કાવ્યમંગલા/સતિયાજન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
સૂના અંતરમાં આગો તે સળગે ને ભડકી ભૂતાવળ ભાગે, | સૂના અંતરમાં આગો તે સળગે ને ભડકી ભૂતાવળ ભાગે, | ||
નવલી ફૂટે એને આંખો ને પાંખો, અંગે અંગે જ્યોત જાગે. | નવલી ફૂટે એને આંખો ને પાંખો, અંગે અંગે જ્યોત જાગે. | ||
::::::::: સતિયા... | ::::::::::::: સતિયા... | ||
સંકટકાંટાની એની પથારી ને અપયશફુલડાંની માળા, | સંકટકાંટાની એની પથારી ને અપયશફુલડાંની માળા, |
Revision as of 10:14, 15 September 2022
સતિયાજન
સતિયા જન રે હો, સતની શૂળીએ વીંધાય
રૂડા રંગમાં રંગાય,
એના ગુણ રે હો, ક્યમ રે ગવાય ! ધ્રુવ...
સૂના અંતરમાં આગો તે સળગે ને ભડકી ભૂતાવળ ભાગે,
નવલી ફૂટે એને આંખો ને પાંખો, અંગે અંગે જ્યોત જાગે.
સતિયા...
સંકટકાંટાની એની પથારી ને અપયશફુલડાંની માળા,
મોહમમતને હોમી હોમી એ તો પ્રગટાવે ત્યાગની જ્વાળા.
સતિયા...
પ્રેમદયાના પાયા ઉપર એ સતનાં મંદિરિયાં ચણાવે,
જ્ઞાનના ઘંટ ગજાવી પ્રભુને પગલું દેવાને મનાવે.
સતિયા...
વૈરાગની વડલાડાળે બાંધે એ કાયાનો કર્મહિંડોળો,
અંગો ધોળે એ તો અંતર વલોવે, પાપીને પાથરે ખોળો.
સતિયા...
ચંદ્ર શો શીતળ, તીખો સૂરજ શો, પ્રેમપ્રતાપનો ગોળો,
એવા રે સતિયાને પગલે આ પૃથ્વીમાં કરુણાની ઊછળે છોળો.
સતિયા...
(૩૦ ઓગસ્ટ, ૧૯૩૨)