ચાંદનીના હંસ/૧ સ્પર્શના જળમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્પર્શના જળમાં|}} <poem> સ્પર્શના જળમાં હું માથાબૂડ ઊભો છું ઝીણી માછલીઓની જેમ કેટલાક અવાજો મારાં જખ્મી અંગોને કોતરી કોતરીને કરડી રહ્યાં છે. સૂરજનું લોહી મારી બંધ આંખોમાં ઢોળા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
૧૭-૪-૭૯ | ૧૭-૪-૭૯ | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પ્રારંભિક | |||
|next = ૨ પથરાળ કાળાં મેદાનો | |||
}} |
Latest revision as of 10:52, 16 February 2023
સ્પર્શના જળમાં
સ્પર્શના જળમાં
હું માથાબૂડ ઊભો છું
ઝીણી માછલીઓની જેમ
કેટલાક અવાજો
મારાં જખ્મી અંગોને
કોતરી કોતરીને કરડી રહ્યાં છે.
સૂરજનું લોહી
મારી બંધ આંખોમાં ઢોળાય છે.
કાંઠે નેતરના ઝૂંડમાં
ઘાસલ સુવાસના ભીના રૂપેરી ધુમ્મસે
પીળકના ટહુકા જેવા
ઘડીક સરવા થઈ ફફડી ઊઠતા
ફરી પાછા પાંખો બીડીને
મારા કાન ચાલે છે.
૧૭-૪-૭૯