હતો. એથી પિંગળગુરુ તરીકે એમને ભોળાનાથનો પરિચય થયો હતો. અભ્યાસ પછી એ વઢવાણ પાછા ફર્યા હતા.
‘સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે,
૧૮૪૮ના નવેમ્બરની પહેલીએ અમદાવાદમાં દલપતરામના જીવનની સૌથી મહાન ક્રાંતિકારી ઘટના ઘટી હતી – એલેક્ઝાંડર કિન્લોક ફોર્બ્સ સાથેનું મિલન.
યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.
એલેક્ઝાન્ડર કિન્લોક ફોર્બ્સનો જન્મ ૧૮૨૧ના જુલાઈની ૭મીએ લંડનમાં થયો હતો. એ સ્કૉટલૅન્ડના અમીર કુટુંબના નબીરા હતા. એ શિલ્પ-સ્થાપત્યના અભ્યાસી અને ઇતિહાસવિદ હતા. એમને શિલ્પી-સ્થપતિ થવાની મહેચ્છા હતી, પણ સંજોગવશાત્ ઇન્ડિયન સિવિલ સર્વિસમાં તાલીમ પછી ૧૮૪૩માં ભારતમાં અમહદનગરમાં સહાયક કલેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. પછી ૧૮૪૬માં અમદાવાદમાં સહાયક ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. ઇતિહાસવિદ એવા ફોર્બ્સે અમદાવાદ-નિવાસના આરંભમાં જ ભાટ-ચારણોને આમંત્રણ આપ્યું હતું અને એમનાં મુખે લોકગીતો અને લોકકથાઓ સાંભળ્યા પછી એમને એ લોકવૃત્તને આધારે ગુજરાતનો ઇતિહાસ રચવાની અને એ માટે ગુજરાતમાં સ્થળેસ્થળે પ્રવાસ કરીને ઇતિહાસની સામગ્રીનું સંપાદન અને સંશોધન કરવાની ઇચ્છા હતી. તેઓ આ કાર્યમાં એમને સહાયક થાય એવી યોગ્ય ગુજરાતીભાષી વ્યક્તિની શોધમાં હતા. ફોર્બ્સના મિત્ર ભોળાનાથ સારાભાઈએ એ માટે દલપતરામ યોગ્ય વ્યક્તિ છે એવું સૂચન કર્યું હતું. પછી ફોર્બ્સે દલપતરામને ‘મોકલી મુદ્દામ માણસ તેડાવ્યા વઢવાણથી.’ દલપતરામ પગપાળા પ્રવાસ કરીને અમદાવાદ આવ્યા હતા. ૧૮૪૬ના નવેમ્બરની પહેલીએ સાબરમતીના પૂર્વતટ પર ચાંદાસૂરજના મહેલમાં દલપતરામ અને ફોર્બ્સનું મિલન થયું હતું. ત્યારે દલપતરામની ૨૮ વર્ષની વય હતી. ફોર્બ્સ સમક્ષ દલપતરામે વ્રજભાષામાં સ્વરચિત કાવ્યનું પઠન કર્યું હતું. ફોર્બ્સ દલપતરામના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સુમધુર પઠનથી પ્રસન્ન થયા હતા. પછી એમણે દલપતરામને પૂછ્યું હતું, ‘શું વેતન લેશો ’ દલપતરામે કહ્યું હતું, ‘૨૦૦ રૂપિયા.’ ફોર્બ્સને અંગત આવકમાંથી આ વેતનની રકમ આપવાની હતી. એથી એમને મૂંઝવણ હતી કે માસિક વેતનની આટલી મોટી રકમ ક્યાંથી લાવીશ  ત્યાં દલપતરામે ધીરેથી કહ્યું હતું, ‘બાર મહિને ૨૦૦ રૂપિયા.’ એથી ફોર્બ્સ નિશ્ચિંત થયા હતા. અને એમણે દલપતરામને માસિક ૨૫ રૂપિયાના વેતનથી એમના સહાયક તરીકે નિયુક્ત કર્યા હતા.
</poem>
પછી સાત સપ્તાહ પછી ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મીએ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના કરવામાં આવી હતી. (આજે હવે એનું નામ છે ‘ગુજરાત વિદ્યાસભા’). એનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું અને શ્રીમંત નગરજનો અને દેશી રાજ્યોના મહારાજાઓ દ્વારા ૧૦ હજાર રૂપિયાનું ફંડ રચવામાં આવ્યું હતું. એક જ ગુજરાતીભાષી સભ્યના અપવાદ સાથે એના અન્ય સૌ સભ્યો શાસકવર્ગના અંગ્રેજો હતા. મુંબઈ પ્રાંતના ગવર્નર એના પેટ્રન. ફોર્બ્સ એના સેક્રેટરીપદે હતા અને દલપતરામ એમના આસિસ્ટંટ સેક્રેટરીપદે હતા. દલપતરામ અને ફોર્બ્સનું મિલન એ દલપતરામના જીવનની સુવર્ણ ક્ષણ હતી.
{{Poem2Open}}
૧૮૪૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના પછી ફોર્બ્સે આયુષ્યના અંત લગી ગુજરાતની પ્રજાને અન્ય અનેક અર્વાચીન સંસ્થાઓ અને પ્રવૃત્તિઓની ભેટ ધરી હતી. ૧૮૪૯ના જાન્યુઆરીની ૫મીએ અમદાવાદમાં ‘નેટિવ લાઇબ્રેરી’ની સ્થાપના કરી હતી. ૧૮૪૯ના મેની ૨જીએ ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક ‘અમદાવાદ વર્તમાનપત્ર’નું પ્રકાશન કર્યું હતું. (‘વરતમાંન’ દર બુધવારે પ્રગટ થતું હોવાથી તેનું લોકપ્રિય નામ હતું ‘બુધવારિયું’. એનું ૬ રૂપિયા વાર્ષિક લવાજમ હતું. એના ૧૨૫ ગ્રાહકો હતા. એ સ્વનિર્ભર હતું. ૧૮૬૪ લગી એ અસ્તિત્વમાં હતું.) ૧૮૫૦ના જુલાઈની ૮મીએ હરકુંવરબાઈના સહકારમાં એક કન્યાશાળાનું સંચાલન કર્યું હતું. ૧૮૫૪ના માર્ચમાં ‘બુદ્ધિપ્રકાશ’નું પ્રકાશન કર્યું હતું. ૧૮૭૮ લગી એ અસ્તિત્વમાં હતું.  
ઉત્તરજીવનના નર્મદનું આત્મસંભાષણ છે :{{Poem2Close}}
૧૮૫૦માં ફોર્બ્સ સૂરતમાં શહેર સુધરાઈના અમલદાર તરીકે નિયુક્ત થયા હતા. અહીં એમણે ‘એન્ડ્રુસ લાઇબ્રેરી’ની સ્થાપના કરી હતી. એમાં દર બુધવારે સભાનું આયોજન થતું હતું અને વ્યાખ્યાન થતું હતું. વળી દર બુધવારે ‘સુરત સમાચાર’ વર્તમાનપત્રનું પ્રકાશન કર્યું હતું.
<poem>
૧૮૫૧માં ફોર્બ્સ અમદાવાદમાં આસિસ્ટંટ કલેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. એમણે ગુજરાતના ઇતિહાસ માટે સામગ્રી એકત્ર કરવા માટે દલપતરામની સાથે ગુજરાત- સૌરાષ્ટ્રનાં અનેક સ્થળે પગપાળા પ્રવાસ કર્યો હતો.
‘રણ તો ધીરાનું, ધીરાનું,  
૧૮૫૨માં ફોર્બ્સ મહીકાંઠા એજન્સીમાં પૉલિટિકલ એજન્ટ તરીકે નિયુક્ત થયા હતા. આ વર્ષમાં દીપોત્સવી પ્રસંગે ઈડરમાં અનેક કવિઓને પોતાના નિવાસસ્થાને નિમંત્રણ આપીને ‘કવિમેળો’ યોજ્યો હતો.
નહિ ઉતાવળા કાયરનું.
૧૮૫૪માં ફોર્બ્સ ૩ વર્ષની રજા પર હતા અને ‘રાસમાળા’ લખવા અને એનું ઇંગ્લૅન્ડમાં પ્રકાશન કરવા ઇંગ્લૅન્ડમાં રહ્યા હતા અને ૧૮૫૬માં ‘રાસમાળા ભાગ-૧, ૨’નું ઇંગ્લૅન્ડમાં પ્રકાશન કર્યું હતું.
</poem>
૧૮૬૨માં ફોર્બ્સ મુંબઈમાં હાઈકૉર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. મુંબઈમાં એ અતિલોકપ્રિય હતા. એમને એશિયાટિક સોસાયટીનું પ્રમુખપદ અર્પણ કરવામાં આવ્યું હતું. એનો એમણે વિનયપૂર્વક સ્વીકાર કર્યો ન હતો, પણ એના ઉપ-પ્રમુખપદે રહ્યા હતા. મુંબઈ સરકારે એમને મુંબઈ યુનિવર્સિટીના વાઈસ–ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા હતા. ૧૮૬૫ના માર્ચની ૨૫મીએ એમણે મુંબઈમાં મુંબઈના નગરજનો અને સૌરાષ્ટ્રના મહારાજાઓનાં મોટી રકમોનાં દાનની સહાયથી ‘શ્રી ગુજરાતી સભા’ સ્થાપી હતી. તે દિવસે મુંબઈના ટાઉનહૉલમાં એક વિશાળ જાહેરસભામાં એનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફોર્બ્સના અવસાન પછી એમની સ્મૃતિમાં, એમના સ્મરણાર્થે ‘શ્રી ગુજરાતી સભા’નું ‘શ્રી ફાર્બ્સ ગુજરાતી સભા’ એવું નવીન નામકરણ કરવામાં આવ્યું હતું.
પૂર્વજીવનનો નર્મદ એટલે સમુદ્રના જળ જેવી તરલતા, ગતિશીલતા, ચંચળતા, વિહ્વળતા, વીરરસની મૂર્તિ, પ્રેમશૌર્યની યૌવનમૂર્તિ, આવેગ અને આવેશ, ઝંખના અને ઝંઝાવાત (stress and storm). ઉત્તર જીવનનો નર્મદ એટલે સરોવરના જળ જેવી સ્વસ્થતા, સ્થિરતા, નીરવતા, નિ:સ્તબ્ધતા, શાંતરસની મૂર્તિ, પ્રૌઢતા-પ્રગલ્ભતાની પ્રજ્ઞામૂર્તિ, અરવ એકાન્તનો અપાર આનંદ (bliss of solitude).
૧૮૬૫ના ઑગસ્ટની ૩૧મીએ પૂનામાં ૪૪ વર્ષની અતિકાચી વયે ‘બહુ વિચાર કરવાથી અને ઘણાં કામ સાથે લેવાથી મગજમાં રોગ થયો’ એથી એમનું અવસાન થયું હતું.
નર્મદ એટલે સચ્ચાઈ, સંપૂર્ણ સો ટકા સચ્ચાઈ, નરી પારદર્શક સચ્ચાઈ. ‘મારી હકીકત’માં એણે લખ્યું છે, ‘આ હકીકતમાં... જે જે હું લખીશ તે તો મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ. પછી તે મારું સારું સારું હો કે નરસું હો, લોકોને પસંદ પડો કે ન પડો.’ બલવન્તરાયે એમના ‘યૌવનમૂર્તિ નર્મદ’ વ્યાખ્યાનમાં કહ્યું છે, ‘સચ્ચાઈ તો એના રોમરોમમાં... નર્મદ સાહસિક પણ પછી. નર્મદ અવ્વલ દરજ્જે સત્યવકતા.’
ફોર્બ્સની જન્મભૂમિ ભલે ઇંગ્લૅન્ડ હોય, પણ એમની કર્મભૂમિ તો ગુજરાત જ. ૨૧ વર્ષની વયે સાહિત્યપ્રિય ઇતિહાસવિદ એવા એક અંગ્રેજ અમલદાર તરીકે ભારત આવ્યા હતા. ૪૪ વર્ષની વયે એમનું અવસાન પૂનામાં – ભારતમાં જ થયું હતું. ૨૩ વર્ષ લગી એમણે ગુજરાત, ગુજરાતી ભાષા અને ગુજરાતની પ્રજા જ્ઞાનસમૃદ્ધ થાય માટે ભારે પરિશ્રમ અને પુરુષાર્થ કર્યો હતો. ૧૮૫૬માં ‘રાસમાળા’નું પ્રકાશન થયું ત્યારે નર્મદે એની પ્રશંસા રૂપે લખ્યું હતું, ‘ઓ દેશીઓ! આ શાં તમારાં નૂર! તમે કેવા ઊંઘતા અને આળસુ છો કે તમારી પાસે પડેલી તમારી ચીજનું તમે બરાબર ભાન નથી રાખી શકતા! પરદેશીઓ એ વસ્તુઓનું ચોખ્ખું ભાન ધરાવે છે, તોપણ એ ઉપર તમે નિઘા નથી કરતા!’ તેઓ શાસક-વર્ગના સભ્ય હતા, અંગ્રેજ અમલદાર હતા, છતાં અંગ્રેજી અમલ દરમિયાન જ ૧૮૫૭ના બળવા અંગે એમણે નિર્ભીક અને નિષ્પક્ષ નિવેદન કર્યું હતું, ‘લોકોના ઉપર અનેક પ્રકારના અન્યાય થાય તેથી જ બળવો થયો... અન્યાય થાય છે એવું સમજી જે દેશની પ્રજા શત્રુ થઈ હોય, તે દેશમાં કદાપિ રાજ્ય રખાઈ શકાય નહિ (માટે અન્યાય કરવો નહિ) એવું લૉર્ડ એલેન્બરો વદે છે તે યથાર્થ અને સત્ય છે.૧૮૬૫ના સપ્ટેમ્બરની ૧૫મીએ નર્મદે ફોર્બ્સની મૃત્યુનોંધમાં એમના સ્વતંત્ર મિજાજની પ્રશંસારૂપે ‘દાંડિયા’માં લખ્યું હતું, ‘બળવાના હિંગામમાં “મુંબઈ કુવાર્ટરલી રીવ્યુ”માં આર્ટિકલો લખીને પોતાના વિચાર તે વખતના તપેલા અંગ્રેજોનાથી જુદા હતા તે બતાવ્યા હતા... ભાંગના ક્યારામાં કોઈ વખત તુલસીનો છોડ ઊગી નીકળે છે, તેમ હાલ બેત્રણ વર્ષ થયાં ઘણી ચવાયેલી અને સઉની દાઢે ચડેલી “સીવિલ સર્વિસ”માં પણ જૂના ટોપીવાલાઓમાંના કોઈ બડા અચ્છા સાહેબો નીવડેલા છે. તેવા મરનાર એલેક્ઝાંડર કી. ફોર્બ્સ સાહેબ થયા. ફક્ત એમણે સાહેબી ભોગવી જાણી નથી, એમણે તો ગુજરાતને જ પોતાનું વતન જાણ્યું છે.
નર્મદમાં સૌથી વિશેષ આસ્વાદ્ય અને આકર્ષક છે એનું વ્યક્તિત્વ. એની અસ્મિતા, એનું બહુરૂપી વ્યક્તિત્વ, એની બહુરંગી અસ્મિતા, એનું વ્યક્તિત્વ, એની અસ્મિતા વિરોધાભાસી અને વિસંગતિપૂર્ણ છે, છતાં એકકેન્દ્રી અને ઐક્યપૂર્ણ છે. એના પૂર્વજીવનમાં અને માનસપરિવર્તન, વિચારપરિવર્તન પછીના એના ઉત્તરજીવનમાં, ઉચ્છેદક નર્મદમાં અને સંરક્ષક નર્મદમાં એકસમાન અને એકસરખી સચ્ચાઈ છે. એની સચ્ચાઈમાં એકવાક્યતા અને એકસૂત્રતા છે. એનું કારણ એની આત્મનિષ્ઠા અને એનું આત્મબળ છે, એનું ટેકીલાપણું છે. નર્મદે ગાયું છે, ‘વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી.’
આમ, આ ગુજરાતપ્રેમી અંગ્રેજે ગુજરાતને, ગુજરાતનાં ભાષા-સાહિત્યને, ગુજરાતની પ્રજાને અનેક અર્વાચીન સંસ્થાઓ અને પ્રવૃત્તિઓની ભેટ ધરી હતી. પણ એમની સર્વશ્રેષ્ઠ ભેટ તો હતી દલપતરામ – દલપતરામની અર્વાચીનતા.
નર્મદ અને નંદશંકર વચ્ચે મનદુ:ખ થયું હતું. એ મનદુ:ખનો સુખદ અંત આવ્યો ત્યારે નર્મદે જેમાં એના વ્યક્તિત્વની સૌ લાક્ષણિકતાઓ એક સાથે પ્રગટ થાય છે. એવા પત્રમાં નંદશંકરને લખ્યું હતું, ‘તમારા મનમાં મારા વિષે સ્વર્ગ જેટલો ઊંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હતો, તમે મારા કટ્ટા વેરી કે સાચા સ્નેહી હો તો પણ હું તમારા શહેરમાં એક ક્યારેક્ટર છઉં, પછી ગમે તેવો એ વિચાર તમને મારું અભિમાન રાખવાને બસ છે. એ જ હું અભિમાનથી કહું છઉં કે તમે એ અભિમાનથી હસશો જ– હસો હવે. આ કાગળ બંધ કરતાં મરતી મૈત્રી પાછી ઊઠી એની ખુશાલીમાં હું મારા પાન સોપારી ખાઉં છઉં ને તમે તમારી તપખીર સૂંઘજો.’ બલવન્તરાયે એમના પૂર્વોક્ત વ્યાખ્યાનમાં કહ્યું છે, ‘એવો ટેક એના જમાનામાં વિરલ, બલકે સારા ગુજરાત– કાઠિયાવાડમાં આ એક સપૂતમાં જ.’ એની આત્મકથામાં, એનાં આત્મસંભાષણોમાં, એનાં ઉદ્બોધનોમાં, એની ઉદ્ઘોષણાઓમાં એનું આ વ્યક્તિત્વ, એની આ અસ્મિતા સુરેખ અને સચોટ પ્રગટ થાય છે.
દલપતરામે નાનપણમાં ગામઠી પ્રાથમિક શાળામાં નહિવત્ ઔપચારિક અભ્યાસ કર્યો હતો. એ અનેક કવિઓની જેમ સ્વશિક્ષિત હતા. એમણે કિશોરવયે જ ઉખાણાં, હડૂલા આદિ કાવ્યસ્વરૂપોમાં કવિતા રચવાનો આરંભ કર્યો હતો. શામળ એમનો પ્રિય કવિ હતો. એના અનુકરણમાં એમણે ‘હીરાનન્દી’ અને ‘કમળલોચની’ – શૃંગારરસનાં બે કથાકાવ્યો રચ્યાં હતાં. પણ એમણે ૧૪ વર્ષની વયે સ્વામીનારાયણ-સંપ્રદાય અંગીકાર કર્યો ત્યારે એનો નાશ કર્યો હતો. પછીથી એમણે સંપ્રદાય અને સવિશેષ તો ફોર્બ્સના સાન્નિધ્યમાં ઉચ્ચકક્ષાનું અનૌપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
નર્મદનો જન્મ ૧૮૩૩ના ઑગસ્ટની ૨૪મીએ સુરતમાં. નામ નર્મદાશંકર. પિતા વડનગરા વૈદિક સદ્ગૃહસ્થ નાગર લાલશંકર દવે. માતા નવદુર્ગા. પિતાનો લહિયાનો વ્યવસાય એથી મુંબઈમાં એમનો નિવાસ. ૧૮૩૮માં ૫ વર્ષની વયે ભૂલેશ્વરની ગામઠી શાળામાં અને પછી ૧૮૪૩-૪૪માં સુરતમાં દુર્ગારામ મહેતાજીની શાળામાં અભ્યાસ. ૧૮૪૪માં ૧૧ વર્ષની વયે નાનીગૌરી સાથે લગ્ન. ૧૮૪૫માં ૧૨ વર્ષની વયે મુંબઈમાં એલ્ફિન્સ્ટન સ્કૂલમાં વધુ અભ્યાસ. ૧૮૫૦માં ૧૭ વર્ષની વયે મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ. એ જ વર્ષમાં કૉલેજના તેજસ્વી યુવાનોની સંસ્થા ‘બુદ્ધિવર્ધક સભા’ની સ્થાપના. એમાં ‘મંડળી મળવાથી થતા લાભ’ વિશે વ્યાખ્યાન. આ વ્યાખ્યાન – ગદ્યનિબંધ – થી સર્જકજીવનનો આરંભ. ૧૮૫૧માં પત્ની પુખ્તવયનાં થવાથી કૉલેજના પ્રથમ વર્ષમાં જ કૉલેજનો ત્યાગ અને સુરતમાં નિવાસ. ૧૮૫૩માં પત્નીનું અવસાન અને થોડોક સમય સુરતમાં શિક્ષક. ૧૮૫૫ના સપ્ટેમ્બરની ૨૧મીએ ૨૨ વર્ષની વયે કવિતા રચવાનો આરંભ. એ જ વર્ષમાં કૉલેજમાં પુન: પ્રવેશ. ૧૮૫૬માં થોડાક માસ પછી કૉલેજનો સદાયને માટે ત્યાગ અને ડાહીગૌરી સાથે લગ્ન. પુનશ્ચ શિક્ષક. ૧૮૫૮ના નવેમ્બરની ૨૩મીએ ૨૫ વર્ષની વયે શિક્ષણમાંથી રાજીનામું આપ્યું : ‘મેં ઘેર આવી કલમના સામું જોઈ આંખમાં ઝળઝળિયાં સાથે તેને અરજ કરી, હવે હું તારે ખોળે છું.’ ગુજરાતના સાહિત્યજગતની આ એક મહાન ઘટના. એ જ વર્ષમાં ‘નર્મકવિતા’ના ૧-૩ અંકોનું અને પછી ૧૮૫૮માં ૪-૮ અંકોનું પ્રકાશન. ૧૮૬૦થી ૧૮૬૬ લગી ઉચ્છેદક સુધારાના નાયક યુગપુરુષ તરીકે નર્મદના સક્રિય જીવનનો સુવર્ણકાળ. ૧૮૬૦માં વૈષ્ણવ મહારાજ જદુનાથ સાથે વાદવિવાદ. જ્ઞાતિ તરફથી બહિષ્કાર. ૧૮૬૪માં કરસનદાસ આદિ દાતા-મિત્રો શેરસટ્ટાના આર્થિક સંકટમાં. ૧૮૬૫ના જુલાઈમાં આર્થિક સહાયને અભાવે મુંબઈનો ત્યાગ અને સુરતમાં સરસ્વતીમંદિરમાં નિવાસ. ‘પ્રેમશૌર્ય’નો મુદ્રાલેખ. ૧૮૬૪-૬૫માં ‘ડાંડિયો’નું સંપાદન. ૧૮૬૬-૬૭માં પોતાને ખર્ચે ‘નર્મકોશ’ અને ‘નર્મકવિતા’નું પ્રકાશન. ૧૮૬૫-૭૫ દરમિયાન માનસપરિવર્તન અને વિચારપરિવર્તન પછી ઉચ્છેદક. સુધારાથી નિર્ભ્રાંત અને સંરક્ષક સુધારાનો પ્રણેતા. ૧૮૬૯માં વિધવા નર્મદાગૌરી સાથે લગ્ન. ૧૮૭૫-૮૫માં આર્યત્વનો ઉપાસક અને ઉપદેશક. ૧૮૭૬માં મુંબઈમાં જીવનનિર્વાહ માટે નાટકોનું લેખન અને અર્થોપાર્જનનો નિષ્ફળ પ્રયત્ન. ૧૮૮૬માં અસહ્ય આર્થિક સંકટને કારણે નોકરી ન કરવાની પ્રતિજ્ઞાનો ભંગ અને ગોકલદાસ તેજપાલના ધર્માદાખાતામાં નોકરી. ૧૮૮૬ના ફેબ્રુઆરીની ૨૫મીએ ૫૩ વર્ષની વયે સુરતમાં અવસાન.
દલપતરામનાં જીવનમાં અને કવનમાં જે નૈતિક મૂલ્યોનો, નૈતિકતાનો આગ્રહ છે એમાં સ્વામીનારાયણ સંપ્રદાયની પ્રેરણા હતી. એને સમાજાભિમુખતાનું, સામાજિક સભાનતાનું પરિમાણ હતું. પછી એને બૌદ્ધિકતાનું, અર્વાચીનતાનું એક વધુ અને નવું પરિમાણ પ્રાપ્ત થયું એમાં ફોર્બ્સની પ્રેરણા હતી.
નર્મદે ૧૮૫૫માં ૨૨ વર્ષની વયે કવિતા રચવાનો આરંભ કર્યો હતો અને ૧૮૬૭માં એનો અંત આવ્યો હતો. ઉત્તરજીવનમાં નર્મદને જેમ ઉચ્છેદક સુધારાની નિ:સારતાનો અનુભવ થયો હતો તેમ કવિતાની નિરર્થકતાનો પણ અનુભવ થયો હતો. ૧૮૮૩માં એણે એક મિત્રને કહ્યું હતું, ‘મને એ કવિતાઓ બિલકુલ ગમતી નથી. તું બિલકુલ એનું મારી પાસે નામ લઈશ નહિ.’ આમ, નર્મદે માત્ર ૧૨ વર્ષ જ કવિતા રચી હતી. પણ એણે એટલા ટૂંકા સમયમાં વિપુલ પ્રમાણમાં કવિતાનું સર્જન કર્યું હતું. દલપતરામે ૧૮૪૫થી ૧૮૯૮ લગી, અરધી સદી ઉપરાંતના સમયમાં કવિતા રચી હતી. નર્મદે માત્ર ૧૨ વર્ષના સમયમાં દલપતરામની જેમ અઢળક કવિતા રચી હતી. એ પરથી કવિતાનું સર્જન કરવામાં નર્મદને કેટલો આવેગ અને આવેશ હશે, કેવો જોસ્સો હશે એનો ક્યાસ કાઢી શકાય. નર્મદે ભલે ૧૨ વર્ષ કવિતા રચી, પણ એટલા અલ્પ સમયમાં તો એણે ચાર સદીની ગુજરાતી કવિતાની પરંપરામાં મૌલિક વસ્તુવિષય – પ્રેમ, પ્રકૃતિ અને સ્વદેશપ્રેમ તથા મૌલિક શૈલીસ્વરૂપ માત્રામેળ અને લયમેળ છંદોમાં રોળા, લાવણી, કટાવ આદિ અને અક્ષરમેળ છંદો – દ્વારા આમૂલ પરિવર્તન કર્યું હતું. એણે ગુજરાતીમાં પ્રથમવાર જ પાશ્ચાત્ય ઊર્મિકાવ્યનો બીજનિક્ષેપ કર્યો હતો.
૧૮૫૧માં દલપતરામે ‘રાસમાળા’ માટે ગુજરાતના ઇતિહાસની સામગ્રી – હસ્તપ્રતો, કંઠસ્થ લોકગીતો અને લોકકથાઓ આદિ – એકત્ર કરવા ફોર્બ્સની સાથે ગુજરાત અને સૌરાષ્ટ્રનાં સ્થળેસ્થળે પગપાળા પ્રવાસ કર્યા હતા. આ પ્રવાસો દરમિયાન દલપતરામને લોકમાનસનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો. એમનાં પદ્ય અને ગદ્ય લખાણો – સવિશેષ હાસ્યનાં કાવ્યો અને નાટકો – માં એ પ્રગટ થયો છે. દલપતરામે કિશોરવયમાં અંગ્રેજી પ્રાઇમરની સહાયથી અંગ્રેજીનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ માત્ર અંગ્રેજી મૂળાક્ષરોનો જ પરિચય થયો એટલામાં તો એ પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. ફોર્બ્સે પણ દલપતરામ સાથે મિલન થયું તે પૂર્વે થોડોક સમય અમદાવાદમાં ગુજરાતીનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એમનો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો હતો. ફોર્બ્સ જેવા અંગ્રેજ મિત્ર હતા છતાં દલપતરામ અંગ્રેજી ન ભણ્યા, પણ દલપતરામ જેવા કવિમિત્રને કારણે ફોર્બ્સ તો ગુજરાતી ભણ્યા જ.
નર્મદ સંસ્કૃત અને ગુજરાતી ભાષા તથા કાવ્યશાસ્ત્રથી અભિજ્ઞ હતો. એણે ૧૮૫૮માં કવિજીવનના આરંભે ‘અલંકારપ્રવેશ’ અને ‘રસપ્રવેશ’ પ્રગટ કર્યા હતા. પછીથી એણે ‘નર્મકોશ’, ‘પિંગલપ્રવેશ’ અને ‘વ્યાકરણ’ જેવા શાસ્ત્રીય ગ્રંથો પણ રચ્યા હતા. એને એનું મૌલિક કાવ્યશાસ્ત્ર હતું અને કવિતાની એની મૌલિક વ્યાખ્યા – વિભાવના પણ હતી. આમ, એ ગુજરાતી ભાષામાં પ્રથમ વિવેચક હતો. કવિતાની એની વ્યાખ્યા છે : ‘સાચા કવિ પોતાના દિલની વાત પોતાના ઊભરામાં બહાર કાઢી નાંખે છે... બહુબહુ રીતના વિવેકે પણ દબાતો નથી એવો જે કુદરતી જોસ્સો તેને બહાર કાઢવામાં પુણ્ય છે.’ એમાં ‘ઊભરો’ અને ‘જોસ્સો’ શબ્દો અત્યંત સૂચક છે. એમાં વર્ડ્ઝવર્થની કવિતાની વ્યાખ્યાનું સ્મરણ થાય છે : ‘Poetry is a spontaneous overflow of powerful emotions.’ નર્મદની કવિતાની વ્યાખ્યા રોમૅન્ટિક કવિની વ્યાખ્યા છે. એના કવિતાના આદર્શમાં કવિતા પદ્યમાં હોય કે ગદ્યમાં હોય, પણ શબ્દ અને અર્થની ચમત્કૃતિ નહિ, પણ રસની ચમત્કૃતિ એ કવિતાનો આત્મા છે. રાગડા સાથે કવિતાને કોઈ સંબંધ નથી એવું એનું વિધાન બલવન્તરાયના પ્રવાહી પદ્યની નાન્દીરૂપ છે. ‘કવિતા જેને વશ છે તે કવિ નથી પણ જે કવિતાને વશ છે તે કવિ હોય ખરો.’ વિધાનમાં એણે રોમૅન્ટિક કવિની પ્રેરણા અને પ્રતિભાનો મહિમા કર્યો છે. અહીં આરંભે નોંધવું જોઈએ કે કવિતાના એના આદર્શને એની કવિતામાં એ અલ્પાંશે સિદ્ધ કરી શક્યો છે. ‘નર્મકવિતા’ના વિપુલ કાવ્યરાશિમાં સાદ્યંત સુશ્લિષ્ટ હોય એવું એકાદ કાવ્ય પણ ભાગ્યે જ હોય. એનું કવિત્વ માત્ર પંક્તિઓ અને પંક્તિખંડોમાં જ સિદ્ધ થયું છે.
દલપતરામ અને ફોર્બ્સે સહપ્રવાસમાં ‘રાસમાળા’ માટેની સામગ્રી એકત્ર કરી હતી, એટલું જ નહિ, પણ ફોર્બ્સે દલપતરામ સમક્ષ એનું સહવાચન કર્યું હતું અને અર્થઘટન કર્યું હતું, સહસંશોધન અને સહસંપાદન કર્યું હતું. ત્યાર પછી ફોર્બ્સે ‘રાસમાળા’ અંગ્રેજીમાં રચી હતી. આમ, એક અર્થમાં ‘રાસમાળા’ એ દલપતરામ અને ફોર્બ્સનું સહસર્જન હતું. જેને ફોર્બ્સ જેવા મિત્ર હોય એવા દલપતરામ અંગ્રેજી ભણ્યા કે ન ભણ્યા એ અપ્રસ્તુત છે, કારણ કે ફોર્બ્સ દ્વારા એમને પશ્ચિમનો અને પશ્ચિમનાં અર્વાચીન જીવનમૂલ્યોનો ગાઢ પરિચય થયો હતો અને એમની ઇતિહાસદૃષ્ટિ ખૂલી-ખીલી હતી.
નર્મદે કવિતા રચવાનો આરંભ દલપતરામની સાથે સ્પર્ધાના હેતુથી, દલપતરામની કવિતાના અનુસરણથી અને વિશેષ તો મધ્યકાલીન ગુજરાતી કવિતાની પરંપરાથી કર્યો હતો. નર્મદને દલપતરામની કવિતાનો અને નરસિંહથી દયારામ લગીના કવિઓની કવિતાનો પરિચય હતો. ૧૯૫૧-૫૩માં ઉચ્ચ શિક્ષણ અર્થે મુંબઈમાં નિવાસને કારણે નર્મદને સુરતનો અને સ્વજનોનો વિયોગ થયો હતો. વિશેષ તો ૧૮૫૩માં પત્નીનું અવસાન થયું હતું એથી નર્મદને તીવ્ર શોકનો અનુભવ થયો હતો. પરિણામે એણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનાં પદો અને ભજનોથી કવિતા રચવાનો આરંભ કર્યો હતો. આ કવિતા ચિંતનપ્રધાન કે ઊર્મિપ્રધાન નહિ, પણ બોધપ્રધાન હતી. ‘આત્મબોધ’ એનું પ્રથમ કાવ્ય હતું. એણે આખ્યાનકવિતાની પરંપરામાં ‘ભાગવત’ અને ‘રામાયણ’માંથી વસ્તુવિષય ઉદ્ધૃત કર્યું હતું અને ‘રુક્મિણીહરણ’ તથા ‘અદ્ભુત યુદ્ધ’ આખ્યાનકલ્પ પરલક્ષી કાવ્યો રચ્યાં હતાં. એણે શામળના અનુસરણમાં ‘વજેસંગ અને રાજબા’ કથાકાવ્ય રચ્યું હતું. નર્મદ આ પરલક્ષી બોધપ્રધાન કવિતામાં નિષ્ફળ રહ્યો છે, તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની આત્મલક્ષી ઊર્મિપ્રધાન અને ચિંતનપ્રધાન કવિતામાં પણ એ લગભગ એટલો જ નિષ્ફળ રહ્યો છે. જોકે અપવાદરૂપ કેટલીક પંક્તિઓ અને પંક્તિખંડોમાં એ કંઈક સફળ રહ્યો છે : {{Poem2Close}}
ફોર્બ્સે દલપતરામને ગદ્યમાં નિબંધો લખવાનો આગ્રહ કર્યો હતો. ૧૮૫૦માં એમણે ઇનામી સ્પર્ધા માટે ભૂત-પ્રેત આદિનો ભ્રમ ભાંગવા માટેનો ‘ભૂતનિબંધ’ લખ્યો હતો અને એ ઇનામ જીતી ગયા હતા. ગુજરાતી ભાષાનો આ પ્રથમ નિબંધ હતો. પછીથી ફોર્બ્સે એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. દલપતરામને સહજાનંદસ્વામીની ‘શિક્ષાપત્રી’નો અનુભવ તો હતો જ. પછીથી એમણે જીવનભર ગુજરાતના સમાજનાં અનેક દોષો અને દૂષણો–મદ્યપાન, બાળલગ્ન, જ્ઞાતિ, કુસંપ, કુટેવ આદિ – વિશે અનેક નિબંધો લખ્યા હતા અને ઇનામો જીત્યાં હતાં. આ નિબંધોની અનેક આવૃત્તિઓનું પ્રકાશન થયું હતું. પછીથી દલપતરામે બે દાયકા લગી ગદ્યમાં માત્ર નિબંધના સ્વરૂપમાં જ નહિ પણ વાર્તા અને સંવાદ તથા નાટકનાં સ્વરૂપોમાં પણ અઢળક સર્જન કર્યું હતું. દલપતરામના આ ગદ્યગ્રંથોની અનેક આવૃત્તિઓનું પ્રકાશન થયું હતું. એમાં એમનું હાસ્યપ્રધાન નાટક ‘મિથ્યાભિમાન’ મુખ્ય છે. ૧૮૯૨માં રમણભાઈએ ગુજરાતી ભાષામાં પ્રથમ હાસ્યપ્રધાન નવલકથા ‘ભદ્રભદ્ર’ રચી તે પૂર્વે અને ૧૮૮૨માં મણિલાલે ‘કાન્તા’ નાટક રચ્યું તથા ૧૮૯૫માં રમણભાઈએ ‘રાઈનો પર્વત’ નાટક રચ્યું તે પૂર્વે ૧૮૬૯માં દલપતરામે આ નાટક રચ્યું હતું. એથી ગુજરાતી ભાષાનું આ પ્રથમ નાટક છે, જેમાં મૂર્ખતા અને ધૂર્તતાનું વિચિત્ર અને અદ્ભુત મિશ્રણ છે એવું જીવરામ ભટ્ટનું પાત્ર એ દલપતરામનું એક ચિરંજીવ સર્જન છે.
<poem>
૧૮૪૫માં દલપતરામે ૨૫ વર્ષની વયે ગુજરાતી ભાષામાં ‘બાપાની પીપર’ કાવ્ય રચ્યું હતું. એ મુખ્યત્વે તો ગ્રીષ્મઋતુના વર્ણનનું કાવ્ય છે, પણ એમાં સર્વાનુભવ અને સ્વાનુભવ ઓતપ્રોત છે. એથી ગુજરાતી ભાષાનું પ્રથમ અર્વાચીન ઋતુકાવ્ય છે અને ગુજરાતી ભાષામાં પ્રથમ અર્વાચીન કાવ્ય છે. એથી દલપતરામ ગુજરાતી ભાષામાં અર્વાચીન કવિતાના પિતા છે. વ્રજભાષા અને વ્રજકવિતા પર દલપતરામનું પ્રભુત્વ હતું. જીવનભર એમણે રાજસભાઓમાં વ્રજકવિતાનું પઠન કર્યું હતું અને અનેક ઇનામો, પુરસ્કારો અને વર્ષાસનો પ્રાપ્ત કર્યાં હતાં. પણ ૧૮૪૮માં મૈત્રીના આરંભે જ ગુજરાતપ્રેમી ફોર્બ્સે દલપતરામને ગુજરાતી ભાષાના મહિમા અંગે સભાન કર્યા હતા અને ભવિષ્યમાં એમનું મહત્ત્વનું સમગ્ર કાવ્યસર્જન વ્રજભાષામાં નહિ પણ ગુજરાતી ભાષામાં કરવાનું સૂચન કર્યું હતું. એથી દલપતરામે ૧૮૪૮થી આયુષ્યના અંત લગી ગુજરાતી ભાષામાં એમનું મહત્ત્વનું સમગ્ર કાવ્યસર્જન કર્યું હતું.
‘રે નર્મદ અંધારી રાત, તેને મળતી તારી જાત.
૧૮૫૦માં દલપતરામ ફોર્બ્સની સાથે આગબોટમાં સુરત ગયા હતા અને દોઢેક વર્ષ રહ્યા હતા. ૧૮૫૧ના જાન્યુઆરીમાં એમણે એન્ડ્રુસ લાઇબ્રેરીમાં કર્ટિસના પ્રમુખપદે ‘હુંનરખાનની ચઢાઈ’ રૂપકકાવ્યનું પઠન કર્યું હતું. ફોર્બ્સ હતા તો દલપતરામ આ કાવ્ય રચી શક્યા હતા. એકાદ સદી પૂર્વે ૧૭૫૦ની આસપાસ ઇંગ્લૅન્ડમાં ઔદ્યોગિક ક્રાન્તિ પછી યંત્રઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યો હતો અને ઇંગ્લૅન્ડ સમૃદ્ધ થયું હતું તેમ યંત્રઉદ્યોગ દ્વારા સમૃદ્ધ થવાનું આ કાવ્યમાં દલપતરામનું આહ્વાન છે. આજે ભારતમાં જે યંત્રવૈજ્ઞાનિક વિકાસ થાય છે એનું કાવ્યમાં આર્ષદર્શન છે. સ્પષ્ટ છે કે અંગ્રેજી ભાષાથી અનભિજ્ઞ એવા દલપતરામને ઇંગ્લૅન્ડની ઔદ્યોગિક ક્રાન્તિ અને યંત્રઉદ્યોગનું જ્ઞાન ફોર્બ્સ દ્વારા પ્રાપ્ત થયું હતું, એથી આ કાવ્યમાં ફોર્બ્સની પ્રેરણા છે. કાવ્ય આજે ગુજરાતી ભાષાની કવિતામાં જે આધુનિકતા છે એના બીજરૂપ છે. આ કાવ્યની કુલ ૪૦ આવૃત્તિઓ અને દોઢેક લાખ નકલોનું પ્રકાશન થયું હતું.
‘કોઈ હોયે હાલે મસ્ત, કોઈ હોયે માલે મસ્ત,
દલપતરામે ‘હુંનરખાનની ચઢાઈ’નું કાવ્યવ્યાખ્યાન કર્યું ત્યારે શ્રોતાવૃંદમાં નર્મદ, દુર્ગારામ, મહીપતરામ આદિ સુરતના સુધારકો ઉપસ્થિત હતા. આ પ્રસંગે દલપતરામને એમની સાથે પ્રથમ અંગત પરિચય થયો હતો. દુર્ગારામ તો સુધારાના સંદર્ભમાં એમના સમાનધર્મી હતા. ભૂત અંગે ભૂવાઓ સાથેના વાદવિવાદમાં એક પ્રસંગે દુર્ગારામને તો ડંગોરાથી માર મારવામાં આવ્યો હતો. નર્મદે દલપતરામના સુરતનિવાસ દરમિયાન સરસ્વતીમંદિરમાં દલપતરામના બહુમાનમાં એક મિલનોત્સવ યોજ્યો હતો.
કોઈ હોયે ઇશ્કે મસ્ત, સુખિયો નર્મદ ખ્યાલે મસ્ત.
૧૮૫૧માં ફોર્બ્સ બદલીને કારણે સુરતથી અમદાવાદ આવ્યા ત્યારે દલપતરામે એમની સાથે ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે પગપાળા સહપ્રવાસ કર્યો હતો અને ફોર્બ્સના પ્રોત્સાહનથી સુધારા અંગે વ્યાખ્યાનો કર્યાં હતાં.
‘નર્મદ આખરે ધૂળેધૂળ...
૧૮૫૨માં થોડોક સમય દલપતરામ ફોર્બ્સની સાથે મહીકાંઠામાં સાદરામાં રહ્યા હતા. ઇડરમાં ફોર્બ્સે ‘કવિમેળો’ યોજ્યો એમાં એ સહભાગી થયા હતા. આ સમયમાં પણ દલપતરામે ફોર્બ્સના પ્રોત્સાહનથી સ્થળેસ્થળે સુધારા અંગે વ્યાખ્યાનો કર્યાં હતાં. પછી ૧૮૫૪માં ફોર્બ્સ ‘રાસમાળા’ લખવા માટે ૩ વર્ષની રજા સાથે લંડન ગયા ત્યારે ફોર્બ્સે દલપતરામને એમની આર્થિક સુરક્ષા માટે સાદરામાં એજન્સીની ઑફિસમાં માસિક ૨૫ રૂપિયાના વેતનથી કર્મચારી તરીકે નિયુક્ત કરાવ્યા હતા.
‘દુનિયા જૂઠાની, જૂઠાની...
ફોર્બ્સ અને દલપતરામ બંનેની અનુપસ્થિતિને કારણે ૧૮૫૪માં સોસાયટીના મુખપત્ર ‘ગુજરાત વર્તમાનપત્ર’નો ભારે દુરુપયોગ થયો હતો. ફોર્બ્સ પછીના સોસાયટીના સેક્રેટરી કર્ટિસ તથા અન્ય અંગ્રેજ સભ્યો ગુજરાતી ભાષાથી અજાણ હતા. એથી મુખપત્રમાં શું પ્રગટ થાય છે એની એમને જાણકારી ન હતી. એમાં મુખપત્રના સંચાલકોએ એમના અંગત રાગદ્વેષોને કારણે અમદાવાદના પ્રતિષ્ઠિત નગરજનો, જાહેર સંસ્થાના સંચાલકો, અધિકારીઓ, અમલદારો અને સ્વયં સરકાર પર આક્ષેપો અને નિંદાત્મક લખાણો પ્રગટ કર્યાં હતાં. એથી બદનક્ષીના કૉર્ટ-કેસો થયા હતા. સોસાયટી પ્રત્યેનો એ સૌનો સદ્ભાવ બંધ થયો હતો. આર્થિક સહાય અને સહકાર બંધ થયાં હતાં. સોસાયટીના સૌ સભ્યો સરકારી અમલદારો હતા. સરકારે એ સૌને સોસાયટીમાં તેઓ ‘વર્તમાનપત્ર’માં સક્રિય ન રહી શકે એવો આદેશ આપ્યો હતો. એથી ‘વર્તમાનપત્ર’ બંધ થયું, એટલું જ નહિ, પણ સોસાયટી પણ બંધ થાય એવી પરિસ્થિતિ હતી.
‘નવ કરશો કોઈ શોક રસિકડાં...
૧૮૫૪માં કર્ટિસે દલપતરામને અમદાવાદમાં વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ આપ્યું. દલપતરામે સાદરાથી આવીને ‘રાજ્યવિદ્યાભ્યાસ’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. પણ એ નિમિત્તે કર્ટિસે સોસાયટીની કરુણ પરિસ્થિતિને કારણે સોસાયટીમાં પાછા આવવાની વિનંતી કરી હતી, એટલું જ નહિ, પણ એમણે ફોર્બ્સને લંડન પત્ર લખ્યો હતો અને ફોર્બ્સ પણ દલપતરામને સોસાયટીમાં પાછા આવે એવો આગ્રહ કરે એવી ફોર્બ્સને પણ વિનંતી કરી હતી. ફોર્બ્સે લંડનથી દલપતરામને પત્ર લખ્યો હતો અને તેઓ સોસાયટીમાં પાછા આવે એવો આગ્રહ કર્યો હતો. એથી દલપતરામે સોસાયટીના ભવિષ્યને ખાતર સાદરાની ભવિષ્યમાં મોટી રકમના વેતનની નોકરીનો ત્યાગ કર્યો હતો, પોતાના ઉજ્જ્વળ ભવિષ્યનો ત્યાગ કર્યો હતો. ફોર્બ્સે એમના પત્રમાં આગ્રહની સાથેસાથે ભવિષ્યમાં સોસાયટી બંધ થાય તો દલપતરામના જીવનનિર્વાહની જવાબદારી પણ સ્વીકારી હતી.
</poem>
૧૮૫૫માં દલપતરામને માસિક ૩૦ રૂપિયાના વેતનથી સોસાયટીના આસિસ્ટંટ સેક્રેટરીપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. (૧૮૭૮માં દલપતરામ નિવૃત્ત થયા ત્યારે એમનું માસિક ૫૦ રૂપિયાનું વેતન હતું.) સૌપ્રથમ તો દલપતરામે હીમાભાઈ નગરશેઠ સાથે અંગત મુલાકાત યોજી હતી અને એમનું હૃદય જીતી લીધું હતું. પછી હીમાભાઈ અને હરકુંવરનો સદ્ભાવ પ્રાપ્ત કર્યો હતો અને એમની આર્થિક સહાયથી ‘હીમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ’ અને ‘હરકુંવર કન્યાશાળા’ની સ્થાપના કરી હતી. ‘બુદ્ધિપ્રકાશ’નું સંચાલન કર્યું હતું અને ૧૮૭૮માં ‘બુદ્ધિપ્રકાશ’ બંધ થયું ત્યાં લગી એમાં એમણે અઢળક લખાણ કર્યું હતું. પ્રકાશન અને પુસ્તકાલયની પ્રવૃત્તિઓને સજીવન કરી હતી. આમ, દલપતરામના અથાગ પરિશ્રમ અને અવિરત પુરુષાર્થને કારણે સોસાયટી એક આદર્શ સંસ્કારકેન્દ્ર બની હતી, આર્થિક અને બૌદ્ધિક બંને દૃષ્ટિએ સધ્ધર અને સમૃદ્ધ બની હતી. દલપતરામ અને સોસાયટી એવાં અવિભાજ્યપણે ઓતપ્રોત થયાં હતાં કે બંને પરસ્પરનાં જાણે કે પર્યાયરૂપ હતા.
{{Poem2Open}}
કર્ટિસે દલપતરામને સોસાયટીના વિકાસ અર્થે ભાવનગર અને વડોદરા મોકલ્યા હતા. ભાવનગરમાં દલપતરામની પ્રેરણાથી મહારાજાએ પુસ્તકાલયની સ્થાપના કરી હતી. વડોદરામાં પણ મહારાજ ખંડેરાવ સમક્ષ ‘ગુર્જરીવિલાપ’ કાવ્યનું પઠન કર્યું હતું અને એમણે એમની પ્રસિદ્ધ પંક્તિઓ ‘ચૌટામાં લૂંટાણી ગુજરાતી રાણી... રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું’નું પઠન કર્યું હતું અને એમ ‘ગુજરાતી વાણી રાણી’ના સ્વનિયુક્ત વકીલ તરીકે પોતાનો પરિચય આપ્યો હતો. એથી ખંડેરાવે દલપતરામને એમના રાજ્યમાં શાળાઓ અને પુસ્તકાલયો સ્થાપવાનું વચન આપ્યું હતું. ૧૮૫૪માં દલપતરામે અમદાવાદમાં ‘રાજ્યવિદ્યાભ્યાસ’ વિશે વ્યાખ્યાન તો આપ્યું જ હતું, એમાં એમના પ્રસિદ્ધ કાવ્ય ‘પુરી એક અંધેરી ને ગંડુ રાજા’માં દેશી રાજ્યોના રાજામહારાજાઓને ઉપાલંભ તો કર્યો હતો. પછી ભાવનગર અને વડોદરામાં પૂર્વોક્ત પ્રેરણા પણ આપી હતી. પરિણામે, ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક દેશી રાજ્યોમાં શિક્ષણવિભાગો, શિક્ષણસંસ્થાઓ અને પુસ્તકાલયની પ્રવૃત્તિઓનો આરંભ થયો હતો. રાજકોટમાં દેશી રાજ્યોના ભાવિ મહારાજાઓ એવા રાજકુંવરો માટે ‘રાજકુમાર કૉલેજ’ પણ સ્થાપવામાં આવી હતી.
પશ્ચિમના પ્રભાવથી એણે મૂર્તિપૂજાનો તિરસ્કાર કર્યો હતો અને એકેશ્વરવાદનો પુરસ્કાર કર્યો હતો. ‘નર્મ ટેકરી’ કાવ્ય બોધપ્રધાનથી યે વિશેષ તો ચિંતનપ્રધાન કાવ્ય છે. આ કાવ્ય બલવન્તરાયની ચિંતનપ્રધાન કવિતાની અને આધુનિક નગરકવિતાની નાંદીરૂપ છે.
૧૮૫૭માં દલપતરામે ‘હોપ વાચનમાળા’માં બીજીથી આઠમી શ્રેણીનાં પાઠ્યપુસ્તકો માટે ૮૧ બાળકાવ્યો રચ્યાં હતાં. ચાર દાયકા લગી ગુજરાતભરમાં શાળાના વિદ્યાર્થીઓની અનેક પેઢીઓ આ બાળકાવ્યો ભણી હતી. આ બાળકાવ્યો બોધપ્રધાન કાવ્યો તો છે જ, પણ એમાં અવબોધની સાથે આનંદ પણ છે. એથી કાવ્યો અત્યંત લોકપ્રિય હતાં. આજે પણ એ એટલાં જ લોકપ્રિય છે.
‘પ્રેમશૌર્ય’ એનો જીવનમંત્ર હતો, પણ પ્રેમભક્તિનું એનું ઉરતંત્ર હતું. બ્રહ્મગિરિના અનુભવમાં અંતે પ્રેમભક્તિથી ભર્યોભર્યો એક ઉદ્ગાર છે :{{Poem2Close}}
૧૮૬૩માં મુંબઈમાં દલપતરામ થોડોક સમય ફોર્બ્સના આમંત્રણથી ફોર્બ્સ સાથે રહ્યા હતા. ચક્ષુરોગને કારણે પણ સારવાર માટે એમને મુંબઈ જવાનું થતું હતું. મુંબઈમાં પ્રેમચંદ રાયચંદ આદિ પ્રતિષ્ઠિત સજ્જનો દ્વારા સોસાયટી માટે આર્થિક સહાય પ્રાપ્ત કરી હતી. મુંબઈમાં પણ એમનો એક વિશાળ શ્રોતાવર્ગ હતો. એમની સમક્ષ એમણે વારંવાર કાવ્યપઠન કર્યું હતું એથી એ અત્યંત લોકપ્રિય હતા અને એમણે મોટા પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા.
<poem>
૧૮૬૫ના એપ્રિલમાં આ ડાહ્યા દલપતરામે શેરસટ્ટો કર્યો હતો. એમાં એમનું હાજાપટેલની પોળનું ઘર, જીવનભરની પરિશ્રમથી પ્રાપ્ત એવી સમગ્ર મૂડી આદિના રોકાણથી શેરસટ્ટો કર્યો હતો. એમાં અંતે મોટું દેવું થયું. દલપતરામને પ્રામાણિકપણે એ દેવું ચૂકવવું હતું એથી એમણે ફોર્બ્સને સહાયભૂત થવા વિનંતી કરી હતી. ફોર્બ્સે દલપતરામને આ દેવામાંથી મુક્ત કરાવ્યા હતા. ઘર તો પાછું આવ્યું, પણ મૂડી તો ગઈ તે ગઈ, પાછી ન આવી. કવિએ પ્રાયશ્ચિત્તરૂપે ‘શેરસટ્ટાની ગરબીઓ’ રચી હતી. આમ, ડાહ્યા દલપતરામને જીવનમાં એક વાર – માત્ર એક જ વાર – એમનું ડહાપણ કામમાં આવ્યું ન હતું.
‘એ સર્વ જોતાં ચિત તો સમાણું વિશ્વેશમાં.
૧૮૭૯માં દલપતરામે સોસાયટીની ૨૫ વર્ષ લગી તનમનધનથી સેવા કર્યા પછી ચક્ષુરોગને કારણે સોસાયટીમાંથી નિવૃત્ત થયા હતા. સોસાયટીએ સેવાના પ્રત્યુત્તરરૂપે દલપતરામને માસિક ૨૦ રૂપિયાનું જીવનભરનું પેન્શન આપ્યું હતું, વિદાયસમારંભપ્રસંગે એમને કીર્તિચંદ્ર અને પાઘડી અર્પણ કર્યાં હતાં. પછીથી હીમાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં એમની છબી મૂકવામાં આવી હતી. ૧૮૮૫માં સરકારે એમને સી.આઈ.ઈ.નો ઇલ્કાબ અર્પણ કર્યો હતો.
</poem>
૧૮૯૮ના માર્ચની ૨૪મીએ ૭૯ વર્ષની વયે એમનું અવસાન થયું હતું.
{{Poem2Open}}
વસંતમાં એને ‘બ્રહ્મબાલા’નું દર્શન થાય છે એમાં પણ એની પ્રેમભક્તિની પ્રતીતિ થાય છે. ‘કબીરવડ’માં તો એણે એકસાથે પ્રેમશૌર્ય અને પ્રેમભક્તિનું રૂપક યોજ્યું છે :{{Poem2Close}}
<poem>
‘દીસે હાર્યો જોદ્ધો હરિતણું હૃદે ધ્યાન ધરતો’
</poem>
{{Poem2Open}}
નર્મદે પ્રકૃતિની કવિતા રચી હતી. સંસ્કૃતમાં અને ગુજરાતીમાં પ્રકૃતિની કવિતા તો હતી, પણ તે માત્ર પ્રબંધો અને કાવ્યનાટકોના અંતર્ગત અંશરૂપે જ હતી. એનું આગવું સ્વતંત્ર અસ્તિત્વ ન હતું. નર્મદે એની પ્રકૃતિની કવિતામાં એને એ બંધનોમાંથી મુક્ત કરીને એને એનું આગવું સ્વતંત્ર અસ્તિત્વ અર્પણ કર્યું હતું. આ પ્રકૃતિની કવિતા, ગોપકવિતા એ નર્મદનું નવું મૌલિક પ્રસ્થાન છે. નર્મદની પ્રકૃતિની કવિતામાં કાલિદાસના ‘ઋતુસંહાર’ અને Thomsonના ‘Seasons’ની પ્રેરણા છે. નર્મદની પ્રકૃતિની કવિતા કેટલાંક લઘુ પદોમાં અને ‘ઋતુવર્ણન’, ‘વનવર્ણન’, ‘પ્રવાસવર્ણન’, ‘ગ્રામ અને સૃષ્ટિસૌંદર્ય’ આદિ દીર્ઘ કાવ્યોમાં પ્રગટ થાય છે. ‘ઋતુવર્ણન’માં એણે પ્રણય અને શૃંગારરસને પડછે પ્રકૃતિની કવિતા રચી છે. એમાં ‘ચારુ ખીલી ચંદની ચાર ખૂણે’ જેવું પૂર્ણિમાનું ભવ્ય-સુંદર ચિત્ર અંકિત થયું છે. ‘વનવર્ણન’માં એણે પ્રકૃતિમાં પરમેશ્વરની વિભૂતિના અણસારનો અને શાંતરસનો અનુભવ કર્યો છે.{{Poem2Close}}
<poem>
‘પરવતની તળેટી તેથી થોડેક દૂરે
સુણું અટકતી ગાતી કુંજ ધીમે જ સૂરે’


૧૮૫૫થી ૧૮૬૦ લગી દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’માં ક્રમેક્રમે પિંગળ વિશે પરિચયલેખો લખ્યા હતા. પછી ૧૮૬૨માં ‘ગુજરાતી પિંગળ’ શીર્ષકથી એનું પુસ્તકરૂપે પ્રકાશન કર્યું હતું. દલપતરામના જીવનકાળમાં એની કુલ ૮૬૦૦૦ નકલોની ૨૧ આવૃત્તિઓનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. ૧૯૨૨માં એની ૨૨મી આવૃત્તિનું ‘દલપત પિંગળ’ શીર્ષકથી મરણોત્તર પ્રકાશન કરવામાં આવ્યું હતું. ૧૯૪૯માં એની ૩૦મી આવૃત્તિનું પ્રકાશન થયું હતું. એથી ૩૦ આવૃત્તિઓની કુલ એક લાખ નકલોનું મુદ્રણ થયું હતું. ‘દલપત પિંગળ’ ગુજરાતી ભાષામાં પ્રથમ પિંગળ છે.
‘સિંધુ, પહાડો, તરુ, નભ સહુ
૧૮૬૮માં દલપતરામે બાળલગ્નનિષેધ અને વિધવાવિવાહ એટલે પુનર્લગ્ન વિશે આખ્યાન પરંપરામાં ૧૪૪ પદોનું દીર્ઘ કાવ્ય ‘વેનચરિત્ર’ રચ્યું હતું. ગુજરાતે એને ‘સુધારાનું પુરાણ’ નામથી નવાજ્યું હતું. એમણે ૧૮૮૧માં ‘માંગલિક ગીતાવલિ’, ૧૮૯૦માં ‘કચ્છ ગરબાવળી’ અને ‘પદ ગરબી સંગ્રહ’માં સ્ત્રીઓ માટે અનેક ગરબીઓ રચી હતી. એમાં જીવનના અનેક સુખદ સામાજિક પ્રસંગો વિશેની ગરબીઓ છે. એ સમયમાં આ ગરબીઓ અત્યંત લોકપ્રિય હતી. એથી દલપતરામ ‘ગરબીભટ’ તરીકે પ્રસિદ્ધ હતા. આ ગરબીઓમાં ક્યારેક દલપતરામમાં વિરલ એવું સૌંદર્ય પ્રગટ થયું છે 
એક રંગે મળ્યાં રે.’
‘વાવલિયા વાયા રે પિયુ વૈશાખના,
રજ ઊડે ને માણેક મેલું થાય જો.’  
</poem>
ત્યારે દલપતપુત્ર ન્હાનાલાલનું સહેજે સ્મરણ થાય છે.
{{Poem2Open}}
૧૮૬૫માં ફોર્બ્સનું અવસાન થયું પછી દલપતરામે ફોર્બ્સને અંજલિરૂપે કરુણપ્રશસ્તિકાવ્ય ‘ફાબર્સવિરહ’ રચ્યું હતું. એમાં કેટલીક હૃદયદ્રાવક પંક્તિઓ છે 
વસંતનું એણે ‘બ્રહ્મબાલા’રૂપે દર્શન કર્યું છે. વસંતના રસને એણે ‘પ્રભુની પાળ’થી સીમિત-સંયમિત કર્યો છે. બ્રહ્મગિરિના અનુભવને અંતે એણે ‘વિશ્વેશ’ની લીલાનું દર્શન કર્યું છે. ‘કબીરવડ’ તો લગભગ સાદ્યંત સુશ્લિષ્ટ કાવ્ય છે. એમાં એની પરમેશ્વર પ્રત્યેની પ્રેમભક્તિની સૌથી વિશેષ પ્રતીતિ થાય છે. ‘કબીરવડ’માં એની પ્રકૃતિની કવિતાની પરાકાષ્ઠા છે. ‘વનવર્ણન’ની પરમેશ્વરલક્ષી પ્રકૃતિની કવિતાથી રવીન્દ્રનાથની પ્રકૃતિની કવિતાનું સ્મરણ થાય છે. કવિતામાં નર્મદ જે કંઈ અલ્પાંશે પણ સફળ રહ્યો હતો એમાં એ એની પ્રકૃતિની કવિતામાં સૌથી વધુ સફળ રહ્યો હતો.
‘વાલા તારાં વેણ સ્વપનામાં પણ સાંભરે,
નેહભરેલાં નેણ ફરી ન દીઠાં ફારબસ.’
નર્મદે ગુજરાતીમાં પ્રથમ વાર જ રોમૅન્ટિક પ્રેમની, પ્રણયની કવિતા, આત્મલક્ષી સ્વાનુભવના પ્રણયની કવિતા રચી હતી. જોકે એણે પ્રણયની પરલક્ષી કવિતા પણ રચી હતી. ‘કુમુદચંદ્ર પ્રેમપત્રિકા’ પ્રણયનું કથાકાવ્ય છે. એમાં ગુજરાતીમાં પ્રણયકવિતામાં પ્રથમ વાર જ નાયક ચંદ્ર અને નાયિકા કુમુદ પ્રેમપત્ર અને છબીના આદાનપ્રદાનનો પરસ્પર વ્યવહાર કરે છે. (પછી ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’માં કુમુદ અને ચંદ્રનું જે પ્રતીક યોજ્યું છે એમાં પણ પ્રેમપત્ર અને છબીના આદાનપ્રદાનનો જે પરસ્પર વ્યવહાર થાય છે એમાં નર્મદની પ્રેરણા હોય તો નવાઈ નહિ.) ‘પ્રેમનીતિ’માં કેટલીક સુંદર પંક્તિઓમાં સફળ મુક્તકનું સ્વરૂપ સિદ્ધ થયું છે. રાધાકૃષ્ણવિષયક પદોમાં દયારામના માધુર્યનું અને રામસીતાવિષયક પદોમાં દલપતરામના ચાતુર્યનું સ્મરણ થાય છે. નર્મદનાં આત્મલક્ષી સ્વાનુભવનાં પ્રેમકાવ્યોમાં મિલનથી વિશેષ તો વિરહનો અનુભવ વ્યક્ત થયો છે :{{Poem2Close}}
‘ફાર્બસવિરહ’ ગુજરાતી ભાષામાં પ્રથમ કરુણપ્રશસ્તિકાવ્ય છે. પછી ૧૮૬૭માં દલપતરામે ફોર્બ્સ સાથેની લગભગ બે દાયકાની વિરલમધુર મૈત્રીનાં સ્મરણો વિશે ‘ફાર્બસવિલાસ’ કાવ્ય રચ્યું હતું. એ નિમિત્તે એમણે એમનાં હાસ્યરસનાં પ્રસિદ્ધ કાવ્યો ‘ઊંટ કહે’, ‘નમેલી ડોશી’, ‘શરણાઈવાળો’ રચ્યાં હતાં.
<poem>
દલપતરામે જીવનનાં અંતિમ વર્ષોમાં સહજાનંદસ્વામીના જીવનચરિત્ર જેવું ‘હરિલીલામૃત’ કાવ્ય રચ્યું હતું. આમ, દલપતરામના જીવનનો જ્યાંથી આરંભ થયો હતો ત્યાં અંત આવ્યો હતો. દલપતરામની કવિતા ધર્માભિમુખ હતી એથી એમની કવિતામાં ક્યાંય સાંપ્રદાયિકતા નથી.
‘નર્મદ આખરે જુદાઈ જ...’
દલપતરામે અનેક વિષયો ઋતુઓ, સ્થળો, પ્રસંગો, પાત્રો, પશુપંખીજંતુ આદિ વિશે કવિતા રચી હતી. દલપતરામને માટે કોઈ વિષય અસ્પૃશ્ય ન હતો. દલપતરામના જીવનકાળમાં એમનાં કાવ્યોના બે સંચયો પ્રગટ થયા હતા  ૧૮૭૯માં ‘દલપતકાવ્ય–ભાગ૧’ અને ૧૮૯૬માં ‘દલપતકાવ્ય–ભાગ૨’.
</poem>
દલપતરામ જો ‘ગરબીભટ’માંથી ‘કવીશ્વર’ થયા હોય તો એમનાં હાસ્યરસનાં કાવ્યો – ‘ઊંટ કહે’, ‘નમેલી ડોશી’, ‘શરણાઈવાળો’ આદિને કારણે.
{{Poem2Open}}
દલપતરામ પદ્યમાં ‘હુંનરખાનની ચઢાઈ’ રૂપકકાવ્ય અને ગદ્યમાં ‘મિથ્યાભિમાન’ નાટક દ્વારા ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ચિરસ્મરણીય રહેશે.
તો કોઈ પ્રેમકાવ્યમાં મિલનનો આનંદ અને વિરહનો શોક એકસાથે પ્રગટ થયો છે :{{Poem2Close}}
<poem>
‘સુખનો શીતળ જાણ્યો ઝરો, હવે દુ:ખનો ઊંડો કુંડ.’
</poem>
{{Poem2Open}}
કેટલાંક પ્રેમકાવ્યોમાં પ્રણયની વિષમતા અને વિફળતા પ્રગટ થાય છે :
{{Poem2Close}}
તો કેટલાંક પ્રેમકાવ્યોમાં શિવ અને શક્તિનાં પ્રતીકો દ્વારા પ્રેમ પરમેશ્વરમાં પર્યવસાન પામે એમાં પ્રેમની ચરિતાર્થતા છે એનું સૂચન છે.
અહીં અંતે નોંધવું જોઈએ કે નર્મદે પ્રણયની કવિતામાં એનો ઊભરો અને જોસ્સો ઘટતા પ્રમાણમાં બહાર કાઢ્યો નથી, ઘટતાથી પણ વધુ પ્રમાણમાં બહાર કાઢ્યો છે :{{Poem2Close}}
<poem>
‘ચલો ચલો શું વાર લગાડો, ચલો પીવા માંડો.’
</poem>
{{Poem2Open}}
એથી એની પ્રણયની કવિતામાં મોટે ભાગે એની મનોરુગ્ણતા અને આત્મદયા, એની રુરુદિષા અને વિહ્વળતા જ પ્રગટ થાય છે. એમાં સુરુચિ અને સંયમનો અભાવ છે, એથી એમાં ઔચિત્યભંગ અને રસભંગ થાય છે. નર્મદ કવિતા સિદ્ધ કરવામાં સૌથી વધુ નિષ્ફળ રહ્યો હોય તો એનાં પ્રેમકાવ્યોમાં.
સ્વદેશપ્રેમની કવિતા એ ગુજરાતી કવિતાના ઇતિહાસમાં નર્મદનું એક નવું પ્રસ્થાન છે. આ પ્રસ્થાનના આરંભે જ એણે સહુને આહ્વાન કર્યું હતું :{{Poem2Close}}
<poem>
‘સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે,
યાહોમ કરીને પડો ફતેહ છે આગે.’
</poem>
{{Poem2Open}}
આ આહ્વાનની પ્રેરણા ક્યાં હતી ? આ આહ્વાન શા કારણે હતું ? આ આહ્વાનની ફલશ્રુતિ શી હતી ? નર્મદની સ્વદેશપ્રેમની કવિતામાં જ આ પ્રશ્નોના ઉત્તરો છે :
ભારતમાં અંગ્રેજોનું આગમન એ ઈશ્વરનો સંકેત હતો એમ નર્મદના સૌ સમકાલીનો અને બલવન્તરાય, ન્હાનાલાલ આદિ અનુકાલીનોની માન્યતા હતી. આ આગમનને કારણે પૂર્વ અને પશ્ચિમનું, પ્રાચીન અને અર્વાચીનનું મિલન થયું હતું એ કારણે એમની આ માન્યતા હતી. આ મિલનને કારણે જ ભારતના સમાજમાં અને એની સંસ્કૃતિમાં મહાન પરિવર્તન થયું હતું. એ કારણે એમની આ માન્યતા હતી. આ મહાન પરિવર્તન એ જ ઈશ્વરનો સંકેત. અંગ્રેજોના આગમનથી ભારતવાસીઓને માત્ર અંગ્રેજોની જ અર્વાચીન સંસ્કૃતિનો જ નહિ પણ એ સંસ્કૃતિ જેનો અંતર્ગત અંશ હતી તે પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિનો પણ પ્રત્યક્ષ પરિચય થયો હતો. પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિ એ ૧૬મી સદીના Renaissance–રેનેસાંસ–,પુનરુત્થાન–ના વિજ્ઞાનવાદી, ભૌતિકતાવાદી, બૌદ્ધિકતાવાદી, ધર્મનિરપેક્ષતાવાદી, બિનસાંપ્રદાયિકતાવાદી, ઉદારમતવાદી, સમાનતાવાદી, માનવતાવાદી એવા એક મહાન બૌદ્ધિક આંદોલનની સરજત હતી. ૧૯મી સદીના મધ્યભાગમાં ભારતમાં અંગ્રેજોના શાસનનો આરંભ થયો હતો. પરિણામે ભારતવાસીઓને એમના બાહ્યજીવનમાં અને આંતરજીવનમાં પુનરુત્થાનની સંસ્કૃતિનાં મૂલ્યો – સવિશેષ તો લોકશાહી સ્વાતંત્ર્ય અને સામાજિક ન્યાયનાં મૂલ્યો – ના પ્રબળ પ્રભાવનો અનુભવ થયો હતો અને ભારતમાં પ્રથમ નવજાગૃતિના પ્રથમ યુગનો આરંભ થયો હતો. સૌપ્રથમ તો એમને એમના જીર્ણશીર્ણ સમાજની રૂઢિઓ અને પરંપરાઓના વિરૂપ અને વિકૃત સ્વરૂપનું ભાન થયું હતું, તેઓ એક નિર્મૂલ અને નિર્બલ પ્રજા છે એનું જ્ઞાન થયું હતું. તેથી એમણે એમના બાહ્યજીવનમાં અને આંતરજીવનમાં સામાજિક અને ધાર્મિક સુધારણાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. આ સમયને ‘સુધારાયુગ’ – ‘સંક્રાંતિયુગ’ નામ આપવામાં આવ્યું છે. આ ભારતની પ્રથમ નવજાગૃતિનો પ્રથમ તબક્કો હતો.
૧૭મી સદીના મધ્યભાગમાં ભારતમાં વ્યાપાર અર્થે અંગ્રેજોના આગમન પછી, લગભગ બે સૈકા પછી ૧૮૫૭માં અંગ્રેજોના શાસનનો આરંભ થયો હતો. એ જ વર્ષમાં ભારતમાં પુનરુત્થાનની પરંપરાની, પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિની સરજત જેવી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી હતી. એમાં ભારતના સંવેદનશીલ તેજસ્વી યુવાનોએ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એથી એમને પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિનો વધુ પ્રત્યક્ષ પરિચય થયો હતો. પરિણામે એમને અર્વાચીન ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ અધમ હતું એનું ભાન થયું હતું. સાથેસાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ ઉત્તમ હતું એનું પણ જ્ઞાન થયું હતું. પશ્ચિમના વિદ્વાનોએ પ્રાચીન ભારતના સાહિત્યની સમૃદ્ધિને અંજલિ અર્પી હતી એની પ્રેરણાથી અને એ દ્વારા આ નવશિક્ષિતોમાં એમના આ ભવ્ય વારસા પ્રત્યે સભાનતા પ્રેરી હતી. એની સહાયથી એમણે ભારતના આત્માની શોધનો, ભારતીયતાની ખોજનો આરંભ કર્યો હતો. એમણે પ્રાચીન પ્રશિષ્ટ ગ્રંથોનું, પ્રાચીન ભારતીય સાહિત્યના વારસાનું અધ્યયન અને અધ્યાપન કર્યું હતું, એનું મનન-ચિંતન કર્યું હતું. એમણે એમના આંતરજીવનમાં સૂક્ષ્મ આધ્યાત્મિક સુધારણાનો, ભારતીય માનસને સ્વકીય સંસ્કૃતિમાં દૃઢમૂલ કરવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. સાથેસાથે એમણે પશ્ચિમની પ્રાચીન અને અર્વાચીન યુરોપીય સંસ્કૃતિ અને એના સાહિત્યને આત્મસાત્ કરવાનો પણ એવો જ પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. એમણે પૂર્વની અને પશ્ચિમની સંસ્કૃતિઓમાં જે કંઈ ઉત્તમ હતું એનો સમન્વય કર્યો હતો. આ સમયને ‘સાક્ષરયુગ’ – ‘સમન્વયયુગ’ નામ આપવામાં આવ્યું છે. આ ભારતની પ્રથમ નવજાગૃતિનો દ્વિતીય તબક્કો હતો.
આ છે નર્મદના પૂર્વજીવનના ઉચ્છેદક સુધારાની અને ઉત્તરજીવનના સંરક્ષક સુધારાની પૂર્વભૂમિકા. નર્મદ એના સમયના – ગોવર્ધનરામથી તે ન્હાનાલાલ લગીના – સંવેદનશીલ તેજસ્વી યુવાનોમાંનો એક હતો, એટલું જ નહિ પણ એ સૌમાં એ નોખો-અનોખો હતો. નર્મદ એના પૂર્વજીવનમાં ઉચ્છેદક સુધારાના આંદોલનનો વીરનાયક હતો. દુર્ગારામ, મહીપતરામ, કરસનદાસ આદિ એ આંદોલનના સભ્યો હતા. નર્મદે આ આંદોલનના વીરનાયક તરીકે એની સ્વદેશપ્રેમની કવિતા રચી હતી અને ‘સ્વદેશાભિમાન’ સમાસ યોજ્યો હતો.
નર્મદના સમયનો સમાજ કેવો હતો ? એ સમાજમાં અનેક દોષો, દૂષણો અને દુરિતો હતાં. સ્વદેશના એ સમાજની અધોગતિનું, એના અધ:પતનનું કર્તૃત્વ સ્વયં સ્વદેશના સમાજનું જ હતું, એનો યશ કોઈ વિદેશીઓને કે વિધર્મીઓને નહિ, પણ સ્વદેશના એ સમાજને જ આપવો રહ્યો. એ સમાજ ઉચ્ચાવચતાક્રમને કારણે જાતિભેદ, લિંગભેદ, જ્ઞાતિભેદને કારણે શતખંડ છિન્નભિન્ન વિચ્છિન્ન થયો હતો, શીર્ણવિશીર્ણ થયો હતો. એણે ખંડ ખંડ વચ્ચે દુર્ભેદ્ય દીવાલો રચી હતી. એમાં શાસ્ત્રોનું શાસન હતું. એથી એ સમાજ જાણે કે અનેક કારાગારોનું કારાગાર હતો. એ સમાજમાં ધર્મ નિર્જીવ અને નિર્વીર્ય થયો હતો. ધર્મમાં આત્મશ્રદ્ધાને સ્થાને અંધશ્રદ્ધાનું, જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યને સ્થાને વિધિવિધાન, વેવલાઈ અને વિલાસિતાનું, જડ રૂઢિઓ અને નિષ્પ્રાણ પરંપરાઓનું વર્ચસ્ હતું. એમાં સંકુચિતતા અને સાંપ્રદાયિકતા હતી. સમાજજીવનમાં બાળલગ્નો, વિધવાવિવાહનિષેધ, નિર્ધનતા, નિરક્ષરતા, નાદુરસ્તી, કુરિવાજ, કુસંપ, વહેમ, દંભ, પ્રપંચ, દેશી રાજ્યોની વિલાસિતા, પ્રજાવિમુખતા, રાજાઓનો ત્રાસ-જુલમ આદિ અનેક અનિષ્ટોનો ઉપદ્રવ હતો. સ્ત્રીઓની કરુણતાની તો કોઈ સીમા જ ન હતી.
સ્વયં નર્મદના જીવનમાં પણ એની શૈશવાવસ્થામાં અને કિશોરાવસ્થામાં કેટલાંક દોષો અને દૂષણોનું દર્શન થાય છે– વહેમ, ભય, સ્ત્રીઓનું આકર્ષણ, વશીકરણમંત્રનો જાપ, અપરાધવૃત્તિ, પ્રાયશ્ચિત્ત, દેવદર્શન, સુરતીલાલાની લાલાઈ, ઉડાઉપણું, બેપરવાઈ આદિ.
નર્મદે એની સ્વદેશપ્રેમની કવિતામાં જાણે કે એના સમકાલીન સમાજની વિરુદ્ધ સ્વયંઘોષિત યુદ્ધ જ જાહેર કર્યું હતું. એની સ્વદેશપ્રેમની કવિતા લઘુ ઊર્મિકાવ્યો અને દીર્ઘ કથાકાવ્યો રૂપે પ્રગટ થાય છે. નર્મદ એની પ્રણયની કવિતામાં જેમ લઘુ ઊર્મિકાવ્યોમાં મોટે ભાગે નિષ્ફળ રહ્યો છે અને જે કારણોથી નિષ્ફળ રહ્યો છે એ જ કારણોથી એની સ્વદેશપ્રેમની કવિતામાં પણ એ લઘુ ઊર્મિકાવ્યોમાં મોટે ભાગે નિષ્ફળ રહ્યો છે. માત્ર કેટલીક પ્રથમ પંક્તિઓ અને કેટલાક પંક્તિખંડોમાં જ એ સફળ રહ્યો છે :{{Poem2Close}}
<poem>
‘શંખનાદ સંભળાયે ભૈયા, શૂરપુરુષને તેડું હો!’
‘ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું.’
 
‘ઝટ ડોળી નાંખો રે મનજળ થંભ થયેલું.’
 
‘ફરી જોબનિયું આપે હરિ! તું ફરી જોબનિયું આપે!’
 
‘સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યાહોમ કરીને પડો ફતેહ છે આગે.
</poem>
{{Poem2Open}}
નર્મદ એની પ્રકૃતિની કવિતામાં જેમ સફળ રહ્યો છે તેમ એની સ્વદેશપ્રેમની કવિતામાં અને એનાં દીર્ઘ કથાકાવ્યોમાં સૌથી વધુ સફળ રહ્યો છે. નર્મદને મહાકાવ્ય રચવાની મહત્ત્વાકાંક્ષા હતી. એણે ૧૮૬૨માં ‘જીવરાજ’માં એનો પ્રથમ પ્રયત્ન કર્યો હતો. પછી ૧૮૬૭માં ‘વીરસિંહ’માં એણે બીજો નિષ્ફળ અને અપૂર્ણ પ્રયત્ન કર્યો હતો. એમાં પરાધીનતાને પડછે એણે એની સ્વતંત્રતાનું સ્તોત્ર રચ્યું છે. નર્મદ મહાકાવ્ય રચવામાં નિષ્ફળ રહ્યો હતો, કારણ કે એનામાં મહાકાવ્ય રચવાની માત્ર મહત્ત્વાકાંક્ષા હતી, પણ પ્રતિભા ન હતી. એ આદિથી અંત લગી માત્ર ઊર્મિકવિ જ છે. છતાં અર્વાચીન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં જેને મહાકાવ્ય રચવાની મહત્ત્વાકાંક્ષા હોય એવા કવિ તરીકે તે પ્રથમ રહેશે. ૧૮૬૩-૬૫માં નર્મદે ‘હિન્દુઓની પડતી’ દીર્ઘ કથાકાવ્ય રચ્યું હતું. નર્મદે પોતે જ એને ‘સુધારાનું બાઇબલ’ કહ્યું છે. એણે ત્રણ વર્ષના સમય દરમિયાન ત્રણ ગાળામાં પંદરસો જેટલી પંક્તિઓમાં આ દીર્ઘ કથાકાવ્ય રચ્યું હતું. એમાં સુધારાદિત્ય નર્મદ સેનાની દ્વારા વહેમયવન વિરુદ્ધ યુદ્ધ કરે છે એવું રૂપક છે. એણે આ સમય દરમિયાન ધર્મ, સમાજ અને ઇતિહાસનો સઘન અભ્યાસ કર્યો હતો એથી એમાં ધાર્મિક, સામાજિક અને ઐતિહાસિક પરિમાણો છે. એમાં રોળાછંદમાં એકસાથે વીર અને કરુણરસ પ્રગટ થાય છે, એનું મુખ્ય કારણ એમાં ‘ભક્તું પેઠું... વંઠ્યું’ જેવા ઉપાલંભો છે. નર્મદનાં અન્ય સૌ દીર્ઘ કથાકાવ્યો અપૂર્ણ રહ્યાં હતાં. આ એક જ દીર્ઘ કથાકાવ્ય એ સંપૂર્ણ કરી શક્યો એ એની નાનીસૂની સિદ્ધિ નથી. ‘જય જય ગરવી ગુજરાત’, ‘કોની કોની છે ગુજરાત’, ‘આપણે ગુજરાતી’ ગુજરાત અંગેનાં સ્તોત્રો છે એમાં ગુજરાતની અસ્મિતાનો પ્રથમ આવિષ્કાર છે. ૧૮૬૫માં એણે ‘સુરત’ કથાકાવ્ય રચ્યું હતું. ૧૮૬૫માં એણે મુંબઈનો ત્યાગ કર્યો હતો અને સુરતમાં સરસ્વતીમંદિરમાં નિવાસ કર્યો હતો. એ સમયમાં એણે આ કથાકાવ્ય રચ્યું હતું. એમાં સુરતના લાલે એની પ્રિય જન્મભૂમિને અશ્રુપૂર્ણ હૃદયે ગૌરવપૂર્ણ અંજલિ અર્પી છે :{{Poem2Close}}
<poem>
‘આ તે શા તુજ હાલ સૂરત સોનાની મૂરત
તાપી દક્ષિણતટ, સૂરત મુજ ઘાયલ ભૂમિ,
મને ઘણું અભિમાન, ભોંય તારી મેં ચૂમી.’
</poem>
{{Poem2Open}}
નર્મદના ‘કબીરવડ’ કાવ્યમાં એક માર્મિક અને સૂચક પંક્તિ છે : {{Poem2Close}}
<poem>
‘દીસે હાર્યો જોદ્ધો હરિતણું હૃદે ધ્યાન ધરતો.’
</poem>
{{Poem2Open}}
એમાં તેણે એક જ પંક્તિમાં ઉત્તરજીવનના નર્મદની ઓળખ આપી છે. એ ઉત્તરજીવનમાં સંરક્ષક સુધારાના ઉપાસક તરીકે ‘હરિતણું હૃદે ધ્યાન ધરતો’ હતો અને એક અર્થમાં પૂર્વજીવનના ઉચ્છેદક સુધારાના વીરનાયક તરીકે ‘હાર્યો જોદ્ધો’ હતો.
નર્મદે પૂર્વજીવનના ઉચ્છેદક સુધારાના નાયક તરીકે આહ્વાન કર્યું હતું :{{Poem2Close}}
<poem>
‘સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે,
યાહોમ કરીને પડો ફતેહ છે આગે.’
‘ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું...
</poem>
{{Poem2Open}}
એ જંગ જીતવા ગયો હતો અને યાહોમ કરીને પડ્યો હતો. એણે ડગલું ભર્યું હતું, પણ એક અર્થમાં આગે ફતેહ ન હતી, એ જીત્યો ન હતો, એ હાર્યો હતો.
નર્મદને ઉચ્છેદક સુધારા અંગે નિર્વેદ અને નિર્ભ્રાંતિનો અનુભવ થયો હતો. જોકે એ સુધારો રાતોરાત સફળ થશે એવી એને ભ્રાંતિ ન હતી. એ સુધારાનું એણે નિકટથી યથાર્થ દર્શન કર્યું હતું :{{Poem2Close}}
<poem>
‘નથી સેન તૈયાર એક પણ વાતે હમણાં
નથી પ્રેમ ને નેમ, શૌર્યનાં તો છે સમણાં.’
</poem>
{{Poem2Open}}
સુધારાનું આંદોલન સક્રિય અને સફળ રહેવાનું હોય તો એ સમાજ, સંસ્કૃતિ અને ધર્મને હાનિરૂપ છે એવી એને શંકા હતી, એવો એને ભય હતો. એને એ સુધારાની નિરર્થકતા અને નિ:સારતાનો અનુભવ થયો હતો. એનામાં ઉચ્છેદક સુધારા પ્રત્યે દ્વેષ કે પૂર્વગ્રહ ન હતો, તો એનામાં સંરક્ષક સુધારાના સાધક તરીકે પ્રરક્ષકો(જડ રૂઢિચુસ્તો, પરંપરાગ્રસ્તો)ના જેવો અતીતરાગ પણ ન હતો. ઉત્તરજીવનમાં એ સંરક્ષક સુધારાના સાધક તરીકે સતત સક્રિય રહ્યો હતો. એથી, એ અર્થમાં, એ ‘હાર્યો જોદ્ધો’ ન હતો, હઠ્યો ન હતો. એ હઠે કે હારે એવો એ નામર્દ ન હતો, એ નર્મદ હતો.
ઉચ્છેદક સુધારો અને સંરક્ષક સુધારો – એ બંને સુધારામાં કેટલુંક સામ્ય હતું અને કેટલુંક અસામ્ય હતું. એમાં નિદાનમાં સામ્ય હતું, ચિકિત્સામાં અસામ્ય હતું. ચિકિત્સાનું સ્વરૂપ ભિન્નભિન્ન હતું. આ અર્થમાં સંરક્ષક સુધારો એ ઉચ્છેદક સુધારાના અનુસંધાનરૂપ હતો, એની પૂર્તિરૂપ હતો. એથી નર્મદે જ્યારે ઉચ્છેદક સુધારાનો પ્રતિકાર અને પ્રતિવાદ કર્યો ત્યારે જાણે કે એણે પોતાનો જ પ્રતિકાર અને પ્રતિવાદ કર્યો હતો. એ બંને સુધારાનો નાયક હતો. આમ, નર્મદે અને સૌ સુધારાવાદીઓએ સમાજ, સંસ્કૃતિ અને ધર્મનું જે નિદાન કર્યું હતું એ યથાર્થ હતું, પણ એની જે ચિકિત્સા હતી તે યથાર્થ ન હતી એવી ૧૮૬૫-૬૬ લગીમાં નર્મદની પૂર્ણ પ્રતીતિ હતી. એથી એનું માનસપરિવર્તન, વિચારપરિવર્તન થયું હતું. અને ૧૮૬૫-૬૬થી લગભગ આયુષ્યના અંત લગી એ સંરક્ષક સુધારાનો સાધક-ઉપાસક-ઉપદેશક રહ્યો હતો.
૧૮૮૨માં નવલરામે મણિલાલના ‘કાન્તા’ નાટકનું અવલોકન કર્યું હતું ત્યારે એમણે જે ઉચ્છેદક સુધારાનો નર્મદ નાયક હતો તે સુધારાને ‘દારુડિયો’ સુધારો કહ્યો હતો. નવલરામે એક જ વાક્યમાં સમગ્ર ઉચ્છેદક સુધારાનું સારસર્વસ્વ પ્રગટ કર્યું હતું, નવલરામનો એ સુધારા અંગેનો નિષ્કર્ષ હતો, કારણ કે એ સુધારામાં વધુ પડતો આવેગ અને આવેશ હતો, અતિરેક અને અભિનિવેશ હતો. એથી એ સુધારો અંતે વ્યભિચાર અને મદ્યપાનમાં વિરમ્યો હતો. એમાં એ સુધારાના નાયક તરીકે નર્મદનું પણ અર્પણ હતું.
નર્મદે આહ્વાન કર્યું હતું, ‘ચલોે હવે શું વાર લગાડો, ચલો પીવા માંડો.’ એક ગદ્યનિબંધમાં જાણે કે જાહેર એકરારરૂપે લખ્યું હતું, ‘હું દિલોજાન દોસ્તોમાં પિવું ખરો, નશા માટે નહીં રે, જરા લિજ્જત. એ ભાઈઓને ટેવ તેમનાથી અતડો ન રહેવા; અરે સાચું બોલાવો તો છાંટો ગળે ઉતરે તેમાં જ ભ્રષ્ટતા કે પાપ નથી તો, એ મ્હારૂં સુવિચારબળે બાંધેલું સ્વતંત્ર મત જાહેર કરવાને હું તો પિવું છ, કે બીજા સમઝુ પણ એવી એવી વ્હેમી ગુલામિયતમાંથી છૂટીને માણસાઈમાં આવે અને આ વ્હેમબદ્ધ દેશનો દહાડો ફરે.’ અને પછી ઉમેર્યું હતું, ‘હું જે કંઈ કરું છું, તે જાહેરમાં, સૌ જોવું હોય તો ક્યારે જોઈ લે તેટલું જ; જાહેરમાં બોલવું કંઈ, લોકમાં દેખાડ કરવો એક, ખાનગીમાં કરવું અન્ય, એ તો ઘોર અધર્મ અને વળી નીચ દંભ.’ વળી ‘વૈધવ્યચિત્ર’ કાવ્યમાં એણે વ્યવહારુ વાસ્તવવાદી તરીકે વિધવા સ્ત્રીઓના જીવનમાં વ્યભિચાર, અનીતિ અને એ માટેની ઉત્સુકતાનો પુરસ્કાર કર્યો હતો. ઉચ્છેદક સુધારાવાદીઓ માટે સુધારો એ જાણે કે યુરોપથી મુંબઈબંદરે કોઈ અપ્સરાના આગમન જેવો હતો. એમના મંડળમાં ઘીની જેમ દારૂ પીરસાતો હતો. એમાંના અનેક સભ્યો – કરસનદાસ સુધ્ધાં – એ રાતોરાત કરોડોની કમાણી કરવા શેરસટ્ટો ખેલ્યો હતો. નર્મદ સુરતનો લાલ, સુરતી લાલો, સુરતીઓનો સુરતી, એનામાં લાલાઈ, લાપરવાઈ હતી. વળી વ્યભિચારી, નશાખોર અને દંભી શિષ્યો અને મિત્રોના વર્તુળના કેન્દ્રસ્થાને હતો. એનાં પ્રેમકાવ્યોમાં મોટે ભાગે રસરુચિનો અભાવ હતો. ‘ડાંડિયો’ના ગદ્યનિબંધો – લેખોમાં એ ક્યારેક વધુ પડતી અસંસ્કારી ભાષામાં વધુ પડતો આક્રમક હતો. એનામાં શત્રુઓ સર્જવાની સુકોમળ કળા હતી. ‘હું લોકો માને છે એવો નથી તો મને લોકોની શી પરવા ?’ એવી એનામાં બેપરવાઈ હતી. આ સૌ કારણોના સરવાળારૂપે ઉચ્છેદક સુધારાના પુરસ્કર્તાઓએ એની લંપટ અને નશાખોર તરીકે નિંદા કરી હતી. આ સૌ કારણોથી લોકસ્મૃતિમાં એની એક મિથ્યા મૂર્તિ પ્રતિષ્ઠા પામી હતી. લોકમાનસમાં એનું કાંઈ પરિવર્તન થયું ન હતું. ડાહ્યા દલપતરામે પણ એનો ‘દુરાચારી વ્યભિચાર જો વિચારી’ એવો આક્ષેપપૂર્વકનો ઉપહાસ કર્યો હતો. (જોકે વીર નર્મદે પણ ‘શૂન્ય વિચારી ચોર તે દલપત પ્રસે વ્હાય’ એવો દલપતરામનો ઓછો ઉપહાસ કર્યો ન હતો.) આ નિંદા અને ઉપહાસમાં મુખ્યત્વે પૂર્વોક્ત લોકમાનસનો પ્રભાવ હતો. નર્મદમાં અખૂટ સર્જકતા હતી, અતૂટ પરિશ્રમ અને પુરુષાર્થ હતો. એ ઉદાર અને ઉત્સાહી હતો. આવો નર્મદ કદી એના નિંદકો અને ઉપહાસકો માને છે એવો અને એટલો અવિચારી, દુરાચારી, વ્યભિચારી હોય જ નહિ, એ એના નિંદકો અને ઉપહાસકોએ વિચારવાનું હોય.
નવલરામે નર્મદના પૂર્વજીવનના ઉચ્છેદક સુધારા અંગે ‘દારૂડિયો સુધારો’ એવું તહોમતનામું રજૂ કર્યું હતું, તેમ એમણે નર્મદના ઉત્તરજીવનના સંરક્ષક સુધારા અંગે બચાવનામું રજૂ કર્યું હતું. નર્મદના માનસપરિવર્તન, વિચારપરિવર્તન પછી એને જે સંરક્ષક સુધારાનું સત્ય પ્રાપ્ત થયું હતું, તે સુધારો તો સમકાલીન સમાજનાં અનેક દોષો, દૂષણો અને દુરિતોના સંદર્ભમાં મંદ ગતિથી જ સફળ થાય. ઉચ્છેદક સુધારામાં માટેનું ધૈર્ય કે વીર્ય નથી એવી શંકાને કારણે નર્મદે ઉચ્છેદક સુધારાનો ત્યાગ કર્યો હતો એવું નવલરામનું બચાવનામું હતું એમાં, અલબત્ત, અસત્ય નથી, પણ એમાં અર્ધસત્ય છે; સત્ય નથી, સત્યનો પડછાયો છે. એમાં સંરક્ષક સુધારાનું નકારાત્મક અર્થઘટન છે. નર્મદ પાટલીબદલુ છે, પક્ષપલટુ છે એવું ઉચ્છેદક સુધારાવાદીઓનું મંતવ્ય હતું એમાં પણ અર્ધસત્ય છે. એમાં અસ્તિવાચક મૂલ્યાંકન છે. નર્મદે ઉચ્છેદક સુધારાનો દ્રોહ કર્યો ન હતો, એની વિરુદ્ધ વિદ્રોહ કર્યો ન હતો. એમાં એની અર્વાચીન પ્રત્યેની પલાયનવૃત્તિ ન હતી, એનો પ્રાચીન પ્રત્યેનો અતીતરાગ ન હતો.
ઉચ્છેદક સુધારામાં પશ્ચિમનું બધું જ સારું અને પૂર્વનું બધું જ નરસું, પશ્ચિમનું બધું જ ઉત્તમ અને પૂર્વનું બધું જ અધમ, પશ્ચિમનું બધું જ ચડિયાતું અને પૂર્વનું બધું જ ઊતરતું એવું પૂર્વગ્રહપૂર્વકનું વલણ અને વર્તન હતું. નર્મદના સંરક્ષક સુધારામાં પૂર્વનું બધું જ સારું, અને પશ્ચિમનું બધું જ નરસું, પૂર્વનું બધું જ ઉત્તમ અને પશ્ચિમનું બધું જ અધમ, પૂર્વનું બધું જ ચડિયાતું અને પશ્ચિમનું બધું જ ઊતરતું એવું પક્ષપાતપૂર્વકનું વલણ અને વર્તન ન હતું. એમાં પશ્ચિમનું જે સારું છે તે સારું જ છે અને જે નરસું છે તે નરસું જ છે, પૂર્વનું જે નરસું છે તે નરસું જ છે અને જે સારું છે તે સારું જ છે, પશ્ચિમનું જે ઉત્તમ છે તે ઉત્તમ જ છે અને જે અધમ છે તે અધમ જ છે, પૂર્વનું જે અધમ છે તે અધમ જ છે અને જે ઉત્તમ છે તે ઉત્તમ જ છે, પ્રત્યેક અન્યથી ચડિયાતું કે ઊતરતું નથી એવું તર્કશુદ્ધ અને બુદ્ધિપૂત, સમુચિત અને સમતોલ વલણ અને વર્તન હતું. નર્મદે ઉચ્છેદક સુધારામાં જે વલણ અને વર્તન હતું તેનો પ્રતિકાર અને પ્રતિવાદ કર્યો હતો.
નર્મદને ઉચ્છેદક સુધારામાં કોઈ મૂળભૂત તત્ત્વની ઉપેક્ષા છે, કોઈ મૂળભૂત સત્ત્વની અવજ્ઞા છે અને એ તત્ત્વ કે સત્ત્વ છે ધર્મ એવી પ્રતીતિ હતી. એ સુધારામાં માત્ર સામાજિક અને રાજકીય સુધારાનું જ ધ્યેય હતું. એમાં નૈતિક અને આધ્યાત્મિક સુધારાનું ધ્યેય ન હતું. એથી એણે ધર્મના સંદર્ભમાં એ સુધારાને સુધારવાનો પરિશ્રમ અને પુરુષાર્થ કર્યો હતો. આમ, સંરક્ષક સુધારો એ ઉચ્છેદક સુધારાના અનુસંધાનરૂપ હતો, એની પૂર્તિરૂપ હતો. એમાં બંને સુધારાનું અસ્તિવાચક મૂલ્યાંકન હતું, હકારાત્મક અર્થઘટન હતું. આમ, નર્મદ સુધારકોનો સુધારક હતો. સંરક્ષક સુધારક તરીકે નર્મદ ઉચ્છેદક સુધારાવાદીઓ અને પ્રરક્ષકોમાં એકસરખો અપ્રિય અને અસ્વીકાર્ય હતો. વળી એને કોઈ શિષ્ય કે મિત્રનો સદ્ભાવ કે સહકાર પ્રાપ્ત થયો ન હતો. ઉચ્છેદક સુધારક તરીકે એ જેમ પ્રાર્થનાસમાજનો સભ્ય ન હતો તેમ સંરક્ષક સુધારક તરીકે એને આર્યસમાજ પ્રત્યે, આર્યસમાજના ધ્યેય પ્રત્યે સદ્ભાવ અને સમભાવ હતો છતાં એ આર્યસમાજનો સભ્ય થયો ન હતો, થયો હોત તો એના ઉત્તરજીવનમાં અસહ્ય આર્થિક સંકટ ન હોત! સંરક્ષક સુધારો એ નર્મદના જીવનનું સર્વશ્રેષ્ઠ સાહસ હતું, સાહસોનું સાહસ હતું. ઉચ્છેદક સુધારક તરીકે એનામાં જેટલી સચ્ચાઈ હતી એટલી જ સંરક્ષક સુધારક તરીકે એનામાં સચ્ચાઈ હતી. બંનેમાં એની એકસમાન બૌદ્ધિક પ્રામાણિકતા હતી. સંરક્ષક સુધારક તરીકે એને જે સત્યનું દર્શન થયું હતું એ સત્યમાં એ અડગ અને અણનમ રહ્યો હતો. એ સત્ય માટે એણે પૂરેપૂરી કિંમત ચૂકવી હતી. હવે એ એકલવાયો હતો.
સમાજ અને સંસ્કૃતિનું આમૂલ પરિવર્તન કરવું હોય તો સુધારામાં ધર્મનું પરિમાણ અનિવાર્ય છે એવી નર્મદની પ્રતીતિ હતી. ઉચ્છેદક સુધારામાં માત્ર સામાજિક અને રાજકીય પરિમાણ જ હતું, નૈતિક અને આધ્યાત્મિક પરિમાણ ન હતું. એથી નર્મદે પૂર્વના પ્રાચીન અને પશ્ચિમના અર્વાચીન સમાજ, એની સંસ્કૃતિ તથા એનાં ધર્મ અને જીવનમૂલ્યો આદિના ઇતિહાસનું વાચન, મનન અને ચિંતન કર્યું હતું.
પ્રાચીન યુગમાં પૂર્વના સમાજમાં ધર્મનું સાચું સ્વરૂપ અસ્તિત્વમાં હતું એનું નર્મદને દર્શન થયું અને એનું ધર્મનેત્ર ખૂલી ગયું. એના સંદર્ભમાં અર્વાચીન યુગમાં પૂર્વના સમાજમાં જડતા, નિષ્ક્રિયતા, અગતિશીલતા, અંધશ્રદ્ધા આદિને કારણે એનું વિરૂપ અને વિકૃત સ્વરૂપ અસ્તિત્વમાં હતું. એમાં જે કંઈ રહ્યુંસહ્યું સત્ત્વ હતું એનો હ્રાસ-નાશ કરવામાં ઉચ્છેદક સુધારો રચ્યોપચ્યો હતો. છતાં એમાં ધર્મનું સાચું સ્વરૂપ પુન: પ્રાપ્ત કરવું શક્ય છે અને એમ કરવું જોઈએ. ધર્મનું પુનરુત્થાન કરવું અનિવાર્ય છે, એવો નર્મદનો આગ્રહ હતો. પૂર્વના પ્રાચીન સમાજની સ્થાયી પ્રકૃતિ સત્ત્વગુણપ્રધાન હતી. પશ્ચિમના અર્વાચીન સમાજની સ્થાયી પ્રકૃતિ રજોગુણપ્રધાન છે. એથી એમાં અર્થ અને કામના પુરુષાર્થોનો મહિમા છે, ધર્મ અને મોક્ષના પુરુષાર્થોની મહત્તા નથી. એથી એમાં આત્મા અને હૃદયની મહત્તા નથી, તર્ક અને બુદ્ધિનો મહિમા છે. (‘I think and therefore I am’ – Descartes.) વળી પુનરુત્થાન પછી ૧૬મી સદીથી એમાં ધર્મનું, ધર્મસત્તાનું વર્ચસ્ નથી, રાજ્યનું – રાજ્યસત્તાનું વર્ચસ્ છે. સમાજ અને સંસ્કૃતિના કેન્દ્રમાં રાજ્ય છે – રાજ્યસત્તા છે. સમાજ અને સંસ્કૃતિ અંગે ન્યાય અને નિર્ણય કરવાની રાજ્યની, રાજ્યકર્તાની, રાજાની સત્તા છે. જાણે કે રાજ્ય એ જ રાષ્ટ્ર છે. એથી એ રાજ્ય રાષ્ટ્રવાદી રાજ્ય – nation state છે. એમાં રાષ્ટ્રપ્રેમથી વિશેષ તો રાષ્ટ્રવાદ છે. વળી પશ્ચિમમાં અર્વાચીન યુગમાં ભિન્નભિન્ન રાજ્યો છે. એથી રાજ્ય રાજ્ય વચ્ચે સર્વોચ્ચતા અને સર્વોપરિતા માટે સ્પર્ધા છે, દ્વેષ અને ઈર્ષ્યા છે. પ્રત્યેક રાજ્યને ધન અને સત્તા માટે લોભ અને સ્વાર્થ છે. એથી રાજ્ય-રાજ્ય વચ્ચે સંઘર્ષ છે, પરિણામે યુદ્ધ અને હિંસા છે. એમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના નથી, ‘એકનીડમ્’નો આદર્શ નથી. તો આ હતું પશ્ચિમના આધુનિક યુગના – એટલે કે એના સમયના – સમાજનું દર્શન.
ઉચ્છેદક સુધારામાં પશ્ચિમના આ અર્થ અને કામના પુરુષાર્થનો અને એ સિદ્ધ કરવાની એની નીતિરીતિનો મોહવ્યામોહ હતો, એનું અનુકરણ અને અનુસરણ હતું. સુધારામાં માત્ર અર્થ અને કામનો જ પુરુષાર્થ તો નહિ જ, એ સિદ્ધ કરવા પશ્ચિમની સામાજિક અને રાજકીય નીતિરીતિનો જ મહિમા નહિ, પણ ધર્મ અને મોક્ષના પુરુષાર્થનો અને એ સિદ્ધ કરવા પૂર્વની મૌલિક એવી નૈતિક અને આધ્યાત્મિક નીતિરીતિની મહત્તા પણ હોવી જ જોઈએ એવી નર્મદની દૃઢ માન્યતા હતી. એથી એણે ઉચ્છેદક સુધારાનો પ્રતિકાર અને પ્રતિવાદ કર્યો હતો અને આયુષ્યના અંત લગી એ સંરક્ષક સુધારાનો સાધક-ઉપાસક અને ઉપદેશક રહ્યો હતો.
પશ્ચિમના આધુનિક યુગના સમાજમાં રાજ્યનું, રાજ્યસત્તાનું, રાજ્યકર્તાની – રાજાની સાર્વભૌમ સત્તાનું વર્ચસ્ હતું કારણ કે એના રાજ્યતંત્રમાં ક્યાંય ઉચ્ચાવચતાક્રમનું, ધર્મપુરુષો અને શ્રીમંતોનું, જ્ઞાતિઓ અને મહાજનોનું અસ્તિત્વ ન હતું. એથી નર્મદના સંરક્ષક સુધારામાં ઉચ્ચાવચતાક્રમ, બ્રાહ્મણો, કર્મકાંડ, શાસ્ત્રો, મૂર્તિપૂજા આદિ પ્રતિગામી અને પ્રગતિવિરોધી મૂલ્યોને સ્થાન હતું.
જીવન સતત ગતિશીલ, પરિવર્તનશીલ છે. એથી સુધારો એ એક સતત ગતિશીલ, પરિવર્તનશીલ પ્રક્રિયા છે. કોઈ પણ સુધારો – ઉચ્છેદક કે સંરક્ષક – સ્થાયી નથી, નિત્ય નથી. કોઈ પણ સુધારો સુધારાવાદીઓની વ્યાખ્યામાં સીમિત નથી, પરિસીમિત નથી. આજે ઉચ્છેદક અને સંરક્ષક બંને સુધારા કાલગ્રસ્ત છે. વળી આજનો સુધારો આવતી કાલે કાલગ્રસ્ત હશે અને આવતી કાલનો સુધારો – બલકે સુધારાઓ દૂર-સુદૂરના ભવિષ્યમાં સમગ્ર મનુષ્યજાતિમાં વૈશ્વિક માનવતાવાદ અસ્તિત્વમાં આવશે ત્યાં લગી કાળગ્રસ્ત થયા કરશે. આ છે સૌ સુધારાઓનો બોધપાઠ.
નર્મદ ભલે મહાપુરુષ ન હતો, તો એ ‘ઘરદીવડું’ પણ હતો; એ યુગપુરુષ હતો. એના યુગનું એક પ્રબળ અને પ્રચંડ પરિબળ હતો, એક નવનવોન્મેષશાળી પ્રસ્થાનકાર હતો, એક અડગ અને અણનમ અગ્રયાયી હતો. એની સચ્ચાઈ, એનું સાહસ, એની અસ્મિતા, એનું વ્યક્તિત્વ અનન્ય અને અસાધારણ. એ કારણે એ ગુજરાતના સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક ઇતિહાસમાં અવિસ્મરણીય રહેશે.
{{Poem2Close}}
{{Poem2Close}}