કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૮. સમય તો...: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(અગિયાર દરિયા, પૃ. ૨૮)}}
{{Right|(અગિયાર દરિયા, પૃ. ૨૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૭. કશું હોય ના...
|next = ૨૯. ઇચ્છાનું તોરણ...
}}

Latest revision as of 15:16, 17 July 2022

૨૮. સમય તો...


         સમય તો નદી છે વહ્યે જાય છે,
         આ શબ્દોને શું છે કે અમળાય છે?
         ગણું છું યુગોથી ને ભૂલો પડું
         ઘડી બે ઘડી ક્યાં પૂરી થાય છે!
         છે એવો અનુભવ કે ખસતો નથી
         હું ચાલું તો રસ્તાઓ લંબાય છે
         છે આંસુ ને આઘેથી મોળું રહે
         ને અડકો તો દરિયો ઉલેચાય છે.
         મને માર્ગમાં એક મીંડું મળ્યું
         અને વાત અહીંયાં પૂરી થાય છે.

*

         અને વાત અહીંથી શરૂ થાય છે.
૧૬-૦૫-૮૫
(અગિયાર દરિયા, પૃ. ૨૮)