શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૩. તું ઊંડાણમાંથી આવે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 35: | Line 35: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૭૨. અંદર એવાં મળ્યાં... | ||
|next = ૭૪. સ્વરસપ્તક | |next = ૭૪. સ્વરસપ્તક | ||
}} | }} |
Latest revision as of 09:17, 15 July 2022
૭૩. તું ઊંડાણમાંથી આવે
તું ઊંડાણમાંથી આવે
ને ઊંચાણમાં લઈ જાય;
તું પથ્થરમાંથી પ્રગટે
ને પ્હાડ ઉપર લઈ જાય! …
તું વાવે એક જ બિન્દુ
ને મબલખ મોતી થાય;
તું એક જ કૂંપળ કાઢે
ને ઘટા અહીં ઘેરાય!
તું કંકર લઈને આવે
ને શંકર સોંપી જાય! –
તું અંદર કમળ ઉઘાડે
ને પિંડે થાય પ્રભાત;
તું એવો ટહુકો છાંટે
કે મઘમઘ વસંત-વાત!
તું મૌને ઝબાક ઝબકે
ને ગીત પેટવી જાય! –
આ તારી એક જ ચાવી,
અહીં બધાય ખોલે સંચ;
આ તારી મળે નજર ને
અહીં મધુરજનીનો મંચ!
તું એ વેણુ થઈ વાય
કે કૃષ્ણ કૃષ્ણ સૌ થાય! –
(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૮૨)