અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/ભેંકાર: Difference between revisions
Jump to navigation
Jump to search

ચિનુ મોદી `ઈર્શાદ' • પાળિયાની જેમ મારી એકલતા આરડે • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: પૌરવી દેસાઇ

KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |

Line 22: | Line 22: | ||
:: ચોર્યાશી લાખ થયા સ્તૂપ. — પાળિયાની. | :: ચોર્યાશી લાખ થયા સ્તૂપ. — પાળિયાની. | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/1/14/Paaliyaanee_Jem-Kshemu_Divetia.mp3 | |||

ચિનુ મોદી `ઈર્શાદ' • પાળિયાની જેમ મારી એકલતા આરડે • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: પૌરવી દેસાઇ | |||

Latest revision as of 19:38, 11 October 2022
ભેંકાર
ચિનુ મોદી `ઈર્શાદ'
પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળામાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ-સ્વરૂપ;
સમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ? — પાળિયાની.
આંગણામાં પગલાંઓ અંકાયાં લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર,
પીપળાનાં પાંદડાંઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર;
પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ. — પાળિયાની.
ચલ્લી થઈને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડું નીડ,
ભ્રમણાની ભીંત ચણી ક્યાં લગ રે બેસવું, માણસ હોવાની મને ચીડ;
આપણે અજાણી એક લાગણીને લાગણીના
ચોર્યાશી લાખ થયા સ્તૂપ. — પાળિયાની.
ચિનુ મોદી `ઈર્શાદ' • પાળિયાની જેમ મારી એકલતા આરડે • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: પૌરવી દેસાઇ