અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/ઉપહાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 17: Line 17:
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં!<br>
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં!<br>
</poem>
</poem>
<hr>
{{reflist}}


<br>
<br>

Latest revision as of 07:22, 3 April 2024

ઉપહાર

‘કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ

ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે![1] સૌમ્ય વયનાં
સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે;
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં!

તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ, અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની!

ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,
કર્યા ઉદ્ગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;
સખે! થોડા ખીણો ગહન મહીં તોયે રહી ગયા,
કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું.

અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં!


  1. આ સંબોધન પ્રો બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને છે.



કાવ્યપઠન • વિનોદ જોશી