વસુધા/ટિપ્પણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 65: Line 65:
પૃo ૧૪૦ કર્ણ: પૂરું થયું. તા. ૫-૭–૩૮. ઈદની નોંધ દરેક ખંડ-વાર જૂદી મૂકી છે. ખંડ ૧, છંદઃ ૧-૨, ૨૩-૨૪ અનુષ્ટુપ. ૩-૬, ૧૧-૧૪, રથોદ્ધતા. ૭-૧૦, ૧૯-૧૨, મિશ્ર ઉપજાતિ. ૧૫–૧૯, દ્રુતવિલંબિત. પેટીમાં પુરાયેલું કુન્તાનું પ્રથમ બાળક નદીમાં વહેતું વહેતું સૂતને મળે છે તે પ્રસંગ. ૧, ભર્ગ–કિરણ. ૨, મનુપદ્મ-માનવરૂપી કમળ. ૩, પદ્મનો પિતા-સૂર્ય. ૪, વૃન્તથી ચ્યુત-ડાંખળીએથી ખરેલા. ૫, જે પદ્મ નિજ અંશુ—કિરણથી ખીલ્યું હતું. કર્ણ સૂર્યનો પુત્ર હતા. ૧૨, કાષ્ઠપુટ-પેટી. ૧૩, તમ–અંધારું, ૧૩, અસુત સૂત-પુત્ર-વગરનો સારથિ. ૧૮, શિશુ-કર્ણ, શિશત્સુક દગપદ્મ-શિશુ માટે ઉત્સુક એવી સારથિપત્ની રાધાની આંખો. ખંડ ૨, છંદઃ ૨૫–૨૬, અનુષ્ટુપ, ૨૯-૩૦, વૈતાલીય. ૩૧-૫૪ રથોદ્ધતા. ૨૬, કૌન્તેય-કુન્તાના પુત્રો. ૨૮, ભવાહવ—ભવરૂપી આહવ–સમરાંગણ. ૩૦, અભિજાત-ખાનદાન. ૩૧-૩૪, દૈવે રચેલી અકુલીનતાના શ્યામ તારમાં પુરુષાર્થનાં ઝળકતાં કાર્યોની ભાત ગૂંથી કર્ણે અપૂર્વ જીવનકિનખાબ વણ્યો. ૩૮, ચાપ–ધનુષ. ૩૯, અધિપ-રાજા. ૪૪, ક્ષત્ર-ક્ષત્રિય. ૫૧–૫૪, દ્રૌપદીએ તે અર્જુનની કુલીનતા જોઈ આંધળિયાં કર્યા. પણ વીર્યશ્રી અર્જુન કે કર્ણ બેમાંથી એકેની પસંદગી ઉતાવળથી ન કરી શકી. છેવટે કર્ણ અર્જુનના હાથે મરાયો ત્યારે જ અર્જુનની વીર્યવત્તા વધારે સમજી તેને તેણે પસંદ કર્યો. ખંડ ૩, છંદ અનુટુપ, દુતવિલંબિત. પપ, કાન્તાર જંગલ. ૫૭, સૂર્યનો ખંડ ૪, છંદઃ અનુષ્ટુપ, રથોદ્ધતા. ૭૮, ધરથી–મૂળથી. ૮૭, વિમર્શ–ચિંતન. ૭૮, ટૂંક-ટોચ, શિખર. ૮૯, તાતદત્ત-સૂર્યો આપેલાં. ૯૧, અવધ્ય અવિજેય-વધ ન કરાય, જીતાય નહિ તેવો કવચ અને કુંડળને લીધે. ૯૫, ઇન્દ્ર. ખંડ ૫, છંદઃ અનુષ્ટુપ, શાલિની. ૯૯, વસુષેણ-કર્ણ. ૧૦૧, ઇન્દ્ર યાચવા આવે છે. ૧૦૩, ઉત્તરાતો, ઇન્દ્રથી. ૧૦૪, તનુત્ર–બખતર. ૧૦૬, છન્ન-છૂપું. ૧૦૯, સ્વયં હિ–પોતે જ. ૧૧૦, ધ્રુવં હિ-જરૂર જ. ૧૧૧, શક્તિ-એક પ્રકારનું અસ્ત્ર. ૧૧૫, રક્ષણે-કવચ અને કુંડળ. ખંડ ૬-૭-૮, છંદઃ અનુષ્ટુપ અને રચોદ્ધતા. ૧૩૧-૧૩૪, પ્રલોભનોનું વર્ણન. ૧૬૨, જયા–પણછ. ૧૭૪, કૃતાન્ત-કાળ. ૧૮૭, ધર્મછળ-ધમેં કરેલું છળ : નરો વા કુંજરો વા. ૧૯૧-૧૯૨, ઈન્દ્રે આપેલી શક્તિ તો વાપરી નખાવી જ જોઈએ. એ પિતા ઉપર વાપરવા માટે ઘટોત્કચે કર્ણને માયાવી યુદ્ધથી લાચાર કરી દીધો. ૧૯૪, સારથ્ય–સારથિપણું ૨૦૦, શલ્ય. ૨૦૪, ત્રાણ–અસ્ત્ર કવચ, ઇન્દ્રની શક્તિ. ૨૦૫, સાથી-શલ્ય ૨૨૨, દુઃખજેય-દુર્જય. ૨૨૬, દ્યૌધરા-આકાશ અને પૃથ્વી. ખંડ ૯, છંદઃ ૨૨૭-૨૮, અનુષ્યપ. ૨૨૯-૩૨, રદ્ધતા. ૨૩૭, મન્દાક્રાન્તા, વચ્ચે એક લઘુ વધારેલી. બાકીની મિશ્ર ઉપજાતિ. ૨૩૬, કાન લગી પણછ ખેંચી બળવાન કર્ણે શર છોડ્યું. ૨૩૯, ઉલકા-તારો. ૨૪૩, કૃષ્ણ સર્વજ્ઞ હતા તેથી જ તે કર્ણના શર પર બેઠેલા નાગને જાણી ગયા. બાકી તે વાતની કોઈને ખબર ન હતી. ૨૫૧, રામ-પરશુરામ. ૨૬૨, વ્યાલી–સર્પિણી. ર૭૨–૭૪, કૃષ્ણની વાણી. એકાંતિકા–સર્વદા. ૨૮૨, નિષંગ-ભાથુ. ૨૮૫, ઊર્જિત-મહા બળવાન, ભવ્ય. ખંડ ૧૦, છંદઃ ૨૯૨-૩૦૧, ૩૪૩–૩૪૯, અનુષ્ટુપ, ૩૩૯-૩૪૨, વૈતાલીય, બાકીના મિશ્ર ઉપજાતિ. ૩૪૫, જય-મહાભારત અને વિજય બંને અર્થમાં, પાંડવોને વિજય પણ તારે લીધે થયો, મહાભારત પણ તે જ સર્જ્યું.
પૃo ૧૪૦ કર્ણ: પૂરું થયું. તા. ૫-૭–૩૮. ઈદની નોંધ દરેક ખંડ-વાર જૂદી મૂકી છે. ખંડ ૧, છંદઃ ૧-૨, ૨૩-૨૪ અનુષ્ટુપ. ૩-૬, ૧૧-૧૪, રથોદ્ધતા. ૭-૧૦, ૧૯-૧૨, મિશ્ર ઉપજાતિ. ૧૫–૧૯, દ્રુતવિલંબિત. પેટીમાં પુરાયેલું કુન્તાનું પ્રથમ બાળક નદીમાં વહેતું વહેતું સૂતને મળે છે તે પ્રસંગ. ૧, ભર્ગ–કિરણ. ૨, મનુપદ્મ-માનવરૂપી કમળ. ૩, પદ્મનો પિતા-સૂર્ય. ૪, વૃન્તથી ચ્યુત-ડાંખળીએથી ખરેલા. ૫, જે પદ્મ નિજ અંશુ—કિરણથી ખીલ્યું હતું. કર્ણ સૂર્યનો પુત્ર હતા. ૧૨, કાષ્ઠપુટ-પેટી. ૧૩, તમ–અંધારું, ૧૩, અસુત સૂત-પુત્ર-વગરનો સારથિ. ૧૮, શિશુ-કર્ણ, શિશત્સુક દગપદ્મ-શિશુ માટે ઉત્સુક એવી સારથિપત્ની રાધાની આંખો. ખંડ ૨, છંદઃ ૨૫–૨૬, અનુષ્ટુપ, ૨૯-૩૦, વૈતાલીય. ૩૧-૫૪ રથોદ્ધતા. ૨૬, કૌન્તેય-કુન્તાના પુત્રો. ૨૮, ભવાહવ—ભવરૂપી આહવ–સમરાંગણ. ૩૦, અભિજાત-ખાનદાન. ૩૧-૩૪, દૈવે રચેલી અકુલીનતાના શ્યામ તારમાં પુરુષાર્થનાં ઝળકતાં કાર્યોની ભાત ગૂંથી કર્ણે અપૂર્વ જીવનકિનખાબ વણ્યો. ૩૮, ચાપ–ધનુષ. ૩૯, અધિપ-રાજા. ૪૪, ક્ષત્ર-ક્ષત્રિય. ૫૧–૫૪, દ્રૌપદીએ તે અર્જુનની કુલીનતા જોઈ આંધળિયાં કર્યા. પણ વીર્યશ્રી અર્જુન કે કર્ણ બેમાંથી એકેની પસંદગી ઉતાવળથી ન કરી શકી. છેવટે કર્ણ અર્જુનના હાથે મરાયો ત્યારે જ અર્જુનની વીર્યવત્તા વધારે સમજી તેને તેણે પસંદ કર્યો. ખંડ ૩, છંદ અનુટુપ, દુતવિલંબિત. પપ, કાન્તાર જંગલ. ૫૭, સૂર્યનો ખંડ ૪, છંદઃ અનુષ્ટુપ, રથોદ્ધતા. ૭૮, ધરથી–મૂળથી. ૮૭, વિમર્શ–ચિંતન. ૭૮, ટૂંક-ટોચ, શિખર. ૮૯, તાતદત્ત-સૂર્યો આપેલાં. ૯૧, અવધ્ય અવિજેય-વધ ન કરાય, જીતાય નહિ તેવો કવચ અને કુંડળને લીધે. ૯૫, ઇન્દ્ર. ખંડ ૫, છંદઃ અનુષ્ટુપ, શાલિની. ૯૯, વસુષેણ-કર્ણ. ૧૦૧, ઇન્દ્ર યાચવા આવે છે. ૧૦૩, ઉત્તરાતો, ઇન્દ્રથી. ૧૦૪, તનુત્ર–બખતર. ૧૦૬, છન્ન-છૂપું. ૧૦૯, સ્વયં હિ–પોતે જ. ૧૧૦, ધ્રુવં હિ-જરૂર જ. ૧૧૧, શક્તિ-એક પ્રકારનું અસ્ત્ર. ૧૧૫, રક્ષણે-કવચ અને કુંડળ. ખંડ ૬-૭-૮, છંદઃ અનુષ્ટુપ અને રચોદ્ધતા. ૧૩૧-૧૩૪, પ્રલોભનોનું વર્ણન. ૧૬૨, જયા–પણછ. ૧૭૪, કૃતાન્ત-કાળ. ૧૮૭, ધર્મછળ-ધમેં કરેલું છળ : નરો વા કુંજરો વા. ૧૯૧-૧૯૨, ઈન્દ્રે આપેલી શક્તિ તો વાપરી નખાવી જ જોઈએ. એ પિતા ઉપર વાપરવા માટે ઘટોત્કચે કર્ણને માયાવી યુદ્ધથી લાચાર કરી દીધો. ૧૯૪, સારથ્ય–સારથિપણું ૨૦૦, શલ્ય. ૨૦૪, ત્રાણ–અસ્ત્ર કવચ, ઇન્દ્રની શક્તિ. ૨૦૫, સાથી-શલ્ય ૨૨૨, દુઃખજેય-દુર્જય. ૨૨૬, દ્યૌધરા-આકાશ અને પૃથ્વી. ખંડ ૯, છંદઃ ૨૨૭-૨૮, અનુષ્યપ. ૨૨૯-૩૨, રદ્ધતા. ૨૩૭, મન્દાક્રાન્તા, વચ્ચે એક લઘુ વધારેલી. બાકીની મિશ્ર ઉપજાતિ. ૨૩૬, કાન લગી પણછ ખેંચી બળવાન કર્ણે શર છોડ્યું. ૨૩૯, ઉલકા-તારો. ૨૪૩, કૃષ્ણ સર્વજ્ઞ હતા તેથી જ તે કર્ણના શર પર બેઠેલા નાગને જાણી ગયા. બાકી તે વાતની કોઈને ખબર ન હતી. ૨૫૧, રામ-પરશુરામ. ૨૬૨, વ્યાલી–સર્પિણી. ર૭૨–૭૪, કૃષ્ણની વાણી. એકાંતિકા–સર્વદા. ૨૮૨, નિષંગ-ભાથુ. ૨૮૫, ઊર્જિત-મહા બળવાન, ભવ્ય. ખંડ ૧૦, છંદઃ ૨૯૨-૩૦૧, ૩૪૩–૩૪૯, અનુષ્ટુપ, ૩૩૯-૩૪૨, વૈતાલીય, બાકીના મિશ્ર ઉપજાતિ. ૩૪૫, જય-મહાભારત અને વિજય બંને અર્થમાં, પાંડવોને વિજય પણ તારે લીધે થયો, મહાભારત પણ તે જ સર્જ્યું.
પૃo ૧૫૬ બુર્ખાનો ઉપકારઃ તા. ૧૮-૫-૩૮, છંદ મિશ્ર ઉપજાતિ. ૧, અવગુણ્ઠન-બુરખો. ૧૨, રુદ્ર-બુરખામાં ઢંકાયેલું મુખ અતિ વિરૂપ એટલે કે રુદ્રરૂપી હતું. સૌન્દર્ય પ્રાપ્ત ન થતાં જે વિષ હમેશાં જન્મતું તેને એ મુખની વિરૂપતા પી ગઈ અર્થાત્ બુરખા પાછળનાં મોઢાં જોવાની લાલસા ચાલી ગઈ. ૧૪, શેખર–શિખર. પૃ. ૧૫૭ વેશ્યાઃ તા. ૨૨-૧૦-૩૭. છંદઃ અનુષ્યપ. ૬, કામના દગ્ધ-કામવાસનાથી બળેલી.
પૃo ૧૫૬ બુર્ખાનો ઉપકારઃ તા. ૧૮-૫-૩૮, છંદ મિશ્ર ઉપજાતિ. ૧, અવગુણ્ઠન-બુરખો. ૧૨, રુદ્ર-બુરખામાં ઢંકાયેલું મુખ અતિ વિરૂપ એટલે કે રુદ્રરૂપી હતું. સૌન્દર્ય પ્રાપ્ત ન થતાં જે વિષ હમેશાં જન્મતું તેને એ મુખની વિરૂપતા પી ગઈ અર્થાત્ બુરખા પાછળનાં મોઢાં જોવાની લાલસા ચાલી ગઈ. ૧૪, શેખર–શિખર. પૃ. ૧૫૭ વેશ્યાઃ તા. ૨૨-૧૦-૩૭. છંદઃ અનુષ્યપ. ૬, કામના દગ્ધ-કામવાસનાથી બળેલી.
પૃo ૧૫૮ દર્દ દુર્ઘટઃ તા. ૨૩-૫-૩૪. છંદઃ અનુષ્ટુપ. ૮, સુશ્રીક-સુન્દર સૌન્દર્યવાળા.
'''પૃo ૧૫૮ દર્દ દુર્ઘટઃ તા. ૨૩-૫-૩૪. છંદઃ''' અનુષ્ટુપ. ૮, સુશ્રીક-સુન્દર સૌન્દર્યવાળા.
પૃ૦ ૧૫૯ બૅન્કનો શરાફઃ તા. ૨૬-૮-૩૮. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧૩, કંકાલ-હાડપિંજર. ૨૦, મઝધાર–મધ દરિયામાં.
'''પૃ૦ ૧૫૯ બૅન્કનો શરાફઃ તા. ૨૬-૮-૩૮. છંદઃ''' મિશ્ર ઉપજાતિ. ૧૩, કંકાલ-હાડપિંજર. ૨૦, મઝધાર–મધ દરિયામાં.
પૃo ૧૬૫ અહીં તા. ૧૬-૧–૩૪. છંદઃ ૧-૧૨, શિખરિણી. ૧૩–૧૪, પૃથ્વી. ૧, મબલખ–પુષ્કળ. ૨-૮, સ્નાની રમણાનું વર્ણન. ૮, આ આછું સૌમ્ય તેજ અંધારાને પણ વધુ રમણીય કરે છે.
પૃo ૧૬૫ અહીં તા. ૧૬-૧–૩૪. છંદઃ ૧-૧૨, શિખરિણી. ૧૩–૧૪, પૃથ્વી. ૧, મબલખ–પુષ્કળ. ૨-૮, સ્નાની રમણાનું વર્ણન. ૮, આ આછું સૌમ્ય તેજ અંધારાને પણ વધુ રમણીય કરે છે.
પૃo ૧૬૬ પ્રદીપની અંગુલિએ : તા. ૨૧-૧-૩૪, છંદઃ લાંબી પંક્તિઓ અનુષ્ટુપ, બાકીની મિશ્ર ઉપજાતિ. ૧, દુર્ગ જેલની દીવાલો. જેલ બહારના જગતનો અમુક રીતે તે સ્પર્શ રહે છે. ૩૩-૩૪, રાત્રે બરાકોમાં પુરાતી વેળાએ બંધનનું સ્મરણ થાય છે, જગતનો વિયોગ અનુભવાય છે. ૫૪, અનર્ગલ–અર્ગલ-રૂકાવટ વિના.
પૃo ૧૬૬ પ્રદીપની અંગુલિએ : તા. ૨૧-૧-૩૪, છંદઃ લાંબી પંક્તિઓ અનુષ્ટુપ, બાકીની મિશ્ર ઉપજાતિ. ૧, દુર્ગ જેલની દીવાલો. જેલ બહારના જગતનો અમુક રીતે તે સ્પર્શ રહે છે. ૩૩-૩૪, રાત્રે બરાકોમાં પુરાતી વેળાએ બંધનનું સ્મરણ થાય છે, જગતનો વિયોગ અનુભવાય છે. ૫૪, અનર્ગલ–અર્ગલ-રૂકાવટ વિના.

Revision as of 08:54, 10 October 2022

ટિપ્પણ

[કાવ્યના ટિપ્પણની શરૂઆતમાં તે કાવ્ય જે પૃષ્ઠથી શરૂ થાય છે તેના અંક મૂક્યો છે. ટિપ્પણની અંદર મૂકેલા આંકડા કાગ્યની પંક્તિની સંખ્યાને અંક સૂચવે છે.] પૃo ૧ અહો પૃથ્વીમૈયાઃ તા. ૨૩-૧૦-૩૫. છંદ ૧થી ૧૪ શિખરિણી, ૧૫–૧૬ સ્ત્રગ્ધરા. ૧, સુવરણી કિરણપગથી – સૂર્યની આસપાસના પરિક્રમણની કક્ષા. ૬, પ્રકૃતિ અટવી–પ્રકૃતિનું અરણ્ય. ૭, ગુહ્યતમને–અત્યંત ગુહ્યને. ૮, સુપને-સ્વપ્નમાં, જેમાં આ શબ્દ ખાસ વપરાય છે. પૃo ૩ ઉષાના આગારેઃ તા. ૨૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૧ આગાર–આવાસ. સુતેલા, વિનવતા, પતવતાનો કર્તા રવિરાજા. ૫. અત-જગતના શાશ્વત સત્યપ્રતિષ્ઠ નિયમો. ૫-૮ સૂર્યોદયની અસર. ૧૨, મસ-અત્યંત, ઘણું. ૧૪, ભૉ-ડર. પ્રo ૬ તુજ પગલીઃ તા૧૮-૧-૨૮, ૧૦, કરત-ફૂટતી. ૧૩, વલ્લરી-વેલ. પૃo ૮ જ્યોત જગાવોઃ તા. ૨૫-૧૦-૩૪. ૧૬, સ્નેહ, શક્તિ અને બલિદાન રૂપી પાણીથી. પૃo ૯ હંકારી જાઃ તા. ૧૮-૧૦-૩૭. ૩, ઝંઝા-તોફાન. પૃo ૧૧ વિરાટની પગલીઃ તા. પ-૬-૩૨. ૨૦, મેઘ જાણે ધણ–ટોળું બનીને ઉમટ્યા. પૃo ૧૪ ગઠરિયાં તા. ૧-૬-૩૧. ગઠરિયાં-પોટલી. ૩, ઝાંઝ પખાજન-કાંસી જડ અને મૃદંગ. ૯, જવાહર-ઝવેરાત. ૧૧, તનિક-ક્ષણિક. પૃo ૧૬ કોક આવે છેઃ તા. ૨૪-૭-૩૫. શકલ-ચહેરો. ૧૦, ગુડિયા-ઢીંગલી. પૃo ૧૭ પ્રતિપદાઃ ૧૯-૫-૩૮. છંદઃ શિખરિણી. પ્રતિપદા પડવો. ૧, દગબંકી-વાંકી નજરવાળી. પૃ૦ ૧૮ સ્મિતનો જયઃ તા. ૨-૧૧-૩૭. છંદઃ શિખરિણી. ૧, વેંત–વારમાં જ. ૨, પરુષ-કઠોર. પૃo ૧૯ શશી ભૂલ્યોઃ તા. ૬-૮–૩૩. છંદ ૧ થી ૧૦ અનુષ્ટુપ, બાકીની શિખરિણી. પં. ૧૦. સુધીમાં બે પ્રેમીને વાર્તાલાપ છે. પહેલી સ્ત્રી બેસે છે, પછી પુરુષ. પૃo ૨૧ સાન્નિધ્ય તારેઃ તા. ૯-૫-૩૮. છંદ: મિશ્ર ઉપજાતિ. પં. ૧૯ સ્ત્રગ્ધરા પૂર્વાર્ધ, પં. ૨૦ અનુષ્કુપનું બીજુ ચરણ. સાન્નિધ્ય–સામીપ્ય-નિકટતા. ૯, પ્રસ્પન્દતીર્થે, પ્રસ્પન્દ–ધબકાર, તારા ધબકતા અંતરરૂપી તીર્થમાં. ૧૨, કંકાલ–હાડપિંજર. પૃo ૨૨ લઈ લેઃ તા. ૧૪–૫-૩૦. છંદઃ વૈતાલીય. ૨, અંજન- આંજણ, કાજળ. ૪, ભૂ-ભમર. ૧૪, સ્પન્દન-ધબકાર. ૧૬, પરિકમ્મા–પરિક્રમણ. પૃo ૨૪ ભરતીનેઃ તા. ૧૩-૫-૩૮. છંદઃ વૈતાલીય. ૨, ઓટ આવશે એવી કલ્પના ભરતી હતી ત્યારે હતી જ નહિ. ૪, કઠાર-કિનારે. ૭, છાતીપુર–છાતી જેવડું ઊંચું, તથા છાતી–હૃદયમાંનું પૂર, બેય અર્થમાં લેવાય. ૧૦, બે ય બાજુ દેખાતો કિનારે પ્રિયજનના બાહુ જે. ૧૨, લંબિત-લાંબો, વિપ્રલંભ વિયોગ. ૧૫, ખુશ્કી–સુકાપણું, ૧૯-૨૦, જેમને જોઈએ છે કાં તો પૂર્ણ સભરતા કે કેવળ પૂર્ણ શુષ્કતા, તેવા પૂરા પ્રેમીઓથી જુદા, અધકચરા પ્રેમથી પણ સંતોષાનારા-પંકની દશાને સહન કરનારા હોય તેવા પાસે તું ભલે જા. પૃo ૨૫ જગતનું આશ્ચર્યઃ તા. ૨૧-૧-૩૬. છંદઃ છુટ્ટો હરિગીત. ૧૭, સ્નેહસિંધુ-સ્નેહની નદી. ૨૩, કેવળ મુગ્ધાવસ્થા જ હતી. ૩૦, નિર્વ્યાજ-અકૃત્રિમ, નૈસર્ગિકી લૌકિકતા–સાધારણતા. ૩૩, કેડિયું – સોના જેવો વિચાર. ૪૯, તારી સાથે સ્નેહની વાતો ન હોય! પૃo ૨૮ જવા દેઃ તા. ૬-૮–૩૩. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૭. એ ગુલાબ તે જાણે એ વ્યક્તિનું હૃદય જ છે. પૃo ૩૦ પ્રશ્નનની દશાઃ તા. ૧૩-૧૧-૩૭. ઈદઃ અનુષ્યપ. પહેલી બે પંક્તિમાંને પ્રશ્ન એ પ્રશ્નાર્થનું ચિહ્ન બને છે અને એના જવાબ માટે જામતી ખેંચતાણમાં સ્ત્રી પ્રશ્નાર્થ ચિહ્નની આખી લીટી પોતાની કરી લે છે. પુરુષને પ્રશ્નના જવાબમાં શૂન્યરૂપી નકાર જ મળે છે. પૃo ૩૧ આજે વસંતેઃ તા. ૮-૪-૩૮. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૭ મારુતો બેટમેગરા ઇo ની સુગંધ લાવે છે એ સુગંધ પદ્મના પરાગકોશમાં ભૂગર્ભમરાઓને ભારતી– ભારી દે છે, ઢાંકી દે છે. ૧૧, તન્વી–કમળ તનવાળી. ૧ર. મરતાની લહરી લહરીને શિખરે તારી મૂર્તિ વિરાજે છે. ૧૬, માન્તરના ગ્રહમાં-કેક અપ્રાપ્ય એવી સ્થિતિમાં તું રહેલી છે છતાં તારા કોમળ તેજની – સ્નેહની મારા પર અસર છે. ૨૩, અચુખ્ય મોજ – ને ચૂમી શકાય તેવું મોજું. પૃo ૩૩ સાંજે જ્યારે તા. ૫–૧૦–૩૫. છંદઃ હરિણી. ૩, અનઘા–ઉત્તમ. ૪, સઘના-અતિ ઘન. ૪-૮. પ્રકૃતિમાં પરિવર્તન અને આ સુન્દરીના સૌન્દર્યની વેધક અસર. ૬, અલ–આળસુ હોડી. ૭, પૃથલ-આછું પૃથુ-વિશાળ. શશી ડગ્યો તે આના સૌન્દર્યના પ્રતાપથી. ૮, એ સૌન્દર્યથી હરેક માનવીનું હૃદય વિંધાયું. એ વીંધાયેલામાંના એક હૃદયની હવે કથા આવે છે. આ બાણ ક્યાંથી આવ્યું તેની તે હૃદયને ખબર ન પડી. એ હૃદય ઉપર એટલી બધી અસર થઈ કે તે મરણતોલ થઈ ગયું. ૧૨, સંશ્રય-આશ્રય. ૧૪, એ મૃત હૃદયને માટે સુન્દરીએ અભિસાર કરવાની જરૂર નથી. પૃo ૩૪ નથી નિરખવો શશીઃ તા. ૪–૧૨–૩૩. છંદઃ પૃથ્વી. ૯, રસિત–રસાયેલું. ૧૦, હિ–જ. ૧૧, યદિ–જે. આ અને આ પછીનું કાવ્ય જેલમાં અને જેલની ભૂમિકા ઉપર રચાયેલાં છે. પૃ. ૩૫ અમારો ભેદઃ તા. ૨-૨-૩૪. છંદ અનુષ્ટ્રપ. ૧, જેલની બેરેકમાંથી ચંદ્ર તો દેખી શકાતો નથી, માત્ર ચાંદની જ દેખાય છે. એ પ્રકાશના આઘાપાછા થવા ઉપરથી ચંદ્રની આકાશમાં થતી ગતિ કપેલી છે. ૪, પા-પાસે. ૧૪, દુગ્ધા પીડા, ૧૫, એણે–ચંદાએ. ર૩, એના–પ્રિયાના. ૨૬, ‘પેલી’–થી ‘હસતી' સુધીનું વાક્ય ચાંદનીનું વિશેષણ. ૨૭, ચાંદની ઝીલીને. પૃo ૩૭ અંતરોનું અંતરઃ તા. ૨-૩-૩૭. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૨, નિર્વાહ્ય-નભાવી શકાય તેવું. ૧૧, વિરક્ત ફિક્કી રાગરહિત, જેના વહેલા લોહીથી જ પૃથ્વી ફિક્કી પડી જાય છે, જે કે લોહીથી તો લાલ થવું જોઈએ. ૨૧, અંતર છેટું અને હૃદય. હૃદય ચોરી રાખવું નથી. ૨૬, દુરૂહ-જેના પર ચડી ન શકાય. ૨૯, અંતર–ઉપર મુજબ બે ય અર્થમાં. પૃo ૩૯ કમલદલમાંઃ તા. ૧૩-૧૦-૩૭. છંદ શિખરિણું. ૩, જે-જે શોભા. અમિત–અફાટ. ૫, સ્વપ્નોના અંતમાં ઉગેલી હે ઉષા! ૧-૫ કમળના પાંદડા પર જેમ ઝાકળનું ટીપું તેમ મારા હૃદયમાં તું, મારી નીચે પથરાયેલાં પાણી તે મારી પરિસ્થિતિ. ૧૩, એસો-ઝાકળો. ઝાકળ અને ઝાકળ જેવાં સ્વપ્નને પિતાના સત્ય પ્રકાશના તાપથી સૂકવી નાખનાર સૂરજ. કડો-તીખો. પ્રo ૪૦ અરે કે– તા. ૯-૧૧-૩૮. છંદઃ પૃથ્વી. પહેલી તથા ૧૧ મી પંક્તિમાં ‘કે’ લઘુ બેલવાનો છે. ૬, ગૃહ-સ્થ –પિતાને ઘેર આવેલાં. ૧૨, આત્મસ્થ–સ્વપરાયણ. ૨૦, સોઈ –સગવડ. ૨૭, પૂંછ–પ્રેમ આપી શકવાની શક્તિ. પ્રo ૪૨ દ્યુતિ પલકતાં તા. ૨૫-૧૦-૩૭. છંદઃ શિખરિણી. ૨, સુષમા–સૌંદર્ય. ૭, આનંદરસણ–આનંદથી રસાવાથી. ૮, નવેલા -નવા. ૮ થી ૧૪, પ્રીતિ-દ્યુતિના સ્ફુરણ પછીની અસરનું વર્ણન. છે. પૃ. ૪૩ ઉષા હતી જાગીઃ તા. ૨-૭-૩૮. છંદઃ શિખરિણી. ૩. હળહળ કરે–હળવે હાથે, જાગૃતિ નિદ્રાની ચાદરને ખેંચતી હતી. ૫, વિહગજૂથ–કિલોના સ્વરો જાણે પંખીઓના ટોળા જેવા લાગ્યા. ૬, વિટપ-ડાળી. ૯, સ્મરણભર–સ્મરણોના ભારથી. ૧૧-૧૨, નિદ્રા અને જાગૃતિના તાણાવાણા વિષે તારાં સ્મરણોથી સ્નેહને સોનેરી કિનખાબ વણાઈ રહ્યો. ૫ૃo ૪૪ સુઉં તારા સ્વપ્નેઃ તા. ૨૬-૧૦-૩૭. છંદ, શિખરિણી. ૨, જાગર્તિ-જાગૃતદશા. ૩, તારાં સ્મરણો છે તે જાણે તારાં જ બાળક છે. ૭-૮, કરંતી પરેતી ક્રિયાનો કર્તા સાક્ષાત્કૃતિ-સાક્ષાત્કાર. ૯-૧૧, આ તારામાં જે તન્મયતા અને પરમાનંદ અનુભવું છું તે પરથી પ્રભુની કલ્પના થડીક કરી શકું છું. ૧૨–૧૪, તું પ્રભુની દૂત કે તેની પુરોગામિની હો કે ન હો તેની મને પરવા નથી. પણ એની પ્રતિમા જેવી જડથી પણ જડ છે તું ન જ થતી. પૃo ૪૫ તે રમ્ય રાત્રે તા. ૧૯-૭–૩૮. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૭, કામ્ય-કામના કરવા જેવી. ૧૦, હૈમ-સોનેરી, તેમ જ પિતાના અતિ પ્રાબલ્યથી ડઘાવીને ઠંડા કરી નાખતું, હિમ જેવું. ૧૫, ભાળ્ય- હાથને મારા તરફ મોજ-કામદેવના બાણ જે લંબાતો ભાળ્યો. ૧૭–૨૦ મૂકતા ચુપકીદી ગંભીર દરિયા જેવડી વધી ગઈ હતી. હું વિમૂઢતાના ખડક પર પટકાયા હતા. તેને ઉગા રવા તું આવી. ૨૧, મને જે મુશ્કેલી હતી તે તને ન નડી એટલી મારા કરતાં તારી વિશેષતા. ૨૪, રમણીય ગાત્રે-હે રમણીય ગાત્રવાળી. પૃo ૪૬ रसानां रसः તા. ર૭-૮-૩૬. ઈદઃ પૃથ્વી. ૧, મધુ–મધ અથવા મીઠે સીધુ-આસવ. ૩, પશે–બે હાથન ભેગો ખોબો કરાવીને. પ, નરવો-તંદુરસ્ત. પૃo ૪૭ જાવા પૂવે: તા. ૧-૬-૩૮. પંદર શિખરિણી. ૬-૧૨, તું આવીને મારા અંતરમાં પેઠી અને ત્યાં જ હવે રહી ગઈ એમ મેં માન્યું. તું થોડેક વખત જ રહેવાની છે તે તો ભૂલી ગયો. અને કાયમની જ રહેવાની છે એમ સમજી તને કુલ મુખત્યાર કરી દીધી. તેં જે ઉલ્લાસથી આ નભાવ્યું તે ઘડી બે ઘડીમાં જવાનું છે એ સતત ભાનથી. જે મને મૂરખને તે રહ્યું જ નહોતું. પૃo ૪૮ સળંગ સળિયા પરેઃ તા. ૪-૮-૩૮. છંદ, પૃથ્વી. ૩-૪, પૂરનું વર્ણન. ૧૨–૧૪ તારી સાથે વિવાદ કરવા કરતાં તને, પૂરને, તારી આંખને, તારા ઉછળતા હૃદયને જેવું વધારે આનંદદાયક હતું. ઉપરાંત એ વિવાદમાં મારું મંતવ્ય જણાવત તો તે ઘડીનો રસ પણ ગુમાવત. ૧૭, આવર્તા–ઘૂમરી ૨૨, ‘ગ્રસંત ને કર્તા પ્રશ્ન. ર૭–૩૧, જલ-અંધ, જળથી આંધળાં. પ્રેમની સભર તાની મહા હિમાયત તું મુખથી કરતી હતી પણ મારા હૃદયની સભરતા જેવા કે તેને ટકાવવા કે ટકાવી શકવાની શક્યતાનો તું વિચાર કરતી ન હતી. ૩૦, રિક્તતા–ખાલીપણું. ૩૫, અનુત્તરિત –તે વેળા જેનો જવાબ નહતો દીધો. ૩૭, પ્રેત-ભૂતકાળના, એને આ લવલાટ રૂપી બલિ અર્પણ કર્યું. ૪૭, તારી કચકચાટ હવે તો કોકના મ જલ પ્રેમમાં શાંત થઈ ગયા હશે. પણ મારા હૃદયનું રણ થઈ ગયું છે, જ્યાં હવે પાણી તો શું પણ પાણી વરસાવ નાર વાદળનાં સ્વમ પણ અલભ્ય થઈ પડયાં છે. પર-૨૪, પોતાના હૃદયની ખરી તમન્ના પાણીનું પૂર તો શું? દૂધને દરિયો બની તને લક્ષ્મી જેવીને તેમાં ઝુલાવવાની. ૫૯-૬૨, તત્ત્વનું ટૂંપણું રજુ કરે છે, કે ભાઈ, ક્ષીરસાગર થવાની વાત પરીલેક જેવી છે. આ પૃથ્વી પર જે રીતે માનવજીવન પ્રવૉ છે તે રીતે સ્થિત પનના મૂર્ત રૂપ જેવા, નદી પરના પૂલ થવામાં જ સાર્થક્ય છે. પૂલની સ્થિતપ્રજ્ઞ દશાનું વર્ણન. ૬૧, નિસ્બતે-નિબત પણ. ૬૮, ઊંચે હૃદય-પાણી ન અડે એટલું ઊંચું હૃદય રાખીને, જગતના આ લાગણી પ્રવાહોથી પલળ્યા વગર. ૭૫, આવા મારા વેદિયાપણાથી તું ગુસ્સે થતી તે મને યાદ આવે છે. ૭૭-૮૫, આ બંનેનાં જીવન કેમ સાથે વહી ન શકયાં તેનાં કારણે. પુરુષના બહારથી શિલા જેવા હૃદયને જીતવાની કળા આ સ્ત્રીમાં ન હતી. તે ચપળ તરલ મનો વનિની હતી. તેણે તો કોઇના સુંવાળા હૃદયને શેધી લીધું. ૮૬. કદી ભૂતકાળ યાદ આવે તે હું દુ:ખી છું એમ માની તું દાખી ને થતી. તારા હૃદયમાં અગ્નિ પ્રગટતાં ત્યાં જે નવા સ્નેહનું કમળ હશે તે પણ મરી જશે. ૮૮, ઊષર-ખારા પાટ જેવો. ૯ર-૧૦૨, મારી જે પ્રેમીનો આતુર દશા હતી તેમાંથી હવે હું નીકળી ગયેલ છું. ૧૦૩, અર્ધા–ગમવા-પૂજવા જેવી. ૧૦૩–૧૪, આ પૂલ બન વામાં કંઈ નહિ તો એક તો કારણ છે જ કે તે પૂલ પરનો પ્રસંગ તે હું હંમેશાં હૃદયમાં રાખી જ શકીશ. એ છેલ્લું મિલન પૂરની સાક્ષીએ આપણે ભરેલાં સાત દસ ડગલાં. અને તે ‘લગ્ન માંથી જન્મેલું વિરહરૂપી બાળક જ એટલું તોફાની–પ્રમત્ત છે કે મારા જેવું વજનું ઉર જ તેની લાતોને વેઠી શકે. તને વફાદાર રહી એ વિરહ-શિશુને તો હું પાળીશ, મોટું જ કર્યા કરીશ. ૧૧૫–૧૨૦, સ્થિતપ્રજ્ઞા ટકતી નથી. ૧૧૬, કથીર–સીસું, પૂલના થાંભલામાં પણ એ જ હોય છે. ૧૨૧–૧૩૨, કલ્પનાની ચલ્લીના કુદકારાઃ ફરીથી તું કેવી રીતે મળીશ. છેલ્લો કૂદકો કે જેમ આપણે બે પૂર જોવા આવ્યાં હતાં તેવી જ રીતે તું પણ તે મેળવવા સુભાગી થયેલ પુરુષને લઈ મારા શિર પર આવશે. અને એ રીતે આપણું સળંગ સળિયા પરના મિલનનું પુનરાવર્તન. ૧૭૩-૧૪૧, જીવનમાં કદી તે તું અને હું મળ્યાં તો હવે તો જે સ્થિતિમાં આપણે છીએ તેને સ્વીકાર્યો જ છૂટકે. હવે તારો ઝઘડે નહિ ચાલે. ક્ષીર સાગર થઈ તને હૈયે ઝૂલાવી ન શકે તો વાંધો નહિ. આ રીતે કંઈક દૂધના સાગરથી વિપરીત જ એવી લોઢાના પૂલની સ્થિતિમાં પણ તને હૃદય પર ધારણ કરવી એ ય ઓછું સદ્ભાગ્ય નહિ ગણું. ૧૪૨-૧૪૯, હવે રસાનુભવની આશા છોડી, કોઈ કર્તવ્યપથ લીધા જગતમાં કોક મહાન અનિવાર્ય તત્વ બની જઈ જિન્દગી પૂરી કરીશ. પણ એ તારે પ્રતાપે જ. પૃo ૫૫ નિશિગંધાની સુરભિનેઃ તા.૧૫-૮-૩૮ છંદઃ મિશ્ર ઊપજાતિ. ૧૮ જે-નિશિગન્ધા, રાતની રાણી. ૨૬, ઘડી પા-પાએક ઘડી. પૃo ૫૭ મિત્રપત્નીનેઃ તા. ૧૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૨, અશી–એવી. ૩, કુટુંબી કાસાર-કુટુંબ રૂપી સરોવર. ૪, દૂર્વા–દ્યો. તું કમલિની હરિણું બંને જેવી છે. ૫-૮ હરિણી તરીકેની ઉપમાને આલંબી યુવતીનું વિકસતું યૌવન અને પ્રણય આલેખ્યો છે. ૭, સુગોપાઈ–સુરક્ષાઈને. ૮, હરિણ પ્રીતમ. બંકિમશગી – વાંકી શીંગડીવાળા, ખુબસુરત. પૃo ૫૮ કોકિલ અને ડાળીઃ તા. ૨૫-૫-૩૮. ઈદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૪, જગત વસંતની ઝંખના માત્ર સ્થૂલ ઉપભેગ અર્થે કરે છે જ્યારે કોકિલ તે ગાન ગાવાને જ વસંતને ઝંખે છે. કોકિલ નરજાતિમાં છેઅહીં. ૭ થી ૧૪, ડાળી જવાબ આપે છે. ૯-૧૨, જગત તો તારા ગીતને જ ચાહે છે. તે ગીત બંધ થતાં તને તે ભૂલી જશે. તે વખતે ય આ મારું હૃદય તને મૂંગાને પણ સત્કારશે. પૃo ૫૯ સાંઝને સમેઃ તા. ૧૫-૧૧-૩૪. ૯, કોટી–આલિંગન. પૃo ૬૦ મંગલાષ્ટકઃ તા. ૨૫–૫-૩૭. છંદઃ વસંતતિલકા. દરેક લોકમાં સૃષ્ટિના વિકાસમાં ક્રમશઃ આવતાં યુગલનું વર્ણન છે. ૧, આદ્ય-પ્રારંભમાં. ૨, મહત–પુરુષ અને પ્રકૃતિથી પણ પહેલું અવ્યક્ત તત્ત્વ, અક્ષરબ્રહ્મ. જુઓ મુડકોપનિષદ કુ-૧, ૫, અરુણજિત-અરુણથી રંગાએલા. ૭, અનિરુદ્ધ જેની ગતિને કોઈ રોધી શકતું નથી તે સૂર્ય, અને ઉષા. ૯-૧૨, ચંદ્ર અને રાત્રિનું યુગલ, ૧૩-૧૬, નદી અને સાગરનું યુગલ. ૧૪, સુનીરા-સારાં પાણીવાળી. સમુદ્ર તે છે જેમાં સૌ રસો વસેલા છે. ૧૭–૨૦, વસિષ્ઠ અને અરુન્ધતી. વસિષ્ટ તે જ્ઞાન, તપ, અરુન્ધતી તે હૃદય અને તપની સુધા. એ જીવનદી પર રચાતા યજ્ઞમાં હોતાનું કામ કરનાર બંને. ૨૭, જેણે-જે સારસ જોડે જગતને દાંપત્યના અક્યનું પ્રતીક આપ્યું છે. પૃo ૬૨ પ્રતીક્ષાઃ તા. ૨૫-૩-૩૭. છંદઃ અનુષ્ણુપ. ૫, સ્ફુરણો–ગર્ભમાં સ્ફુરતા બાળકનાં. ૬, ગૃહને ઘોરી–ધુરા વહન કરનાર, પતિ. ૭, વિશ્રબ્ધ – વિશ્વાસુ થઈને. ૮, પૂર્વનો અના દર–આ પહેલાં એક બાળક આ દંપતીને થયેલું જે ભરી ગયેલું. આ વેળા તે જ આત્મા ફરીથી બાળક બની આવ્યો છે એવી કલ્પના આખા કાવ્યમાં છે. આ આખો સત્કાર તે પહેલા બાળકના આત્માનો જ છે. ૧૫, મોડી–ફેરવી. ૨૧, ઘરુણી– ગૃહિણ, તારી સાધના કરે છે. પૃo ૬૪ લઘુ સ્વાગતઃ તા. ૧૫-૪-૩૭. છંદ: મિશ્ર ઉપજાતિ. આ પહેલાંના કાવ્યમાં નિમંત્રેલું બાળક જન્મ પામતાં તેનું સ્વાગત કરતાં કરતાં, જગતમાં બીજાં કેટલાંક સ્વાગત ન પામી શક્તાં બાળકોનું થોડું સ્વાગત અહીં કરે છે. ૮, વરતાય–વહેંચાય. ૧૩, નંબર લાગવો-જન્મની સંખ્યામાં ગણતરી થવી. ૧૯-૫૭ જે બાળકોને જગત અ–નોંધપાત્ર ગણે છે તેની નોંધ અહીં કરી છેઃ ૧-અણુમાનિતી રાણીનાં બાળક, ૨-માનિતીની છોકરીઓ, ૩–અમીર કુલીનને ઘેર જન્મતી ને દૂધ પીતી કરાતી, ૪-જીવતી રહેવા દેવાતી તો ય મુવા જેવી છોકરીઓ, ૫-મધ્યમ વર્ગના પહેલાં બે કે ત્રણ પછીનાં બાળકો, ૬–જેમના જન્મ છુપાવાય છે તેવાં-કુંવારીનાં, વિધવાનાં કે પરણેલીને બીજા પુરુષથી થયેલાં બાળકે, અને ૭–ગર્ભાવસ્થામાં જ જેમને નાશ કરવામાં આવે છે તે. ૩૨, ચિર્ભટિકા–ચીભડાં પેઠે જન્મતાં અનેક બાળક. ૪૨, ગ-ખાડો. ૪૫, સુગુપ્તિ-અત્યંત ચુપકીદીથી. ૫૧, અન્યત્ર બીજે. ૬૨, શસ્ત્રધાર–ગર્ભપાત માટે આપરેશન. ૬૫, કેળે – ક્યાંય પણુ, સૂરતી લોકબોલીનો શબ્દ. પૃo ૬૮ શિશુવિષ્ણુલાંછનઃ તા. ૨૦-૩-૩૭. છંદ મિશ્ર ઉપજાતિ. શિશુરૂપી વિષ્ણુ તરફથી મળેલું લાંછન, ડાઘ. ૭, સોડમ–અહીં કટાક્ષમાં દુર્ગધ. શ્યામા-કાળી સ્ત્રી. ૧૪, ભાગ્ય દુર્ભાગ્ય, આવી ગંદી સ્ત્રીની પાસે બેસવું પડ્યું છે તે. ર૯-૩૪ ગામડિયણ ભેઠી પડે છે, પિતાના બાળકો આ માણસનાં કપડાં બગાડ્યાં તેથી ઓશિયાળી બને છે ને ક્ષમા માગે છે. ૪૨, મારે હૈયેથી. ૪૫, હજી ભદ્રતાનું વળગણ એટલું તે રહ્યું જ કે તે પિતાના ઉરભાવને વ્યકત ન કરી શક્યો. કોક ગામડાનો જ હોત તે ‘હશે, બેન!' કહી નાખત. ૫૧–૧૪, આ સંસ્કારી શહેરમાં અમારા જેવા ઉજળિયાતને બધું મળે, પણ આમ કપડાં મેલાં કરનાર બાળપ્રભુના પદનો સ્પર્શ તો ક્યાંયે મળતો નથી. પૃ.o ૭૧ મને અધિક છે પસંદ: તા. ૧૫-૧-૩૭. છેદઃ પૃથ્વી. ૨. ઉડતા. ૧૪–૧૫ રડતાં રડતાં વચ્ચે હસી પડતા બાળકને મુખેથી નીકળતું તા...તા. ૧૬-૧૭, સુયોજિત–ગોઠવાયેલા આનંદ પ્રસંગે કરતાં કુદરતી રીતે અકસ્માત મળતા આનંદન પ્રસંગ વધારે રસભર નીવડે છે. પૃo ૭૨ ઘણ ઉઠાવઃ તા. ૬-૬-૩૪. છંદઃ પૃથ્વી. છેલ્લી ચાર લીટી ખંડસ્ત્રગ્ધરાની. ૩-૪, યુગથી જીણું બનેલી એવી જડતાના થર માનવના હૃદય ચિત્ત અને કર્મશકિત પર ચડવા છે. ૧૧-૧૨, પાતાળે ફેડીને ત્યાં જે મૂછવસ્થામાં જવાલાવલી જવાલાઓની હારની હાર, સુષુપ્ત કાર્યશકિત પડેલી છે તેને રૌદ્ર રૂપે બહાર કાઢે. ૧૬, ઘા પણ રચનાત્મક થઈ શકે છે. પૃo ૭૩ જવાન દિલઃ તા. ૧૫-૨-૩૦. છંદઃ પૃથ્વી. ૯ થી ૧૨, જ્યાં આવા નવજવાન ચડે ત્યાં વિજય હાથવેંતમાં જ હોય. ૧૨, અમેઘ-અફર. ૧૩, સમુદ્રવારિ–પૃથ્વી પર આવી અહિંસક કૂચ પ્રથમવાર થયેલી જોઈ આશ્ચર્ય પામતો સમુદ્ર. દાંડીને કિનારે થયેલા મીઠાના કાયદાભંગનો પ્રસંગ પણ અહીં લઈ શકાય. પૃo ૭૪ લઢેઃ તા. ૧-૭-૩૦. છંદ શિખરણી. આ અહિંસક યોદ્ધાઓની લડાઈની ભાવના, સામગ્રી, પ્રતિજ્ઞા વગેરે જૂનાં યુદ્ધોના યોદ્ધાઓના કરતાં જુદાં જ છે. ૧૧, કેફી પ્રોત્સાહો યુદ્ધનાં બેન્ડ, વગેરે. શસ્ત્ર-બખ્તર, એ ભીરુતાનાં લક્ષણ. ૧૨, શસ્ત્રને શોધનાર ચિત્ત વિકૃત છે, કારણ તેણે પોતાની શકિત આમ વિનાશકતાના સર્જન માટે વાપરી. ૧૪, જનરુધિરલિપ્સા–લોહીની ઇચ્છો. ૨૦, આ જ યોદ્ધાઓ એવા છે જેના યુદ્ધથી જગતને ભય નહિ પણ અભય મળે છે. પૃo ૭૫ શહીદોનેઃ તા. ૨૭-૧૦-૩૦. છંદઃ પૃથ્વી. ૧-૪, શહીદના જીવનનો અલ્પમાંથી બહતમાં થયેલ વિકાસ. ૫-૮ જીવતા રહી વિજય મેળવવાની ને માણવાની ઝંખનાનો તમારો ત્યાગ અતિ ઉદાર છે. ૧૨, તમારાથી જ ઇતિહાસનાં સોનેરી પૃષ્ઠ લખાવાં શરૂ થાય છે. ૧૯-૨૦, સ્વતંત્રતાના મંદિરમાં આદિ પૂજારી તરીકે તમે જ બિરાજેલા હશે. પૃo ૭૬ શહીદ બનવાઃ તા. ૪–૧૦-૩૨. છંદ: પૃથ્વી. એક શહીદના મૃત્યુ પ્રસંગે આખું જગત ઉત્કટ લાગણી અનુભવતું આઝાદી માટે ખળભળી ઉઠે છે. પણ એક હૃદય જરાકે બહારનો ઉકળાટ બતા વતું નથી. કારણ એ છે કે એ પોતે જ શહીદ થવાની–સ્વસ્થ શાંત રહી હોમાઈ જવાની સાધના કરી રહ્યું છે. અને એ સાધનાની ક્ષણ આથી બીજી કઈ વધારે ઉચિત હોય? પૃo ૭૭ અજાણ્યાં આંસુનેઃ તા. ૧૫-૨-૩૬. છંદઃ શિખરિણી. મારે રડવાનું નથી એ તે સદ્ભાગ્ય છે? ૩–૪, આખું જગત વ્યથાપૂર્ણ છે ત્યારે મારે શાંતિ કેમ ખપે? ૫-૮, જગતના અશ્રુને હાસ્યમાં ફેરવી નાંખવાની જડીબુટ્ટી ક્યાં હશે? ૫, પરિ ણામી – પરિણામ લાવનારી. અને હાસ્ય એ જ શું છેવટનો ભાવ છે? રુદનમાં પણ કેટલીય માનવતા વ્યકત થતી હશે! ૯-૧૨ જગત માટે સમભાવનું આંસુ પણ બહાવી ન શકે તેવી જડતા હૃદયમાં છે. સો સો ટનનું વજન હૃદય પર પડેલું છે. પૃo ૭૮ જેલનાં ફૂલોઃ તા. ૩૦-૭–૩૨. છંદ મિશ્ર ઉપજાતિ. ૧૧, વૃન્ત-ડાંખળી. ૧૯-૨૯, જેલમાં આ ફૂલે કેવી રીતે ઊગ્યાં? બીજે ઠેકાણે વવાતાં સુકાઈ ગયેલા વેલા જેવા માણસોને અહીં પશુના સ્થાને જોતરી ને પાછું ખેંચાવી, મનુષ્યની તાપમાદવને સૂકવી નાખી તેની ભીનાશમાંથી આ જમીનને લીલી કરી. ૩૦-૪૪, જે માનવ પુષ્પને ખિલાવવાની જરૂર છે તેને જ નિચોવી લઈ આ બગીચો બનાવો. આ ફૂલ છે તે માણસના લોહીથી સિંચાયેલાં છે. ૪૭-૫૦, કેદીના અંતરમાં પણ માનવતાની કળી હજી થોડીક જીવે છે. ૫૧-૬૦, આખી દણ્ડપદ્ધતિ અવળી છે હૃદયહીન છે. ૬૧-૮૩, આટલી નિષ્ઠુર દણ્ડપદ્ધતિ છતાં કેદીના હૃદયમાં હજી થોડીકે ય માનવતા જીવતી છે, એટલે જ આ જમીનમાં પણ ફૂલ ફૂટી શકે છે. પૃo ૮૨ ફુટપાથનાં સુનાર: તા. ૬-૮-૩૪. છંદઃ લાંબી પંક્તિઓ અનબ્રુપ, બાકીની મિશ્રઉપજાતિ ૨૯, કૂટ–ને સમજાય તેવી. ૩૯, જાગૃતિ–શારીરિક અને માનસિક. ૫૦, અકાલે-અણધારી. પર, હર્યા-મહેલ. ૭૩, પિષ્ટ-પિસાયેલા. પૃo ૮૬ ઈંટાળા તા. ૮-૪-૩૭. છંદઃ ઉપરના કાવ્ય પ્રમાણે. ૩ અભિરામ–સુંદર. ૨૧, મંડિલ-કસબી ફેંટો. ૩૫, સુકર્ષિત આ રીતે ખેડાયેલી. ૪૦, નિર્ગહી–ઘર વિનાના. ૪૯, ‘સેવાનાતુર’ ને બદલે ‘સેવનાતુર’ જોઈએ. સેવા માટે ઉત્સુક. પર. ‘અચત પંન્નનાં-ને બદલે ‘પચંત અન્નનાં.' પૃo ૯૪ મોટરનો હાંકનારઃ તા. ૨૨-૪-૩૭. અંદર ઉપરના કાવ્ય પ્રમાણે. ૧૧, યુગ આવૃત્તિ–આ જમાનાની આવૃત્તિ. ૧૩, ઘંટા-કલાક. ૨૦, નિરાનંદ-આનંદ વિનાના. ૨૩, ડામરી-ડામરના. ૧૭, ચાકૂક્તિ-મીઠા શબ્દ, ખુશામત. ૨૯, પદાતિ–પગપાળા. ૩૦, ખેવના-દરકાર. ૫૬, પરી-દૂર. પૃo ૯૯. ૧૩–૭ની લોકલઃ તા. ૨૫-૯-૩૭. છંદઃ અનુષ્ટુપ. ૨, મોહન સ્પર્શ—મોહક સ્પર્શવાળી. ૧૨, ક્ષિતિ–પૃથિવી. ૧૩, શર–બાણ, ગાણ્ડીવધારી–એન. ૧૫, સાઈડિંગ-સ્ટેશન પરના ફાલતુ પાટા. ૪૭-૪૮, જ્યારે સ્ટેશનમાં ગાડી દાખલ થાય ત્યારે જ તેમને પોતે કયા પ્લેટફોર્મ પર જવું તે સમજાય છે. ૬૩, ખુદાબક્ષ–મફતિયો. ૮૯, એટલે કે થઈ શકે છે. ૯ર, ગ્રામલોપજીવી–ગામડાના લેકે પર નભનારા. ૧૧૧, શ્યામ કબુરા-કાળી અને કાબરચીતરી. ૧૧૩, વાઢી એ ભંગડીની જ પ્રતિમા છે જાણે. ૧૬પ શાસ્તે-ગાઉને અંતે. ૧૬૬ દૂર પડેલો સૂર્ય નજીક આવી પૃથ્વીના પદોથને પિગળાવી એક કરી નાખે છે જાણે! ૧૬૮, એ-એકતા. ૧૭૦, પૃથક્તા-ભિન્નતા, ભેદ. પૃo ૧૦૭ પુણ્યાત્માઃ તા. ૧-૮-૩૬. છંદઃ શાર્દૂલવિક્રીડિત. ૧-૭, વીજળીના દીવાની જ્યોતમાં ઝંપલાવવા મથતા પતંગિયાનું વર્ણન. ૨, ઉગ્રૌસુક્ય–અત્યંત ઉત્સુકતાથી. ૮-૧૧, ગળીનું વર્ણન. ૧૧, સ્વાર્થસવ-આસવ-કસ. પૃo ૧૦૮ વિનમ્ર વિજયઃ તા. ૧-૩-૩૫. છંદઃ પૃથ્વી. ૧-૮, સમુદ્રનાં ખડકથી ય મોટાં ગાંડાં અભિમાની મોજાં કિનારાના ખડકને ખોદી શકતાં નથી. એ ખડકને ખોદવામાં તેઓ સફળ થાય છે, પણ તે બીજી જ રીતે, જ્યારે તેને ભાનુની-ઈશ્વરની સહાય મળે છે અને તેનું અભિમાન ગલિત થઈ જાય છે. પૃ૦ ૧૦૯ ‘છબીલી’ તા. ૧૨-૧૧-૩૫. દઃ વસંતતિલકા. ૧૯, સુચિર-લાંબો કાળ. પૃo ૧૧૦ પ્રાણવંતા પૂર્વજને તા. ર૦-૭–૩૩. છંદઃ સ્રગ્ધરા. પૂર્વજ–વીર નર્મદ. ૯, ગગન બથવતા-ગગનચુમ્બી. ૧૫, આજના યુગની મહેલ જેવી સાહિત્ય પ્રવૃત્તિઓના પાયામાં વીર નર્મદ છે. ૨૦. તે સહેલાં સંકટ સુફલ છે. ૨૫, અટવી-જંગલ. ૩૯, પ્રાણ ને શક્તિ રૂપી ચંદન ઘસી લેપ તૈયાર કર્યો. ૪૦, સુરક્ષિત સુગંધભર્યો લેપ. ૪૧, તુંગગામી–ઊર્ધ્વમુખી, ઊંચે જનારી. ૪૫, કોશ–ખજાનો, શબ્દકોશ ર. ૪૬, શહૂર-શૌર્ય. ૫૪, પ્રત્નાભ્યાસી–પુરાતત્ત્વનો અભ્યાસી. ૬૭, નિબિડ-ધન-ગીચ. પૃo ૧૧૪ સ્વ. મોહનલાલ પંડ્યાઃ તા. ૭–૬–૩૫. છંદ ટૂંકી પંક્તિઓ અનુષ્ટુપ, પથી ૮ સ્રગ્ધરા, બાકીની મિશ્ર ઉપજાતિ. ૬. આંધી-અંધશ્રદ્ધાની. ૮, અંતિમ સમે-વૃદ્ધાવસ્થામાં. ૧૧-૧૨. ત્યાગની ઉગ્રતા રાખવા છતાં સ્વસ્થતા સાચવવા કહેતા. પૃo ૧૧૬ ભક્તિ-ધન નારદ તા. ૧૮-૩-૩૮. ઈદઃ લાંબી પંકિતઓ અનુષ્યપ, ટૂંકી-મિશ્ર ઉપજાતિ, ૧૧મી પંક્તિ ભજનની છે. પં. ૨૦મી તથા ૯૪મી શાલિનીની. ૮, મૃત્યુંજય મને જીતવાની. ૧૫, ભક્તિસંભર–ભક્તિથી ભરપુર. ૩૬-૪. સત્યાગ્રહ આશ્રમની સાબરમતી કાંઠેની પ્રાર્થનાભૂમિની પ્રાર્થનાઓ. ૪૦, વલ્લરી-વેલ. ૪૧-૪૩, સ્મિતની પાંદડીઓ, ચિંતનની ડાંખળશે ખીલેલાં પુષ્પો જ્યાં પથરાયેલો રહેતાં. ૪૫-૫૦, પ્રાર્થનામાં ગવાતાં ગીતો. પર, ભવાદિ-ઉપનિષદ કાળના. ૫૪-૬૪, દાંડીકુચના પ્રસંગે. ૬૫–૭૩, શહીદને અંજલિઓ. ૬૬, નિવાપ-પાણી. ૭૪-૭૮ અને લગ્નવિધિ પણ કરાવતા! ૭૫ ઉજ્જ્વાલ—ઊંચી જવાળાવાળા. હવિપુષ્ટ-હવિથી પસાયેલા, સળગતા. ૮૨, તિતિક્ષા સહન શકિત. ૯૬-ક્ષીરનિધી-ક્ષીરનિધિમાં, શાંતિના. ‘નિધૌ’– નિધિનું સંસ્કૃત પ્રમાણે સપ્તમી એકવચન. પૃo ૧૨૧ બહુરૂપિણીઃ તા. ૨૭-૮-૩ર. બહુરૂપિણી–અનેક રૂપવાળી. કાવ્યને વાગ્યાથે વાદળનો છે. વ્યંજનાથી ઈશ્વરની લીલા લઈ શકાય. બંને પ્રકારના અર્થ અભિપ્રેત. ૪, મયંક–ચંદ્ર. ૧૬, અનંગ–અંગવિનાની. ૩૦, પ્રતીક-મેડેલ. ૩૩-૩૭, દોરાયેલાં ચિત્રોનું વર્ણન ૪૬-‘ કલ્યાણને બદલે ‘અનંત’ વાંચો. અનંત ઈશ્વરની જાયા-પત્ની, પ્રકૃતિરૂપિણી. પૃo ૧૨૪ ક્રિકેટ મૅચઃ તા. ૩૦-૯-૩૭. છંદઃ પૃથ્વી. પટુ-કૂટ કુશળ અને કપરા. દડાની જુદી જુદી કરામતો. ૧૩, ઉન્મેષમાં જોતજોતાંમાં. ૧૪, વિજયમૂલ્ય—રન. ૧૫–૧૮. ફટકારાયેલ દડો, ૧૮, નિરુદ્ધગતિ-જેની ગતિ રોકાઈ ગઈ છે તેવો. ૨૩–૨૬, દડાના આસપાસ લોકોનાં નયન અને હૃદય ગૂંથાય છે, નાચે છે. ૨૯, વિષાદ-ઉન્માદ-રમત રમનારાઓની હાર જીતના. ૩૧-૩૭ સમગ્ર પ્રેક્ષકોનું એક સામુદાયિક હૃદય રમત જોતાં જે ભાવ અનુભવે છે તેનું વર્ણન. ૩૮, પાટ–ચતુરાઈથી. ૩૯-૪૦, ખેલાડી અને પ્રેક્ષક બને મળીને એક જુદું જ જગત સર્જે છે. પૃo ૧૨૬ સિનેમાના પર્દાનેઃ તા. ૧૫-૧-૩૭. છંદ શિખરણી. ૧૧, મુદ-આનંદ, ૧૨, રસસિદ્ધયર્થ–રસની સિદ્ધિ મેળવવાને ૨૪, ઘુમરાઈ–ઘુમરી ખાઈ ગઈ. ૩૪, શયિત-સૂતેલું, ૪૧-૪૪ કરુણ પ્રધાન કથાઓનાં ચિત્રો. ૫૧, ઝલન-હીળા. ૬૩, સંવૃત કરી ઢાંકી. ૫૪, સંવેદનસૃતિ-સંવેદનની ધારા. ૫૫, અવર–બીજે. પ૯, પલ્લવ–નાનું તળાવ, ૬૦, અયુત-દશહજાર, અસંખ્ય. ૬૧, વ્યાપૂતપ્રવૃત્ત. ૬૬, નરવી–તંદુરસ્ત, ચિત્રપટની બીજી વાસ્તવિક બાજુ. ૯૦, વૈફલ્ય-વિફલતા. ૯૨, સુભગ–અભગ–સદ્ભાગ્ય અને દુર્ભાગ્ય. એ બંનેએ મંગલતામાં પરિણમવાનું છે. સદ્ભાગ્ય પણ હમેશાં મંગલ ન યે હોય. ૯૩–૯૫, આખું માનવજીવન કળા જેવું સંવાદી અને આનંદમય થવું જોઈએ. પણ ક્યારે? વળી તેને દિગ્દર્શક-ડાયરેક્ટર કોણ હશે? ૯૬-૧૦૮, સપ્તવરણા-સપ્ત રંગના, પૃથ્વીના અનેકરંગી પટ ઉપર રચનાના કૌશલવાળી કોની પીંછી કલમ સ્વર કે પગલી-ચિત્ર સાહિત્ય સંગીત કે નૃત્ય પરમ આનંદની લહરી અાંદોલાવશે? ક્યારે? પૃo ૧૩૧ પૂલના થાંભલાઓઃ તા. ૨૭-૯-૩૭. છંદઃ પૃથ્વી. ૧-૧૩, પોતે કયી કયી જાતના થાંભલા નથી તે કહે છેઃ ૧-કેળના, ૨–મકાનના, ૩–મસીદના, ૪-પુદુ મંદિરના, ૫–ગુફાઓના, તથા વિજય સ્મારકના. ૨, સુચારુ સ્પર્શ-મનોરમ સ્પર્શવાળા. ૩-૪ બે ચાર માળનો ભાર સાથે લઈને ઊભેલા. ૬ મસૃણ-પોચું, હલક. ૭-૮ બેલૂર મદુરા વગેરે પ્રસિદ્ધ મંદિરોમાંના પદમંડપમાં કોતરણીથી ખીચેખચ ભરાયેલા સ્તંભ. ૧૦ અસલરૂપ–પર્વતના અંગ રૂપે જ. સ્થંભ તે નામના જ માત્ર. ૧૧, નિર્ભર-ભાર વિનાના. ૧૨-૧૩, આકાશ કે કીર્તિ બંનેમાંથી એકેનો સ્થૂલ ભાર તો છે જ નહિ. ૧૫–૧૭, ઉપરની લીટીઓમાંના સ્થાને અનુલક્ષીને. ૧૭, ધરબાઈદટાઈને. કીર્તિસ્થંભને કશાની સાથે ટક્કર લેવાની નથી. ૨૧, કોમળ પાણીની અકોમળ કઠોરતા ભારે છે. સંઘટ્ટના-જંગ ૨૨, ઓઘ–પ્રવાહ. ૨૩, પાણી હંમેશાં વહ્યા કરે તે છતાં તેને આઘાત તો કાયમને જ રહે છે. ૩૧-૩૪, પૂલના થાંભલાને ઘડતર. ૩૪, રિવટ-જડવાના ખીલા. ૩૬, અવિપોજ્ય યગ્મો-છૂટાં ન પાડી શકાય તેવાં જોડકાં. ૩૮, એકબીજાથી દૂર છતાં પાસે. ૪૦, દુર્ભાર–જેનો ભાર ઝીલવો કઠણ છે તેવો. ૪૧, માથા પર કેટલો ય બોજો, પગમાં તેટલા જ અશ્વના બલવાળાં વહેણની ચૂડ. ૪૬, જનપદ-લોકોના પગ. ૪૯-૫૧, પેલા બીજા સ્તંભોને અનુલક્ષીને. ૧ર-૫૮, પૂલના થાંભલાની જીવનચર્યા એની પ્રાપ્તિ–ફલ. ૫૪, મકરદંષ્ટ્ર-મગની દાઢ. ૬૫, જગદ્દભર ઉઠાવ–જગતનો ભાર ઉઠાવવાની, ઊંડાણ ઇ.ની અમારી સાધના છે. ૬પ, અનસ્ત—અસ્ત વગરના, અંત વગરના. ૬૭, દાર્ઢ્ય–દૃઢતા. પૃo ૧૩૪ દ્રૌપદી તા. ૧૫-૧-૩૬. છંદ : લાંબી પંક્તિઓ અનુષ્ટુ૫, બાકીની મિશ્ર ઉપજાતિ. યજ્ઞકુંડમાંથી જન્મેલી દ્રૌપદીમાં અને તેનાં કાર્યોમાં અગ્નિનું સાતત્ય સર્વત્ર કલપ્યું છે. ૮, તામસી અંધારી. ૧૨, અગ્નિનું પુષ્પ તાંબાના કુંડમાં જ રહી શકે. ૧૪, પોતાની ઉગ્રતાનો ખરો ખપ તો વિશ્વભુક-વિશ્વને ભરખી જનારા ભાવિ સંગ્રહમાં થવાનો છે એમ માની જીવનના પ્રારંભમાં તે સૌમ્ય જ રહી. ૨૧-૨૨, પાંડવોનો મયદાનવે રચેલો મહેલ જોવા દુર્યોધન આવે છે તે પ્રસંગ. ૨૩-૨૪, દ્રૌપદી આ વેળા જે હસી તેના પડઘા બધાં રાજ્યોને ભસ્મ કરતા યુદ્ધમાં જ શમ્યા. ૨૭–૩૦, વસ્ત્રહરણ. ૨૮, નિમ્ન-નીચું. ૨૯, વિમોચ-ખેંચી લેવું. ૩૨, દ્રૌપદીને નવસ્ત્રી કરતાં કૌરવોની કીર્તિનું પણ એમ જ થયું. ૩૭–૩૮, બાર વર્ષનો વનવાસ. કિરાતાર્જુનીયમ’માં દ્રૌપદી-યુધિષ્ઠિરનો સંવાદ વાંચવા જેવું છે. ૩૯, કિરીટી-અર્જુન, કિરાત-ભીલ વેષે-શંકર. ૪૦, વન્યત્વ-જંગલીપણું, ઊદ્ધમતા. ૪૭, અર્જુન ૫૯, પ્રજ્ઞ–વિજ્ઞ–ડાહ્યા, જ્ઞાનીઓ. ૬૩-૬૬, દ્રૌપદીને–આખા જીવનની સફળતાની ક્ષણે, ૬૮, ભીમકર્મ–મહાનું ભયાનક કર્મો. ૭૪, મોડાયાં-મચડાઈ ગયાં. છેદાયાં. ૮૩, અગ્નિજા-અગ્નિમાંથી જન્મેલી, નિષૂદની-નિકંદન કરનારી. ૮૫-૮૬, વિજય પણ રસહીન બની ગયો છે. ૮૭, ધરે-ધુરામાં. ૮૯, પતિના ચરણોમાં જ દ્રષ્ટિ રાખીને. ૯૦, હિમવાન-હિમાલય. ૧૦૧-૧૦૨, જીવનના પર્વતની પગથીએથી સરી. ૧૦૪, રિક્ત રંધ-ખાલી પિલાણ, દ્રૌપદીના જવાથી. પાંડવોને રાણીઓ તો ઘણી હતી, પણ તેમની સાથે નીકળેલી અને તેમના હૃદયની ખરી રાણી તો આ જ એક હતી. ૧૧૧, અવશિષ્ટ-બાકી. ૧૧૩, સ્વર્ગાભિમૌખ્ય-સ્વર્ગ તરફ. પૃo ૧૪૦ કર્ણ: પૂરું થયું. તા. ૫-૭–૩૮. ઈદની નોંધ દરેક ખંડ-વાર જૂદી મૂકી છે. ખંડ ૧, છંદઃ ૧-૨, ૨૩-૨૪ અનુષ્ટુપ. ૩-૬, ૧૧-૧૪, રથોદ્ધતા. ૭-૧૦, ૧૯-૧૨, મિશ્ર ઉપજાતિ. ૧૫–૧૯, દ્રુતવિલંબિત. પેટીમાં પુરાયેલું કુન્તાનું પ્રથમ બાળક નદીમાં વહેતું વહેતું સૂતને મળે છે તે પ્રસંગ. ૧, ભર્ગ–કિરણ. ૨, મનુપદ્મ-માનવરૂપી કમળ. ૩, પદ્મનો પિતા-સૂર્ય. ૪, વૃન્તથી ચ્યુત-ડાંખળીએથી ખરેલા. ૫, જે પદ્મ નિજ અંશુ—કિરણથી ખીલ્યું હતું. કર્ણ સૂર્યનો પુત્ર હતા. ૧૨, કાષ્ઠપુટ-પેટી. ૧૩, તમ–અંધારું, ૧૩, અસુત સૂત-પુત્ર-વગરનો સારથિ. ૧૮, શિશુ-કર્ણ, શિશત્સુક દગપદ્મ-શિશુ માટે ઉત્સુક એવી સારથિપત્ની રાધાની આંખો. ખંડ ૨, છંદઃ ૨૫–૨૬, અનુષ્ટુપ, ૨૯-૩૦, વૈતાલીય. ૩૧-૫૪ રથોદ્ધતા. ૨૬, કૌન્તેય-કુન્તાના પુત્રો. ૨૮, ભવાહવ—ભવરૂપી આહવ–સમરાંગણ. ૩૦, અભિજાત-ખાનદાન. ૩૧-૩૪, દૈવે રચેલી અકુલીનતાના શ્યામ તારમાં પુરુષાર્થનાં ઝળકતાં કાર્યોની ભાત ગૂંથી કર્ણે અપૂર્વ જીવનકિનખાબ વણ્યો. ૩૮, ચાપ–ધનુષ. ૩૯, અધિપ-રાજા. ૪૪, ક્ષત્ર-ક્ષત્રિય. ૫૧–૫૪, દ્રૌપદીએ તે અર્જુનની કુલીનતા જોઈ આંધળિયાં કર્યા. પણ વીર્યશ્રી અર્જુન કે કર્ણ બેમાંથી એકેની પસંદગી ઉતાવળથી ન કરી શકી. છેવટે કર્ણ અર્જુનના હાથે મરાયો ત્યારે જ અર્જુનની વીર્યવત્તા વધારે સમજી તેને તેણે પસંદ કર્યો. ખંડ ૩, છંદ અનુટુપ, દુતવિલંબિત. પપ, કાન્તાર જંગલ. ૫૭, સૂર્યનો ખંડ ૪, છંદઃ અનુષ્ટુપ, રથોદ્ધતા. ૭૮, ધરથી–મૂળથી. ૮૭, વિમર્શ–ચિંતન. ૭૮, ટૂંક-ટોચ, શિખર. ૮૯, તાતદત્ત-સૂર્યો આપેલાં. ૯૧, અવધ્ય અવિજેય-વધ ન કરાય, જીતાય નહિ તેવો કવચ અને કુંડળને લીધે. ૯૫, ઇન્દ્ર. ખંડ ૫, છંદઃ અનુષ્ટુપ, શાલિની. ૯૯, વસુષેણ-કર્ણ. ૧૦૧, ઇન્દ્ર યાચવા આવે છે. ૧૦૩, ઉત્તરાતો, ઇન્દ્રથી. ૧૦૪, તનુત્ર–બખતર. ૧૦૬, છન્ન-છૂપું. ૧૦૯, સ્વયં હિ–પોતે જ. ૧૧૦, ધ્રુવં હિ-જરૂર જ. ૧૧૧, શક્તિ-એક પ્રકારનું અસ્ત્ર. ૧૧૫, રક્ષણે-કવચ અને કુંડળ. ખંડ ૬-૭-૮, છંદઃ અનુષ્ટુપ અને રચોદ્ધતા. ૧૩૧-૧૩૪, પ્રલોભનોનું વર્ણન. ૧૬૨, જયા–પણછ. ૧૭૪, કૃતાન્ત-કાળ. ૧૮૭, ધર્મછળ-ધમેં કરેલું છળ : નરો વા કુંજરો વા. ૧૯૧-૧૯૨, ઈન્દ્રે આપેલી શક્તિ તો વાપરી નખાવી જ જોઈએ. એ પિતા ઉપર વાપરવા માટે ઘટોત્કચે કર્ણને માયાવી યુદ્ધથી લાચાર કરી દીધો. ૧૯૪, સારથ્ય–સારથિપણું ૨૦૦, શલ્ય. ૨૦૪, ત્રાણ–અસ્ત્ર કવચ, ઇન્દ્રની શક્તિ. ૨૦૫, સાથી-શલ્ય ૨૨૨, દુઃખજેય-દુર્જય. ૨૨૬, દ્યૌધરા-આકાશ અને પૃથ્વી. ખંડ ૯, છંદઃ ૨૨૭-૨૮, અનુષ્યપ. ૨૨૯-૩૨, રદ્ધતા. ૨૩૭, મન્દાક્રાન્તા, વચ્ચે એક લઘુ વધારેલી. બાકીની મિશ્ર ઉપજાતિ. ૨૩૬, કાન લગી પણછ ખેંચી બળવાન કર્ણે શર છોડ્યું. ૨૩૯, ઉલકા-તારો. ૨૪૩, કૃષ્ણ સર્વજ્ઞ હતા તેથી જ તે કર્ણના શર પર બેઠેલા નાગને જાણી ગયા. બાકી તે વાતની કોઈને ખબર ન હતી. ૨૫૧, રામ-પરશુરામ. ૨૬૨, વ્યાલી–સર્પિણી. ર૭૨–૭૪, કૃષ્ણની વાણી. એકાંતિકા–સર્વદા. ૨૮૨, નિષંગ-ભાથુ. ૨૮૫, ઊર્જિત-મહા બળવાન, ભવ્ય. ખંડ ૧૦, છંદઃ ૨૯૨-૩૦૧, ૩૪૩–૩૪૯, અનુષ્ટુપ, ૩૩૯-૩૪૨, વૈતાલીય, બાકીના મિશ્ર ઉપજાતિ. ૩૪૫, જય-મહાભારત અને વિજય બંને અર્થમાં, પાંડવોને વિજય પણ તારે લીધે થયો, મહાભારત પણ તે જ સર્જ્યું. પૃo ૧૫૬ બુર્ખાનો ઉપકારઃ તા. ૧૮-૫-૩૮, છંદ મિશ્ર ઉપજાતિ. ૧, અવગુણ્ઠન-બુરખો. ૧૨, રુદ્ર-બુરખામાં ઢંકાયેલું મુખ અતિ વિરૂપ એટલે કે રુદ્રરૂપી હતું. સૌન્દર્ય પ્રાપ્ત ન થતાં જે વિષ હમેશાં જન્મતું તેને એ મુખની વિરૂપતા પી ગઈ અર્થાત્ બુરખા પાછળનાં મોઢાં જોવાની લાલસા ચાલી ગઈ. ૧૪, શેખર–શિખર. પૃ. ૧૫૭ વેશ્યાઃ તા. ૨૨-૧૦-૩૭. છંદઃ અનુષ્યપ. ૬, કામના દગ્ધ-કામવાસનાથી બળેલી. પૃo ૧૫૮ દર્દ દુર્ઘટઃ તા. ૨૩-૫-૩૪. છંદઃ અનુષ્ટુપ. ૮, સુશ્રીક-સુન્દર સૌન્દર્યવાળા. પૃ૦ ૧૫૯ બૅન્કનો શરાફઃ તા. ૨૬-૮-૩૮. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧૩, કંકાલ-હાડપિંજર. ૨૦, મઝધાર–મધ દરિયામાં. પૃo ૧૬૫ અહીં તા. ૧૬-૧–૩૪. છંદઃ ૧-૧૨, શિખરિણી. ૧૩–૧૪, પૃથ્વી. ૧, મબલખ–પુષ્કળ. ૨-૮, સ્નાની રમણાનું વર્ણન. ૮, આ આછું સૌમ્ય તેજ અંધારાને પણ વધુ રમણીય કરે છે. પૃo ૧૬૬ પ્રદીપની અંગુલિએ : તા. ૨૧-૧-૩૪, છંદઃ લાંબી પંક્તિઓ અનુષ્ટુપ, બાકીની મિશ્ર ઉપજાતિ. ૧, દુર્ગ જેલની દીવાલો. જેલ બહારના જગતનો અમુક રીતે તે સ્પર્શ રહે છે. ૩૩-૩૪, રાત્રે બરાકોમાં પુરાતી વેળાએ બંધનનું સ્મરણ થાય છે, જગતનો વિયોગ અનુભવાય છે. ૫૪, અનર્ગલ–અર્ગલ-રૂકાવટ વિના. પૃo ૧૭૦ પંચાંગનાં પત્તાંઃ તા. ૧–૮–૩૬. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧૩, સાન્ત-અન્તવાળું. મારી આગળ મારું બાકીનું ભાવિ જીવન મર્યાદિત જ છે. પૃo ૧૭૨ આસ્તે કુંજગલીઃ તા. ૧૫-૫-૩૮, છંદઃ અંજની. પેલી સાચી કુંજગલીની શોધમાં નીકળી પડું છું.