31,409
edits
No edit summary |
(+1) |
||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ઘરઝુરાપો' એ કવિ બાબુ સુથારનો ઈ.સ.૨૦૧૦માં પ્રકાશિત થયેલો કાવ્યસંગ્રહ છે. બાબુ સુથારે કાવ્યસંગ્રહનું નામ | ‘ઘરઝુરાપો' એ કવિ બાબુ સુથારનો ઈ.સ.૨૦૧૦માં પ્રકાશિત થયેલો કાવ્યસંગ્રહ છે. બાબુ સુથારે કાવ્યસંગ્રહનું નામ ‘ઘરઝુરાપો' રાખ્યું એ મને ગમ્યું. બાબુ સુથારે ફ્લૅટઝુરાપો, રો-હાઉસ ઝુરાપો, મકાનઝુરાપો ન રાખ્યું એય ઉચિત કર્યું. બાકી ફ્લેટ, રોહાઉસ, મકાનમાં વળી ઝુરાપો હોય ખરો?.. ઝુરાપો તો ઘર માટે જ હોય. આ માટે બાબુ સુથાર અભિનંદનના અધિકારી બને છે. આદિલ મનસૂરીને તો ન્યૂયૉર્કમાં પણ વતનની માટી માટે જીવ હિજરાયો હતો. આથી જ તો એ ઝુરાપાએ લખાવ્યું હતું કે - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>ઘટે છે મોહ ક્યાં માટીનો, આદિલ! | {{Block center|'''<poem>ઘટે છે મોહ ક્યાં માટીનો, આદિલ! | ||
| Line 25: | Line 25: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આજે તો આ શૈશવની રમતો-સંતાકૂકડી, સાતતાળી, પકડદાવ, લખોટી, ભમરડા, ચલકચલાણી, પાંચીકા, આંધળી દોડ, ઊભી ખો, બેઠીખો, આમલી પીપળી, સાતઠીકરી કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગઈ છે. મોબાઈલ, કમ્પ્યુટર, ઈન્ટરનેટ, લૅપટૉપ સાથે ચોંટી રહેલાને કેવી રીતે ખબર પડે કે દેહની ભાગોળે હોળીના ઢોલ થઈ વાગવું એટલે શું? | આજે તો આ શૈશવની રમતો-સંતાકૂકડી, સાતતાળી, પકડદાવ, લખોટી, ભમરડા, ચલકચલાણી, પાંચીકા, આંધળી દોડ, ઊભી ખો, બેઠીખો, આમલી પીપળી, સાતઠીકરી કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગઈ છે. મોબાઈલ, કમ્પ્યુટર, ઈન્ટરનેટ, લૅપટૉપ સાથે ચોંટી રહેલાને કેવી રીતે ખબર પડે કે દેહની ભાગોળે હોળીના ઢોલ થઈ વાગવું એટલે શું? | ||
‘ઘરઝુરાપા’ વિશે તૈયારી કરતો હતો ત્યાં જ મને કવિ બાલમુકુંદ દવેનું | ‘ઘરઝુરાપા’ વિશે તૈયારી કરતો હતો ત્યાં જ મને કવિ બાલમુકુંદ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં' કાવ્ય યાદ આવી ગયું. સાથેસાથે જ્યન્ત પાઠકનું ‘વેરાન’ કાવ્ય પણ યાદ આવ્યું. આ કાવ્યમાં સામાન્ય માણસના જીવનની એક સાવ સામાન્ય ઘટના છે. માણસ પોતાના જીવનમાં ભાતીગળ અનુભવોમાંથી પસાર થાય છે. જીવનચક્ર જ એવું છે જેમાં બનતી પ્રત્યેક ઘટના જ્યારે બને છે ત્યારે કાં તો અતિઆઘાતક હોય છે અથવા અતિઉત્સાહપ્રેરક હોય છે. બાબુ સુથારના કાવ્યસંગ્રહમાંથી પસાર થતાં મને આની પ્રતીતિ થઈ. | ||
સમય જેમજેમ વહેતો જાય છે તેમતેમ એ ઘટના ઝાંખીપાતળી પડતી જાય છે. પરંતુ આવી વીતેલી ઘટનાઓ માનવમનમાં ઢબુરાઈને રહે છે. અમુક પરિવેશ મળતાં એ ઘટના જીવતી થાય છે હા, લીલીછમ બની જાય છે. ભૂતકાળ-વર્તમાન બની રહે છે ને માનવ ભૌતિક જગતમાંથી ભાવજગતમાં સરી પડે છે. ‘ઘર'ને જોતાં હૃદય ચીરી નાંખે તેવા કરુણમાં કવિ સરી જાય છે. ઘરનો સાચો અર્થ સમજાય છે. ઘર એટલે ઈંટ-ચૂનાનું મકાન નહીં. ઈંટ-ચૂનાના ઘરને ભૂલી શકાય પણ લાગણીના ઘરનાં મૂળિયાં ઊંડાં હોય છે. એ ઘર છોડવું અઘરું છે. તેને છોડતાં ચૈતન્ય છિન્નભિન્ન, વિચ્છિન્ન થઈ જાય છે. લોહીલુહાણ થઈ જાય છે. એ ઘર આપણું ‘સ્વીટ હોમ’ હોય છે. | સમય જેમજેમ વહેતો જાય છે તેમતેમ એ ઘટના ઝાંખીપાતળી પડતી જાય છે. પરંતુ આવી વીતેલી ઘટનાઓ માનવમનમાં ઢબુરાઈને રહે છે. અમુક પરિવેશ મળતાં એ ઘટના જીવતી થાય છે હા, લીલીછમ બની જાય છે. ભૂતકાળ-વર્તમાન બની રહે છે ને માનવ ભૌતિક જગતમાંથી ભાવજગતમાં સરી પડે છે. ‘ઘર'ને જોતાં હૃદય ચીરી નાંખે તેવા કરુણમાં કવિ સરી જાય છે. ઘરનો સાચો અર્થ સમજાય છે. ઘર એટલે ઈંટ-ચૂનાનું મકાન નહીં. ઈંટ-ચૂનાના ઘરને ભૂલી શકાય પણ લાગણીના ઘરનાં મૂળિયાં ઊંડાં હોય છે. એ ઘર છોડવું અઘરું છે. તેને છોડતાં ચૈતન્ય છિન્નભિન્ન, વિચ્છિન્ન થઈ જાય છે. લોહીલુહાણ થઈ જાય છે. એ ઘર આપણું ‘સ્વીટ હોમ’ હોય છે. | ||
આ | આ ‘જૂનું ઘર ખાલી કરતાં' કે ‘વેરાન'નો વિષય કંઈ કોઈ મહાભિનિષ્ક્રમણ નથી. રામના વનગમન કે બુદ્ધના ગૃહત્યાગ જેવી, સાંસ્કૃતિક સીમા ચિહ્ન જેવી ઘટના પણ નથી. આ વસ્તુમાં કંઈ માલ નથી, પણ કવિએ તેને રસસિદ્ધ કર્યું છે. ગુજરાતી સાહિત્યના છેલ્લા દાયકાના નિબંધો, કથાસાહિત્ય તેમ જ કાવ્યસર્જનના ક્ષેત્રે જે સર્જકો સક્રિય છે તેમનાં મૂળ ગ્રામભૂમિમાં છે. એઓ ત્યાંથી સંજોગોવશાત્ ઊખડીને નગરજીવનમાં પહોંચ્યા છે. સ્થિર થવાની મથામણ કરી, પણ ફાંદની જેમ વધતું આ નગર કોનું થયું છે કે આ સર્જકોનું થાય? એટલે આ સર્જકો જાણે કે આ નગરજીવનમાંથી ઠેલો ખાઈને ગ્રામભૂમિમાં સુગંધ પામવા ગયા વૃક્ષોનો છાંયડો લેવા ગયા. પાણીની પરબે પાણી પીવા ગયા. કોયલનો ટહુકો, મોરની ગહેક સાંભળવા ગયા. એવા આશાભર્યા ગામડામાં ગયા. પણ ત્યાં જઈને જોયું તો જ્યાં મોલ અને કણસલાં હતાં ત્યાં કારખાનાની ચીમનીઓ ધુમાડા ઓકતી હતી. આકાશ ગોરજભર્યું ન હતું, પણ ધુમાડા અને મેશથી ઢંકાયેલું હતું. | ||
વૃક્ષોનાં પાંદડાં પરિપક્વ હતાં તેથી કાળાં ન હતાં, પણ કારખાનાની ચીમનીની મેશથી કાળાં પડી ગયાં હતાં. પરબો તો જોવા જ ન મળી. માણસો પણ જાણે સંબંધને નામે શૂન્ય મૂકીને આંકડાની રમતમાં ખોવાઈ ગયેલાં લાગ્યા. આ સર્જક નગરમાં ન સમાયો અને ગ્રામપ્રદેશમાં પોતાનાં મૂળ અને ભોંય શોધવા ગયો. ત્યાંથી એવો તો હડસેલો ખાધો કે જાણે ક્યાંયનો ન રહ્યો. | વૃક્ષોનાં પાંદડાં પરિપક્વ હતાં તેથી કાળાં ન હતાં, પણ કારખાનાની ચીમનીની મેશથી કાળાં પડી ગયાં હતાં. પરબો તો જોવા જ ન મળી. માણસો પણ જાણે સંબંધને નામે શૂન્ય મૂકીને આંકડાની રમતમાં ખોવાઈ ગયેલાં લાગ્યા. આ સર્જક નગરમાં ન સમાયો અને ગ્રામપ્રદેશમાં પોતાનાં મૂળ અને ભોંય શોધવા ગયો. ત્યાંથી એવો તો હડસેલો ખાધો કે જાણે ક્યાંયનો ન રહ્યો. | ||
માણસમાં એક છેડે જેમજેમ આધુનિક વલણો વિકસતાં ગયાં તેમતેમ બીજે છેડે એની પોતાની આદિમવૃત્તિઓ તરફ પણ એનું આકર્ષણ વધતું ગયું. એને જાણે કે આધુનિક બનવું છે પણ એની ભૂતકાળની મૂડી ખોવાની એની જરીકે ઇચ્છા નથી. આધુનિકતાવાદનાં કેટલાંક લક્ષણોમાં એક લક્ષણ હતું આદિમતાવાદનું. આદિમતાવાદનો અર્થ જ એટલો થતો હતો કે મૂળભૂત જન્મજાત અને સહજવૃત્તિઓનું આકર્ષણ અને પ્રગટીકરણ, આધુનિકતાવાદમાં કે અનુઆધુનિકતાવાદમાં પણ માનવી પોતાનાં મૂળ તરફ વાળવાની મનોવૃત્તિનું આલેખ તો અનેક રીતે કરતો રહ્યો છે. | માણસમાં એક છેડે જેમજેમ આધુનિક વલણો વિકસતાં ગયાં તેમતેમ બીજે છેડે એની પોતાની આદિમવૃત્તિઓ તરફ પણ એનું આકર્ષણ વધતું ગયું. એને જાણે કે આધુનિક બનવું છે પણ એની ભૂતકાળની મૂડી ખોવાની એની જરીકે ઇચ્છા નથી. આધુનિકતાવાદનાં કેટલાંક લક્ષણોમાં એક લક્ષણ હતું આદિમતાવાદનું. આદિમતાવાદનો અર્થ જ એટલો થતો હતો કે મૂળભૂત જન્મજાત અને સહજવૃત્તિઓનું આકર્ષણ અને પ્રગટીકરણ, આધુનિકતાવાદમાં કે અનુઆધુનિકતાવાદમાં પણ માનવી પોતાનાં મૂળ તરફ વાળવાની મનોવૃત્તિનું આલેખ તો અનેક રીતે કરતો રહ્યો છે. | ||
| Line 187: | Line 187: | ||
નાસિક્ય સ્વરોને | નાસિક્ય સ્વરોને | ||
હજી તો જાન જોડવાની બાકી છે | હજી તો જાન જોડવાની બાકી છે | ||
‘ણ' અને ‘ળ' ની | |||
મારા સિવાય એમનું છે કોણ બીજું | મારા સિવાય એમનું છે કોણ બીજું | ||
આ જગતમાં? | આ જગતમાં? | ||
| Line 333: | Line 333: | ||
</poem>'''}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સુજ્ઞ મહાનુભાવો, અહીં હું મારી વાતને વિરામ આપું છું. ‘ઘરઝુરાપો’ કાવ્યસંગ્રહની ભાવનથી હું પોતે પણ હચમચી ગયો છું. મારી મતિ અને ક્ષતિ મુજબ | સુજ્ઞ મહાનુભાવો, અહીં હું મારી વાતને વિરામ આપું છું. ‘ઘરઝુરાપો’ કાવ્યસંગ્રહની ભાવનથી હું પોતે પણ હચમચી ગયો છું. મારી મતિ અને ક્ષતિ મુજબ ‘ઘરઝુરાપા'નું મૂલ્યાકંન કર્યું છે. મહાનુભાવો બેઠા છે. એઓશ્રીના સૂચનો, માર્ગદર્શન, ટીકાટિપ્પણ આવકાર્ય છે. આપનું એકમાત્ર સૂચન મારા માટે તો દિશાનિર્દેશ જેવું બની રહેશે. અંતે ‘તથાપિ’ના ૧૯મા અંકમાં ડૉ. મણિલાલ પટેલસાહેબના વિધાનથી હું મારી વાતને વિરામ આપીશ. પટેલસાહેબે કહ્યું છે કે “વ્યતીતની માધુરી અને વર્તમાનના વલોપાતને વ્યક્ત કરતી આ કવિતા, થંભવા લાગેલાં કવિતાજળને પુનઃ આંદોલિત કરવાનો સફળ પ્રયાસ કરે છે." | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|❖}} | {{center|❖}} | ||