બારી બહાર/૯૮. કોણ એવું છે અપાર!: Difference between revisions
Jump to navigation
Jump to search
૯૮. કોણ એવું છે અપાર!
(+1) |
No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ૯૭. હૈયાનો હંસલો | |previous = ૯૭. હૈયાનો હંસલો | ||
|next = | |next = | ||
}} | }} |
Latest revision as of 11:28, 19 September 2023
કોણ એવું છે અપાર ?
કોણ મારી બાથ કેરી બા’ર છે ?
ધારતાં એવું તમે ઓ આભ, વાયુ, તેજ, સિંધુ ને ધરા !
કે સૌ તમે વણપાર છો ?
ને પ્રેમ કેરી બાથની મુજ બા’ર છો ?
પ્રેમ મારો જે ક્ષણે
થાય છે ઊભો ધરાને પ્રાંગણે,
બાથ ભરવા કારણે
બાહુને પ્હોળા કરી, ભેગા કરીને બાથ જ્યાં પૂરી કરે,
જાઓ છો એમાં પુરાઈ સૌ તમે !
ને તોય ખાલી એટલી એ તો રહે,
કે, જે તમારો સર્જનારો,
તે ય તેમાં જઈ સમાઈને રમે !