ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીકુ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કીકુ-૧'''</span> [ઈ.૧૬મી સદી મધ્યભાગ સુધીમાં] : આખ્ય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કીકુ | ||
|next = | |next = કીરત_સૂરિ_કીર્તિ | ||
}} | }} |
Latest revision as of 07:56, 3 August 2022
કીકુ-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ સુધીમાં] : આખ્યાનકવિ. ગોદાસુત. અવટંકે વસહી. ગણદેવીનિવાસી. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. વ્યવસાયે ખેડૂત. તેમનું ‘બાલ-ચરિત્ર/કૃષ્ણ-ચરિત્ર’ (લે.ઈ.૧૫૪૪ના અરસામાં) ૬૩૦ કડીઓનું, દુહા-ચોપાઈબંધનું, કૃષ્ણલીલાનાં કેટલાંક રુચિકર ચિત્રણો ધરાવતું કાવ્ય છે. ૬૦ છપ્પાની ‘અંગદવિષ્ટિ’ (મુ.) થોડાક છપ્પાઓમાં રાવણ અને અંગદ વચ્ચેના સંવાદનું અસરકારક આલેખન કરી, રામરાવણયુદ્ધનું પણ જુસ્સાદાર વર્ણન કરે છે. શમળની ‘અંગદવિષ્ટિ’ પૂર્વેની આ કૃતિ વીરરસની નોંધપાત્ર કૃતિ બની છે. કૃતિ : બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૨૩- ‘અંગદવિષ્ટિ’, સં. હરિનારાયણ આચાર્ય. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. નયુકવિઓ; ૪. ગૂહાયદી.[ચ.શે.]