દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૪૪. ખાડી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૪. ખાડી|વસંતતિલકા}} <poem> નૌકા વિષે રહિ જનો જળ પંથ ચાલે, તે દોડતાં તરુવરો નિધિ તીર ભાળે; તે જેમ હોય નિજ દુર્ગુણ જે અલેખે, પોતા વિષે ન પરઠે પર દોષ દેખે. જો નાવ માંહિ રહીને કદિ દૂર જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 35: | Line 35: | ||
મધ્ય સ્થળે પ્રબળ નિર્મળ જેમ જાણી. | મધ્ય સ્થળે પ્રબળ નિર્મળ જેમ જાણી. | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪૩. જળવર્ણન | ||
|next = | |next = ૪૫. સમુદ્રને ઠપકો | ||
}} | }} |
Latest revision as of 07:01, 22 April 2023
વસંતતિલકા
નૌકા વિષે રહિ જનો જળ પંથ ચાલે,
તે દોડતાં તરુવરો નિધિ તીર ભાળે;
તે જેમ હોય નિજ દુર્ગુણ જે અલેખે,
પોતા વિષે ન પરઠે પર દોષ દેખે.
જો નાવ માંહિ રહીને કદિ દૂર જૈયે,
કાંઠા સલીલ ડુબતાં દ્રુમ દેખી લૈયે;
આઘે જઈ વળિ જુઓ કરી દૃષ્ટિ ભાઈ,
જાણે જમીન સઘળી જળમાં સમાઈ.
નાવો બીજાં વિચરતાં બહુ આસપાસે,
તે દૂરથી પ્રથમ તો શઢ માત્ર ભાસે;
જાણે ધજા નિધિશિરે બહુ છે ચડાવી,
કાં તો અનેક વસિયા બગ પક્ષિ આવી.
જો આ શિકારિ જન જાળ જળે ધરે છે,
સ્વાર્થે ગરીબ મછના જીવને હરે છે;
તે જેમ ઢોંગી ગુરુ શબ્દની જાળ નાંખી,
અજ્ઞાનિ લોકતણી લે ઠગી મૂડિ આખી.
ખોરાક વાળિ ગળ કોઈક તો ધરે છે,
જો સ્વાદ લોભિમછ તે ગળિને મરે છે;
તે જેમ લોભિ જન સૌ ઠગથી ઠગાય,
લેવા જતાં અધિક લાભ બધુંય જાય.
ડોળું જણાય જળ સાગર નીર તીર,
આઘે જતાં નિરખિયે વળિ સ્વચ્છ નીર;
બે દેશ સંધિ થળમાં, જન મિશ્ર વાણી,
મધ્ય સ્થળે પ્રબળ નિર્મળ જેમ જાણી.