યાત્રા/જાગ અગની: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|જાગ અગની|}} | {{Heading|જાગ અગની|}} | ||
<poem> | {{block center|<poem> | ||
જાગ અગની! જાગ અગની! | જાગ અગની! જાગ અગની! | ||
{{ | {{gap|4em}}જાગી લગની, જાગ હે! | ||
{{ | {{gap|2em}}ભસ્મ કરવા તમસવગડા | ||
{{ | {{gap|4em}}જાગ અગની, જાગ હે! | ||
માગ, મૂકે માગ અંધારાં બધાં, | માગ, મૂકે માગ અંધારાં બધાં, | ||
Line 22: | Line 22: | ||
બાલ, દિવ્ય મરાલ, માનસ તાહરાં તું પામશે. | બાલ, દિવ્ય મરાલ, માનસ તાહરાં તું પામશે. | ||
{{space}} જાગ અગની, જાગ અગની, જાગ હે! | {{space}} જાગ અગની, જાગ અગની, જાગ હે! | ||
{{Right|માર્ચ, ૧૯૪૫}} | |||
</poem> | {{Right|<small> માર્ચ, ૧૯૪૫</small> }} | ||
</poem>}} | |||
<br> | <br> |
Latest revision as of 01:54, 19 May 2023
જાગ અગની
જાગ અગની! જાગ અગની!
જાગી લગની, જાગ હે!
ભસ્મ કરવા તમસવગડા
જાગ અગની, જાગ હે!
માગ, મૂકે માગ અંધારાં બધાં,
માગ, ભાગે ભૂત અંધાં અધસનાં,
માગ, જાગે રાગ અનહદ ઊર્ધ્વના.
જાગ અગની, જાગ અગની, જાગ હે!
ચાલ, ઝટઝટ ચાલ, ઊઘડે બારણાં,
ચાલ, ચિર ઉપવાસનાં આજે થવાનાં પારણાં,
ચાલ, જો જો ઓ ઉષા લેવા ઉભી ઓવારણાં.
જાગ અગની, જાગ અગની, જાગ હે!
બાલ, તારો વાળ વાંકો પણ નહીં હાવાં થશે,
બાલ, તારે પંથ અણબુઝ જ્યોત સઘળું ચીંધશે,
બાલ, દિવ્ય મરાલ, માનસ તાહરાં તું પામશે.
જાગ અગની, જાગ અગની, જાગ હે!
માર્ચ, ૧૯૪૫