કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૬. કાવડિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬. કાવડિયો|}} <poem> કોઈ નર કાળ-કાંધ પે ચડિયો, રે કોઈ કરમધરમનો...")
 
No edit summary
 
Line 12: Line 12:
લીલા વાંસ જેવું જોબનિયું કોક જાય છે કોરીઃ
લીલા વાંસ જેવું જોબનિયું કોક જાય છે કોરીઃ
{{Space}} મનખો માયાનો માવડિયો. — કોઈo
{{Space}} મનખો માયાનો માવડિયો. — કોઈo
કોઈ શેઠિયો, કોઈ વેઠિયો, કોઈ કાંગલો કાંપે,
કોઈ શેઠિયો, કોઈ વેઠિયો, કોઈ કાંગલો કાંપે,
ભુલામણીમાં વાયલ ભટકે જનમમરણને ઝાંપેઃ
ભુલામણીમાં વાયલ ભટકે જનમમરણને ઝાંપેઃ
{{Space}} વસમો ભવમારગ ઝાકળિયો. — કોઈo
{{Space}} વસમો ભવમારગ ઝાકળિયો. — કોઈo
કરમધરમનાં મૃગજલ છલકે જડ-જંગમને હાંડે,
કરમધરમનાં મૃગજલ છલકે જડ-જંગમને હાંડે,
પરમ પિયાસી ભરમ પિછાણી આગે ચાલવા માંડેઃ
પરમ પિયાસી ભરમ પિછાણી આગે ચાલવા માંડેઃ
{{Space}} અમથો રચેપચે આંધળિયો. — કોઈo
{{Space}} અમથો રચેપચે આંધળિયો. — કોઈo
ભવનીંદરમાં ભમે બ્હાવરા ગલીગલી સપનાંની,
ભવનીંદરમાં ભમે બ્હાવરા ગલીગલી સપનાંની,
સતિયો નર નાણે છે એના ફેલ-ભરમને ફાનીઃ
સતિયો નર નાણે છે એના ફેલ-ભરમને ફાનીઃ
{{Space}} વીંઝે ભ્રમણાપથ વાદળિયો. — કોઈo
{{Space}} વીંઝે ભ્રમણાપથ વાદળિયો. — કોઈo
મોંસૂઝણામાં મારગ કાપે, પૂગે ગેબ-સીમાડે,
મોંસૂઝણામાં મારગ કાપે, પૂગે ગેબ-સીમાડે,
તદાકાર થઈ ચગે આતમા અનંતની ટગડાળેઃ
તદાકાર થઈ ચગે આતમા અનંતની ટગડાળેઃ
{{Space}} ચમકે ચેતનની પાંદડીઓ. — કોઈ.
{{Space}} ચમકે ચેતનની પાંદડીઓ. — કોઈ.
ચિદાનંદમાં મગન મરણિયો સુભટ ઝૂઝતો ખાંડે,
ચિદાનંદમાં મગન મરણિયો સુભટ ઝૂઝતો ખાંડે,
કરે ઘાવ પર ઘાવ આગવો આજકાલને કાંડેઃ
કરે ઘાવ પર ઘાવ આગવો આજકાલને કાંડેઃ

Latest revision as of 09:49, 19 July 2022

૨૬. કાવડિયો



કોઈ નર કાળ-કાંધ પે ચડિયો,
રે કોઈ કરમધરમનો કાવડિયો.

બાલપણું બેફિકર, બુઢાપે જોર કરે કમજોરી;
લીલા વાંસ જેવું જોબનિયું કોક જાય છે કોરીઃ
          મનખો માયાનો માવડિયો. — કોઈo

કોઈ શેઠિયો, કોઈ વેઠિયો, કોઈ કાંગલો કાંપે,
ભુલામણીમાં વાયલ ભટકે જનમમરણને ઝાંપેઃ
          વસમો ભવમારગ ઝાકળિયો. — કોઈo

કરમધરમનાં મૃગજલ છલકે જડ-જંગમને હાંડે,
પરમ પિયાસી ભરમ પિછાણી આગે ચાલવા માંડેઃ
          અમથો રચેપચે આંધળિયો. — કોઈo

ભવનીંદરમાં ભમે બ્હાવરા ગલીગલી સપનાંની,
સતિયો નર નાણે છે એના ફેલ-ભરમને ફાનીઃ
          વીંઝે ભ્રમણાપથ વાદળિયો. — કોઈo

મોંસૂઝણામાં મારગ કાપે, પૂગે ગેબ-સીમાડે,
તદાકાર થઈ ચગે આતમા અનંતની ટગડાળેઃ
          ચમકે ચેતનની પાંદડીઓ. — કોઈ.

ચિદાનંદમાં મગન મરણિયો સુભટ ઝૂઝતો ખાંડે,
કરે ઘાવ પર ઘાવ આગવો આજકાલને કાંડેઃ
          મલકે અનહદની આંખડીઓ. — કોઈo
(દીપ્તિ, પૃ. ૪૦)