31,402
edits
(+1) |
No edit summary |
||
| Line 33: | Line 33: | ||
પંડિતયુગનું મૂળભૂત લક્ષણ જ એની આ સંસ્કૃતભક્તિ, કેમકે એમાંથી જ એનાં અન્ય સર્વ લક્ષણોનો પ્રાદુર્ભાવ થયો. ઉદાહરણ તરીકે એ યુગનું બીજું લક્ષણ તે એની સંરક્ષક્તા અને પ્રાચીનપૂજા, અને તે પણ એની આ સંસ્કૃતભક્તિના જ પરિણામરૂપ, ગુર્જરભક્ત ફાર્બસ સાહેબના સંબન્ધમાં આપણે જાણીએ છીએ કે એ શિલ્પકળારસિક પુરુષ ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી નિમાએલા અમલદાર તરીકે આપણા ગુજરાતમાં આવ્યો અને આંહીની ભવ્ય શિલ્પકૃતિઓને જોઈને એને થયું કે ‘કોઈ પૂર્વે થઈ ગયેલા પ્રતાપી લોકોના મહિમાનાં એ અવાચક ચિહ્ન છે.૨૨<ref>૨૨. ‘ફાર્બસ જીવનચરિત્ર', પૃ. ૭</ref> અને તેથી એવી ભવ્ય શિલ્પકૃતિઓ નિર્માણ કરનારી પ્રજા પણ મહાન હોવી જોઈએ એમ લાગવાથી એ તેના જીવન તેમ ઇતિહાસનો પ્રશંસક ને અભ્યાસી બન્યો. આ પંડિતયુગના સંબધમાં પણ એવું જ થયું. એ યુગના યુવકો જેમ જેમ સંસ્કૃત સાહિત્યનું અધ્યયન કરતા ગયા તેમ તેમ એમાં પ્રતિબિંબિત થએલી પ્રાચીન આર્ય સંસ્કૃતિથી તેઓ મુગ્ધ થતા ગયા. નિર્ણયસાગર તરફથી એ વખતે પ્રકટ થવા માંડેલી કાવ્યમાલાના સંસ્કૃત કાવ્ય, નાટક, અલંકાર આદિના ગ્રન્થો વાંચીને તેઓ એટલા બધા આનન્દમાં આવી ગએલા કે સ્વ. આનન્દશંકર ધ્રુવ આદિ કેટલાંકોએ તો એ વિશે સંસ્કૃતમાં પ્રશસ્તિઓ પણ લખેલી,૨૩<ref>૨૩. ‘અમારા સમયની કેળવણીનાં સ્મરણો’, -‘વસન્ત’, ૧૫, ૧૯૫. (હવે ગ્રન્થાકારે ‘દિગ્દર્શન’, પૃ.૧૭૩).</ref> એમના શબ્દોનો વિનિયોગ કરીને કહીએ તો ‘આ ગ્રન્થમાળાથી કોઈક નવી જ રસભૂમિ'નાં એમને દર્શન થવા લાગેલાં, અને એમનો આ આદરભાવ એ‘રસભૂમિ'માં જ પુરાઇ ન રહેતાં એ ‘રસભૂમિ'માં પેસી ગએલી પ્રજા અને તેની સંસ્કૃતિ ભણી પણ સ્વાભાવિક રીતે વળેલો. વસ્તુતઃ આ પંડિતયુગ તે આપણી પ્રજાનો પુનઃપ્રબોધકાળ હતો, જેમ સુધારક યુગ તે એનો પ્રબોધકાળ હતો. સુધારક યુગમાં આપણી પ્રજા પાશ્ચાત્ય સાહિત્ય સાથે પહેલવહેલી જ સંપર્કમાં આવી, અને તેને પરિણામે એ સૈકાઓની ઘોર નિદ્રામાંથી જાગી આંખો ચોળી ‘બહાવરું બહાવરું' જોવા લાગી આ એની પહેલી જાગૃતિ. પણ એ જાગૃતિ એકાંગી અને અધૂરી હતી, કેમકે એમાં પૂરી સ્વસ્થતા હજુ નહોતી આવી અને નવીન જાગૃતિને લીધે ચડેલું ઘેન હજી પૂરું નહોતું ઊતર્યું. એ ઘેન પૂરેપૂરું ઉતાર્યું તે આ સંસ્કૃત સાહિત્ય અને એ સાહિત્યમાં પ્રતિબિબિંત થએલી પ્રાચીન સંસ્કૃતિના પરિચયે. બીજી રીતે કહીએ તો સુધારક યુગ એ આપણા અર્વાચીન સાહિત્યનો બાલ્યકાળ હતો. એમાં આપણે પશ્ચિમની સઘળી નીતિરીતિ તરફ બાલકના જેવા અહોભાવથી જોતા અને એમના આચારવિચારનું બાલકના જેટલા મુગ્ધભાવથી અનુકરણ કરવા પ્રયત્ન કરતા. પણ આ પંડિતયુગમાં આપણે પશ્ચિમની સાથે પૂર્વના સાહિત્યના પણ સંપર્કમાં આવ્યા અને એની પ્રાચીન સંસ્કૃતિનું રહસ્ય સમજવાની પણ આપણને તક મળી, એટલે આપણે છેક બાલક મટીને યુવાવસ્થામાં૨૪<ref>૨૪. From about that date (1870) a great change manifests itself in the spirit of the educated classes of India. Hitherto they have been docile pupils; now they begin to show the vigour and independence of youth. There is a wonderful outburst of freshness, energy and initiative. Many forms of new effort and organization appear. The most pronounced line of thought is a growing desire to defend Hinduism, and an increasing confidence in its defensibility The movement is now shared by Muslims, Buddhists, Jains. and Parsees. but it appears first among Hindus.'-J. N. Farquhar: Modern Religious Movements in India, p.25.</ref> પ્રવેશ કર્યો અને આગલા યુગમાં ‘પરપ્રત્યયનેય બુદ્ધિ' જેવી આપણી સ્થિતિ હતી. તેને સ્થાને પૂર્વ અને પશ્ચિમ ઉભયની પરીક્ષા કરી એમાંથી જે યોગ્ય હોય તેનો સ્વીકાર કરવા જેટલું સ્વાતંત્ર્ય આપણામાં આવ્યું. આ સ્વાતંત્ર્યને યૂરોપ અમેરિકાના પ્રાચ્યવિદો તરફથી પણ અણધારી પુષ્ટિ મળી. કેમકે કવિશ્રી ન્હાનાલાલ કહે છે તેમ એ અરસામાં પશ્ચિમ પૂર્વને ભણતું હતું. અને ભણતું હતું તેથી પ્રીછતું હતું. યૂરોપના દેશદેશમાં Oriental Congress-પોર્વાત્યજ્ઞાન પરિષદ ભરાતી. દેશદેશમાં પૌર્વાત્ય મહાપંડિતો વસતા. નવ ઇંગ્લંડને જર્મન પ્રો. મેક્ષમૂલરે ભાષાન્તર કરીને ૠગ્વેદ ભણાવ્યો હતો, અને આર્યાવર્ત એમને પ્રો.મોક્ષમૂલર કહેતું. Sacred Books of the East નામાભિધાને એમણે અપૂર્વ અને અદ્વિતીય પૂર્વનાં સત્શાસ્ત્રોની ભાષાન્તર ગ્રંથમાળા પ્રગટ કરી હતી. What India can Teach Us? એ એમનો ભારતસન્દેશનો ગ્રન્થ પૂરોપ, અમેરિકા, એશિયામાં જાણીતો હતો. એ નવભૂમિ દર્શન કરતી આશ્ચર્યઆંખે પશ્ચિમ ત્યારે પૂર્વને નિહાળતું. પશ્ચિમના પ્રોફેસરો ભારતમાં ભણવાને આવતા. ગંગાના પુષઘાટો, હિમાલયની ગહન ગુફાઓ, એ ગુફાવાસી સમર્થ યોગેશ્વરોનાં Mystic આકર્ષણો વધારે, પશ્ચિમને આકર્ષતાં, કૈલાસને નામે અદ્ભુતની ઝંખના જાગતી, ૨૫<ref>૨૫. ‘કવીશ્વર દલપતરામ, ભા.૨, ઉત્તરાર્ધ પૃ. ૩૬૯-૭૦</ref> આગલા સુધારક યુગમાં આપણા પ્રજાનાયકો પશ્ચિમપૂજક બની ગયા હતા, અને આપણું સઘળું નિન્દાપાત્ર જ ગણતા. કવિના શબ્દોમાં જો કહીએ તો ‘પશ્ચિમવાદીઓ અને પશ્ચિમપૂજક એક આંખાળાઓ ભારતની ભૂલો માત્ર ગોખતા ગોખાવતા એ જ પશ્ચિમમાંથી ભારતની ગુણગીતા ગવાતી હિન્દુ મહાપ્રજાએ સાંભળી. પશ્ચિમવાદીઓને પશ્ચિમવાસીઓએ ખોટા પાડ્યા. ભારતને ગુણગૌરવ છ્ડ્યા.૨૬<ref>૨૬. સદર, પૃ. ૩૭૨,</ref> ‘દેશાભિમાન' શબ્દ ઘડાયો જોકે આગલા સુધારકયુગમાં, પણ એ શબ્દથી સૂચિત થતો ભાવ ખરેખરો અનુભવવા લાગ્યાં. તે તો આ સંરક્ષકયુગના જ લોકો, કેમકે સુધારકયુગના લોકો સ્વદેશ પ્રત્યે પશ્ચિમની નજરે જ જોતા હતા, એટલે એમાં એમને જયાં ત્યાં સુધારવા ને શરમાવા જેવું જ લાગતું હતું, અને અભિમાન લેવા જેવું કશું એમાં એમને દેખાતું જ નહોતું. એટલે એ યુગમાં સાચા દેશાભિમાન જેવું હતું જ નહિ. જે કંઈ હતું તે ‘દેશાભિમાન' કરતાં ‘દેશવાત્સલ્ય' કે ‘દેશદાઝ' એ શબ્દથી જ ઓળખાવાને વિશેષ પાત્ર હતું. ‘અરે! આ પશ્ચિમની સાથે સરખાવતાં આપણો દેશ કેવો અધમ છે, આપણી પ્રજા કેવી પામર છે, આપણી દશા કેવી દયાજનક છે! ‘-એજ એ આખા જમાનાનો પ્રધાન મનોભાવ હતો. સાચા સ્વદેશાભિમાનની લાગણી તો આ પંડિતયુગમાં સંસ્કૃત સાહિત્ય દ્વારા આપણા પ્રાચીન ગૌરવનું અને આપણી પુરાતન આર્ય સંસ્કૃતિની ઉદાત્તતાનું આપણને દર્શન થયું ત્યારે જ આપણે અનુભવી શક્યા. આથી જ ‘દેશાભિમાન' શબ્દના આદ્યયોજકે સૂરતની શાળામાં સ્વામી દયાનંદ સરસ્વતી એ ભાષણ કરેલું તેની પ્રશંસા કરતાં કહેલું કે આજ બાવીસ વરસથી અમે પોપટિયા રટણ કરીએ છીએ, પણ એ દેશાભિમાનની લાગણીનો ખરો સ્વાનુભવ કર્યો ને કરાવ્યો તે તો આર્ય ધર્મનું પુનરુજ્જીવન કરનાર આ સ્વામીજીએ.૨૭<ref>૨૭. ‘ધર્મવિચાર, પૃ. ૩૨.</ref> અને આ સ્વામીજીએ જ આપણા દેશ પર પરસંસ્કારે જે આક્રમણ કરવા માંડેલું તેનો સૌથી પહેલો સામનો કર્યો. આપણી આર્ય સંસ્કૃતિના પ્રાચીનતમ વિશુદ્ધ સ્વરૂપનું દર્શન કરાવી એમણે પશ્ચિમના તેજથી અંજાઈ ગએલી આંખોને ઠેકાણે આણી. એમણે કરેલી આર્યસમાજની સ્થાપના તે આપણા પ્રાચીનતા પૂજક સંરક્ષકયુગનો અરુણોદય. એ જ સ્વામીજી થી આકર્ષાઈને ‘અમેરિકામાંથી આર્યવિદ્યાની શોધમાં તલ્લીન થઈ રહેલી થીયોસોફી નામનું બેચાર મનુષ્યનું ભાવિક ટોળું હિંદુસ્તાનમાં આવ્યું.૨૮<ref>૨૮. ‘સુદર્શનગદ્યાવલિ,' પૃ. ૯૨.</ref> અને તેણે પોતાની સંસ્થા આપણા દેશમાં જમાવી. આર્યધર્મનું પ્રાચીન રહસ્ય યુનિવર્સિટીનું શિક્ષણ પામેલાઓનો આદર પામી શકે એવી પરિભાષા ને શૈલીમાં સમજાવવા માંડયું. એની બેસન્ટ જેવી પરમ બુદ્ધિશાળી, સંસ્કારી, અને વિદુષી સન્નારીએ એ સંસ્થામાં જોડાઈ જ્યારથી હિન્દવાસ સ્વીકાર્યો અને વિદેશી હોવા છતાં પોતાને હિન્દુ તરીકે ઓળખાવવામાં જ્યારથી ગૌરવ ગણવા માંડ્યું ત્યારથી સુશિક્ષિત હિન્દુ યુવકોની છાતી ગજ ગજ ફૂલવા લાગી અને એમની ઉપદેશપ્રવૃત્તિએ કેળવાએલા યુવકવર્ગને મન્ત્રમુગ્ધ કરી એને પ્રાચીન આર્ય સંસ્કૃતિ તરફ વાળવાનું દેશભરમાં પ્રબળ આન્દોલન શરૂ કર્યું. આ જ અરસામાં પ્રારંભમાં સ્વામી વિવેકાનન્દનું અને પછી કેટલેક કાળે રામતીર્થનું કાર્ય શરૂ થયું. એ બન્ને આપણી શારદાપીઠોની ઉચ્ચતમ કેળવણી પામેલા પદવીધરો હતા, વળી એમની વ્યાખ્યાનમાળા મૂળ યુરોપ અમેરિકામાં આપેલી અને ત્યાંની પ્રતિષ્ઠાની મહોર છાપ પામીને આંહીં આવેલી, એટલે એમના ઉપદેશોએ આપણા શિક્ષિતવર્ગનું ધ્યાન વિશેષ પ્રમાણમાં ખેંચ્યું. દયાનન્દ સ્વામીએ હિન્દને વેદના પ્રાચીનતમ ધર્મ ભણી દોર્યો હતો, ત્યારે આ જોડલીએ તેને વેદાન્તની પરમ ઉદાર અને તત્ત્વજ્ઞાનના શિખરરૂપ ગણાય એવી અદ્વૈતભાવના અને તેમાંથી ફલિત થતા ઉન્નત જીવનદર્શન ભણી દોર્યો. ત્યારથી પછી આપણા દેશમાં સુધારાનાં પાણી ઓસર્યા. કેમકે નવલરામે કહ્યું છે તેમ એ સુધારાની જનની તે પાશ્ચાત્ય સાહિત્યની કેળવણી હતી. એ પાશ્ચાત્ય સાહિત્ય સાથે આ પંડિતયુગમાં સંસ્કૃત આદિ પ્રાચ્ય સાહિત્ય પણ કેળવણીમાં દાખલ થયું. એટલે સુધારણાનું જોર આપોઆપ કમી થયું. વહેમજવનની સામેનો મારો તો અલબત્ત તે પછી પણ ચાલુ રહ્યો, પણ નર્મદયુગમાં સુધારારાણો જે હદ બહાર બહેકી ગયો હતો. તેને આ સંસ્કૃત સાહિત્યના શિક્ષણે અમુક અંશે અંકુશમાં આણ્યો. વસ્તુતઃ પાશ્ચાત્ય અને પ્રાચ્ય વિદ્યાસંસ્કૃતિઓ આપણી પ્રજાના માનસને ઘડવામાં ત્યારથી પરસ્પર પૂરક ને નિયામક બળ જેવી બની રહી. એટલે આગલા યુગમાં આપણા ભણેલાઓ આપણી રહેણીકરણીની નબળી બાજુ જ જોતા હતા, તેમાંના અનિષ્ટ અંશોજ આગળ કરતા હતા, અને ‘આપણી જૂની રૂઢિઓ કેવી ખરાબ છે!' એમ કહીને આત્મનિન્દા અને આત્મજુગુપ્સાની લાગણી અનુભવતા હતા તે આ યુગમાં બંધ થઈ, અને પ્રાચીન સંસ્કૃત સાહિત્ય દ્વારા તેમ દયાનન્દ સરસ્વતી, એની બેસન્ટ, વિવેકાનન્દ, અને રામતીર્થ આદિ ઉપદેશક પરંપરાની પ્રવૃત્તિ દ્વારા આપણા દેશની રીતરસમોની ઊજળી બાજુ જોવા લાગ્યા, તેમાંનો સંદેશો તારવવા લાગ્યા, અને ‘આપણા પૂર્વજો આપણે ધારતા હતા તેવા બેવકુફ નહોતા, પણ જગતની સર્વોત્તમ ગણાય એવી સંસ્કૃતિના સર્જક હતા’ એ પ્રકારનું ભાન થતાં સુધારક યુગની આત્મનિન્દા અને આત્મજુગુપ્સાને સ્થાને અસ્મિતા અને સ્વમાનના ભાવો તેઓ અનુભવવા લાગ્યા. ત્યારથી પછી પુરોગામી યુગની કેવળ ઉચ્છેદક વૃત્તિનો અન્ત આવ્યો, અને સંરક્ષક વૃત્તિનો જન્મ થયો. અલબત્ત, આ સંરક્ષક યુગમાં પણ પાછલા સુધારક યુગના પ્રવાહને ચાલુ રાખવા મથતી રમણભાઈ, નરસિંહરાવ આદિ જેવી થોડી વ્યક્તિઓ હતી ખરી, પણ તે લઘુમતીમાં આવી ગઈ, અને બહુમતી તો મણિલાલ, ગોવર્ધનરામ આદિ પ્રાચીનતાપૂજક પક્ષની જ આ યુગમાં આદિથી અન્ત સુધી રહી. આખા હિન્દને માટે પુરાણી સંસ્કૃતિના પુનરૂજ્જીવનનું જે કામ વિવેકાનન્દ, રામતીર્થ આદિએ કર્યું તે જ કામ ગુજરાત માટે શિષ્ટ વિદ્ધદ્ધોભોગ્ય સ્વરૂપમાં મણિલાલ તથા ગોવર્ધનરામે અર્ને સાદા લોકભોગ્ય સ્વરૂપમાં નરસિંહાચાર્ય અને નથુરામ શર્માએ કર્યુ. પુરોગામી યુગમાં સુધારકોને હાથે નિન્દાએલી આપણી રૂઢિઓનો મર્મ શો, એનો ઉદ્ભવ શી રીતે થયો, એનું પ્રાચીન શુદ્ધ સ્વરૂપ શું, એમાં વિકૃતિ ક્યારે શાથી પેઠી, અને એનું અર્વાચીન ઉર્ધ્વીકરણ કયા પ્રકારે શક્ય તેનું ચિન્તન એ જ એમનો જીવનવ્યવસાય બની ગયો. એ રીતે એ મંડળ પોતાનું સમસ્ત સાહિત્યજીવન પ્રાચીન આર્યસંસ્કૃતિનું ગૌરવ પોતાના દેશબન્ધુઓને સમજાવવામાં ગાળ્યું એટલે આનન્દશંકર ધ્રુવ ‘and all of great, or good or lovely, which the sacred past In truth or fable cosecrates, he felt and knew.' એ શૈલીની જે પંક્તિઓ મણિલાલને માટે યોજે છે તે આ પંડિતયુગના સમસ્ત સંરક્ષકવર્ગને માટે પણ સાચી છે. પાછલા પ્રકરણમાં કેશવલાલ ધ્રુવને આપણે જરાશંકર કહેલા પણ વસ્તુત: એકલા કેશવલાલ જ નહિ પણ આ આખા યુગના સઘળા સંસ્કૃતપ્રિય સાક્ષરો એક યા બીજા ક્ષેત્રમાં નાના મોટા જરાશંકરો જ હતા, ‘ભવ્ય ભરતભૂમિ નામે જે એકનું એક રાષ્ટ્રીય ગીત કેશવલાલ ધ્રુવે રચેલું છે તે પંડિતયુગની આ પ્રાચીન પૂજાના લાક્ષણિક પ્રતીક જેવું જ છે અને એની | પંડિતયુગનું મૂળભૂત લક્ષણ જ એની આ સંસ્કૃતભક્તિ, કેમકે એમાંથી જ એનાં અન્ય સર્વ લક્ષણોનો પ્રાદુર્ભાવ થયો. ઉદાહરણ તરીકે એ યુગનું બીજું લક્ષણ તે એની સંરક્ષક્તા અને પ્રાચીનપૂજા, અને તે પણ એની આ સંસ્કૃતભક્તિના જ પરિણામરૂપ, ગુર્જરભક્ત ફાર્બસ સાહેબના સંબન્ધમાં આપણે જાણીએ છીએ કે એ શિલ્પકળારસિક પુરુષ ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી નિમાએલા અમલદાર તરીકે આપણા ગુજરાતમાં આવ્યો અને આંહીની ભવ્ય શિલ્પકૃતિઓને જોઈને એને થયું કે ‘કોઈ પૂર્વે થઈ ગયેલા પ્રતાપી લોકોના મહિમાનાં એ અવાચક ચિહ્ન છે.૨૨<ref>૨૨. ‘ફાર્બસ જીવનચરિત્ર', પૃ. ૭</ref> અને તેથી એવી ભવ્ય શિલ્પકૃતિઓ નિર્માણ કરનારી પ્રજા પણ મહાન હોવી જોઈએ એમ લાગવાથી એ તેના જીવન તેમ ઇતિહાસનો પ્રશંસક ને અભ્યાસી બન્યો. આ પંડિતયુગના સંબધમાં પણ એવું જ થયું. એ યુગના યુવકો જેમ જેમ સંસ્કૃત સાહિત્યનું અધ્યયન કરતા ગયા તેમ તેમ એમાં પ્રતિબિંબિત થએલી પ્રાચીન આર્ય સંસ્કૃતિથી તેઓ મુગ્ધ થતા ગયા. નિર્ણયસાગર તરફથી એ વખતે પ્રકટ થવા માંડેલી કાવ્યમાલાના સંસ્કૃત કાવ્ય, નાટક, અલંકાર આદિના ગ્રન્થો વાંચીને તેઓ એટલા બધા આનન્દમાં આવી ગએલા કે સ્વ. આનન્દશંકર ધ્રુવ આદિ કેટલાંકોએ તો એ વિશે સંસ્કૃતમાં પ્રશસ્તિઓ પણ લખેલી,૨૩<ref>૨૩. ‘અમારા સમયની કેળવણીનાં સ્મરણો’, -‘વસન્ત’, ૧૫, ૧૯૫. (હવે ગ્રન્થાકારે ‘દિગ્દર્શન’, પૃ.૧૭૩).</ref> એમના શબ્દોનો વિનિયોગ કરીને કહીએ તો ‘આ ગ્રન્થમાળાથી કોઈક નવી જ રસભૂમિ'નાં એમને દર્શન થવા લાગેલાં, અને એમનો આ આદરભાવ એ‘રસભૂમિ'માં જ પુરાઇ ન રહેતાં એ ‘રસભૂમિ'માં પેસી ગએલી પ્રજા અને તેની સંસ્કૃતિ ભણી પણ સ્વાભાવિક રીતે વળેલો. વસ્તુતઃ આ પંડિતયુગ તે આપણી પ્રજાનો પુનઃપ્રબોધકાળ હતો, જેમ સુધારક યુગ તે એનો પ્રબોધકાળ હતો. સુધારક યુગમાં આપણી પ્રજા પાશ્ચાત્ય સાહિત્ય સાથે પહેલવહેલી જ સંપર્કમાં આવી, અને તેને પરિણામે એ સૈકાઓની ઘોર નિદ્રામાંથી જાગી આંખો ચોળી ‘બહાવરું બહાવરું' જોવા લાગી આ એની પહેલી જાગૃતિ. પણ એ જાગૃતિ એકાંગી અને અધૂરી હતી, કેમકે એમાં પૂરી સ્વસ્થતા હજુ નહોતી આવી અને નવીન જાગૃતિને લીધે ચડેલું ઘેન હજી પૂરું નહોતું ઊતર્યું. એ ઘેન પૂરેપૂરું ઉતાર્યું તે આ સંસ્કૃત સાહિત્ય અને એ સાહિત્યમાં પ્રતિબિબિંત થએલી પ્રાચીન સંસ્કૃતિના પરિચયે. બીજી રીતે કહીએ તો સુધારક યુગ એ આપણા અર્વાચીન સાહિત્યનો બાલ્યકાળ હતો. એમાં આપણે પશ્ચિમની સઘળી નીતિરીતિ તરફ બાલકના જેવા અહોભાવથી જોતા અને એમના આચારવિચારનું બાલકના જેટલા મુગ્ધભાવથી અનુકરણ કરવા પ્રયત્ન કરતા. પણ આ પંડિતયુગમાં આપણે પશ્ચિમની સાથે પૂર્વના સાહિત્યના પણ સંપર્કમાં આવ્યા અને એની પ્રાચીન સંસ્કૃતિનું રહસ્ય સમજવાની પણ આપણને તક મળી, એટલે આપણે છેક બાલક મટીને યુવાવસ્થામાં૨૪<ref>૨૪. From about that date (1870) a great change manifests itself in the spirit of the educated classes of India. Hitherto they have been docile pupils; now they begin to show the vigour and independence of youth. There is a wonderful outburst of freshness, energy and initiative. Many forms of new effort and organization appear. The most pronounced line of thought is a growing desire to defend Hinduism, and an increasing confidence in its defensibility The movement is now shared by Muslims, Buddhists, Jains. and Parsees. but it appears first among Hindus.'-J. N. Farquhar: Modern Religious Movements in India, p.25.</ref> પ્રવેશ કર્યો અને આગલા યુગમાં ‘પરપ્રત્યયનેય બુદ્ધિ' જેવી આપણી સ્થિતિ હતી. તેને સ્થાને પૂર્વ અને પશ્ચિમ ઉભયની પરીક્ષા કરી એમાંથી જે યોગ્ય હોય તેનો સ્વીકાર કરવા જેટલું સ્વાતંત્ર્ય આપણામાં આવ્યું. આ સ્વાતંત્ર્યને યૂરોપ અમેરિકાના પ્રાચ્યવિદો તરફથી પણ અણધારી પુષ્ટિ મળી. કેમકે કવિશ્રી ન્હાનાલાલ કહે છે તેમ એ અરસામાં પશ્ચિમ પૂર્વને ભણતું હતું. અને ભણતું હતું તેથી પ્રીછતું હતું. યૂરોપના દેશદેશમાં Oriental Congress-પોર્વાત્યજ્ઞાન પરિષદ ભરાતી. દેશદેશમાં પૌર્વાત્ય મહાપંડિતો વસતા. નવ ઇંગ્લંડને જર્મન પ્રો. મેક્ષમૂલરે ભાષાન્તર કરીને ૠગ્વેદ ભણાવ્યો હતો, અને આર્યાવર્ત એમને પ્રો.મોક્ષમૂલર કહેતું. Sacred Books of the East નામાભિધાને એમણે અપૂર્વ અને અદ્વિતીય પૂર્વનાં સત્શાસ્ત્રોની ભાષાન્તર ગ્રંથમાળા પ્રગટ કરી હતી. What India can Teach Us? એ એમનો ભારતસન્દેશનો ગ્રન્થ પૂરોપ, અમેરિકા, એશિયામાં જાણીતો હતો. એ નવભૂમિ દર્શન કરતી આશ્ચર્યઆંખે પશ્ચિમ ત્યારે પૂર્વને નિહાળતું. પશ્ચિમના પ્રોફેસરો ભારતમાં ભણવાને આવતા. ગંગાના પુષઘાટો, હિમાલયની ગહન ગુફાઓ, એ ગુફાવાસી સમર્થ યોગેશ્વરોનાં Mystic આકર્ષણો વધારે, પશ્ચિમને આકર્ષતાં, કૈલાસને નામે અદ્ભુતની ઝંખના જાગતી, ૨૫<ref>૨૫. ‘કવીશ્વર દલપતરામ, ભા.૨, ઉત્તરાર્ધ પૃ. ૩૬૯-૭૦</ref> આગલા સુધારક યુગમાં આપણા પ્રજાનાયકો પશ્ચિમપૂજક બની ગયા હતા, અને આપણું સઘળું નિન્દાપાત્ર જ ગણતા. કવિના શબ્દોમાં જો કહીએ તો ‘પશ્ચિમવાદીઓ અને પશ્ચિમપૂજક એક આંખાળાઓ ભારતની ભૂલો માત્ર ગોખતા ગોખાવતા એ જ પશ્ચિમમાંથી ભારતની ગુણગીતા ગવાતી હિન્દુ મહાપ્રજાએ સાંભળી. પશ્ચિમવાદીઓને પશ્ચિમવાસીઓએ ખોટા પાડ્યા. ભારતને ગુણગૌરવ છ્ડ્યા.૨૬<ref>૨૬. સદર, પૃ. ૩૭૨,</ref> ‘દેશાભિમાન' શબ્દ ઘડાયો જોકે આગલા સુધારકયુગમાં, પણ એ શબ્દથી સૂચિત થતો ભાવ ખરેખરો અનુભવવા લાગ્યાં. તે તો આ સંરક્ષકયુગના જ લોકો, કેમકે સુધારકયુગના લોકો સ્વદેશ પ્રત્યે પશ્ચિમની નજરે જ જોતા હતા, એટલે એમાં એમને જયાં ત્યાં સુધારવા ને શરમાવા જેવું જ લાગતું હતું, અને અભિમાન લેવા જેવું કશું એમાં એમને દેખાતું જ નહોતું. એટલે એ યુગમાં સાચા દેશાભિમાન જેવું હતું જ નહિ. જે કંઈ હતું તે ‘દેશાભિમાન' કરતાં ‘દેશવાત્સલ્ય' કે ‘દેશદાઝ' એ શબ્દથી જ ઓળખાવાને વિશેષ પાત્ર હતું. ‘અરે! આ પશ્ચિમની સાથે સરખાવતાં આપણો દેશ કેવો અધમ છે, આપણી પ્રજા કેવી પામર છે, આપણી દશા કેવી દયાજનક છે! ‘-એજ એ આખા જમાનાનો પ્રધાન મનોભાવ હતો. સાચા સ્વદેશાભિમાનની લાગણી તો આ પંડિતયુગમાં સંસ્કૃત સાહિત્ય દ્વારા આપણા પ્રાચીન ગૌરવનું અને આપણી પુરાતન આર્ય સંસ્કૃતિની ઉદાત્તતાનું આપણને દર્શન થયું ત્યારે જ આપણે અનુભવી શક્યા. આથી જ ‘દેશાભિમાન' શબ્દના આદ્યયોજકે સૂરતની શાળામાં સ્વામી દયાનંદ સરસ્વતી એ ભાષણ કરેલું તેની પ્રશંસા કરતાં કહેલું કે આજ બાવીસ વરસથી અમે પોપટિયા રટણ કરીએ છીએ, પણ એ દેશાભિમાનની લાગણીનો ખરો સ્વાનુભવ કર્યો ને કરાવ્યો તે તો આર્ય ધર્મનું પુનરુજ્જીવન કરનાર આ સ્વામીજીએ.૨૭<ref>૨૭. ‘ધર્મવિચાર, પૃ. ૩૨.</ref> અને આ સ્વામીજીએ જ આપણા દેશ પર પરસંસ્કારે જે આક્રમણ કરવા માંડેલું તેનો સૌથી પહેલો સામનો કર્યો. આપણી આર્ય સંસ્કૃતિના પ્રાચીનતમ વિશુદ્ધ સ્વરૂપનું દર્શન કરાવી એમણે પશ્ચિમના તેજથી અંજાઈ ગએલી આંખોને ઠેકાણે આણી. એમણે કરેલી આર્યસમાજની સ્થાપના તે આપણા પ્રાચીનતા પૂજક સંરક્ષકયુગનો અરુણોદય. એ જ સ્વામીજી થી આકર્ષાઈને ‘અમેરિકામાંથી આર્યવિદ્યાની શોધમાં તલ્લીન થઈ રહેલી થીયોસોફી નામનું બેચાર મનુષ્યનું ભાવિક ટોળું હિંદુસ્તાનમાં આવ્યું.૨૮<ref>૨૮. ‘સુદર્શનગદ્યાવલિ,' પૃ. ૯૨.</ref> અને તેણે પોતાની સંસ્થા આપણા દેશમાં જમાવી. આર્યધર્મનું પ્રાચીન રહસ્ય યુનિવર્સિટીનું શિક્ષણ પામેલાઓનો આદર પામી શકે એવી પરિભાષા ને શૈલીમાં સમજાવવા માંડયું. એની બેસન્ટ જેવી પરમ બુદ્ધિશાળી, સંસ્કારી, અને વિદુષી સન્નારીએ એ સંસ્થામાં જોડાઈ જ્યારથી હિન્દવાસ સ્વીકાર્યો અને વિદેશી હોવા છતાં પોતાને હિન્દુ તરીકે ઓળખાવવામાં જ્યારથી ગૌરવ ગણવા માંડ્યું ત્યારથી સુશિક્ષિત હિન્દુ યુવકોની છાતી ગજ ગજ ફૂલવા લાગી અને એમની ઉપદેશપ્રવૃત્તિએ કેળવાએલા યુવકવર્ગને મન્ત્રમુગ્ધ કરી એને પ્રાચીન આર્ય સંસ્કૃતિ તરફ વાળવાનું દેશભરમાં પ્રબળ આન્દોલન શરૂ કર્યું. આ જ અરસામાં પ્રારંભમાં સ્વામી વિવેકાનન્દનું અને પછી કેટલેક કાળે રામતીર્થનું કાર્ય શરૂ થયું. એ બન્ને આપણી શારદાપીઠોની ઉચ્ચતમ કેળવણી પામેલા પદવીધરો હતા, વળી એમની વ્યાખ્યાનમાળા મૂળ યુરોપ અમેરિકામાં આપેલી અને ત્યાંની પ્રતિષ્ઠાની મહોર છાપ પામીને આંહીં આવેલી, એટલે એમના ઉપદેશોએ આપણા શિક્ષિતવર્ગનું ધ્યાન વિશેષ પ્રમાણમાં ખેંચ્યું. દયાનન્દ સ્વામીએ હિન્દને વેદના પ્રાચીનતમ ધર્મ ભણી દોર્યો હતો, ત્યારે આ જોડલીએ તેને વેદાન્તની પરમ ઉદાર અને તત્ત્વજ્ઞાનના શિખરરૂપ ગણાય એવી અદ્વૈતભાવના અને તેમાંથી ફલિત થતા ઉન્નત જીવનદર્શન ભણી દોર્યો. ત્યારથી પછી આપણા દેશમાં સુધારાનાં પાણી ઓસર્યા. કેમકે નવલરામે કહ્યું છે તેમ એ સુધારાની જનની તે પાશ્ચાત્ય સાહિત્યની કેળવણી હતી. એ પાશ્ચાત્ય સાહિત્ય સાથે આ પંડિતયુગમાં સંસ્કૃત આદિ પ્રાચ્ય સાહિત્ય પણ કેળવણીમાં દાખલ થયું. એટલે સુધારણાનું જોર આપોઆપ કમી થયું. વહેમજવનની સામેનો મારો તો અલબત્ત તે પછી પણ ચાલુ રહ્યો, પણ નર્મદયુગમાં સુધારારાણો જે હદ બહાર બહેકી ગયો હતો. તેને આ સંસ્કૃત સાહિત્યના શિક્ષણે અમુક અંશે અંકુશમાં આણ્યો. વસ્તુતઃ પાશ્ચાત્ય અને પ્રાચ્ય વિદ્યાસંસ્કૃતિઓ આપણી પ્રજાના માનસને ઘડવામાં ત્યારથી પરસ્પર પૂરક ને નિયામક બળ જેવી બની રહી. એટલે આગલા યુગમાં આપણા ભણેલાઓ આપણી રહેણીકરણીની નબળી બાજુ જ જોતા હતા, તેમાંના અનિષ્ટ અંશોજ આગળ કરતા હતા, અને ‘આપણી જૂની રૂઢિઓ કેવી ખરાબ છે!' એમ કહીને આત્મનિન્દા અને આત્મજુગુપ્સાની લાગણી અનુભવતા હતા તે આ યુગમાં બંધ થઈ, અને પ્રાચીન સંસ્કૃત સાહિત્ય દ્વારા તેમ દયાનન્દ સરસ્વતી, એની બેસન્ટ, વિવેકાનન્દ, અને રામતીર્થ આદિ ઉપદેશક પરંપરાની પ્રવૃત્તિ દ્વારા આપણા દેશની રીતરસમોની ઊજળી બાજુ જોવા લાગ્યા, તેમાંનો સંદેશો તારવવા લાગ્યા, અને ‘આપણા પૂર્વજો આપણે ધારતા હતા તેવા બેવકુફ નહોતા, પણ જગતની સર્વોત્તમ ગણાય એવી સંસ્કૃતિના સર્જક હતા’ એ પ્રકારનું ભાન થતાં સુધારક યુગની આત્મનિન્દા અને આત્મજુગુપ્સાને સ્થાને અસ્મિતા અને સ્વમાનના ભાવો તેઓ અનુભવવા લાગ્યા. ત્યારથી પછી પુરોગામી યુગની કેવળ ઉચ્છેદક વૃત્તિનો અન્ત આવ્યો, અને સંરક્ષક વૃત્તિનો જન્મ થયો. અલબત્ત, આ સંરક્ષક યુગમાં પણ પાછલા સુધારક યુગના પ્રવાહને ચાલુ રાખવા મથતી રમણભાઈ, નરસિંહરાવ આદિ જેવી થોડી વ્યક્તિઓ હતી ખરી, પણ તે લઘુમતીમાં આવી ગઈ, અને બહુમતી તો મણિલાલ, ગોવર્ધનરામ આદિ પ્રાચીનતાપૂજક પક્ષની જ આ યુગમાં આદિથી અન્ત સુધી રહી. આખા હિન્દને માટે પુરાણી સંસ્કૃતિના પુનરૂજ્જીવનનું જે કામ વિવેકાનન્દ, રામતીર્થ આદિએ કર્યું તે જ કામ ગુજરાત માટે શિષ્ટ વિદ્ધદ્ધોભોગ્ય સ્વરૂપમાં મણિલાલ તથા ગોવર્ધનરામે અર્ને સાદા લોકભોગ્ય સ્વરૂપમાં નરસિંહાચાર્ય અને નથુરામ શર્માએ કર્યુ. પુરોગામી યુગમાં સુધારકોને હાથે નિન્દાએલી આપણી રૂઢિઓનો મર્મ શો, એનો ઉદ્ભવ શી રીતે થયો, એનું પ્રાચીન શુદ્ધ સ્વરૂપ શું, એમાં વિકૃતિ ક્યારે શાથી પેઠી, અને એનું અર્વાચીન ઉર્ધ્વીકરણ કયા પ્રકારે શક્ય તેનું ચિન્તન એ જ એમનો જીવનવ્યવસાય બની ગયો. એ રીતે એ મંડળ પોતાનું સમસ્ત સાહિત્યજીવન પ્રાચીન આર્યસંસ્કૃતિનું ગૌરવ પોતાના દેશબન્ધુઓને સમજાવવામાં ગાળ્યું એટલે આનન્દશંકર ધ્રુવ ‘and all of great, or good or lovely, which the sacred past In truth or fable cosecrates, he felt and knew.' એ શૈલીની જે પંક્તિઓ મણિલાલને માટે યોજે છે તે આ પંડિતયુગના સમસ્ત સંરક્ષકવર્ગને માટે પણ સાચી છે. પાછલા પ્રકરણમાં કેશવલાલ ધ્રુવને આપણે જરાશંકર કહેલા પણ વસ્તુત: એકલા કેશવલાલ જ નહિ પણ આ આખા યુગના સઘળા સંસ્કૃતપ્રિય સાક્ષરો એક યા બીજા ક્ષેત્રમાં નાના મોટા જરાશંકરો જ હતા, ‘ભવ્ય ભરતભૂમિ નામે જે એકનું એક રાષ્ટ્રીય ગીત કેશવલાલ ધ્રુવે રચેલું છે તે પંડિતયુગની આ પ્રાચીન પૂજાના લાક્ષણિક પ્રતીક જેવું જ છે અને એની | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘અમ ભવ્ય ભરતભૂમિ આએ- | {{Block center|'''<poem>‘અમ ભવ્ય ભરતભૂમિ આએ- | ||
વડી બ્રહ્મવેદિ એમ આએ, | વડી બ્રહ્મવેદિ એમ આએ, | ||
વસિષ્ઠ, વિશ્વામિત્ર, અંગિરા, | વસિષ્ઠ, વિશ્વામિત્ર, અંગિરા, | ||
| Line 41: | Line 41: | ||
અમ ભવ્ય ભરતભૂમિ આએ- | અમ ભવ્ય ભરતભૂમિ આએ- | ||
બ્રહ્મસરે ભીના ઋષિવરની | બ્રહ્મસરે ભીના ઋષિવરની | ||
બ્રહ્મવેદિ અમ આએ !’ ૨૯<ref>૨૯. ‘સાહિત્ય અને વિવેચન’ના પહેલા ભાગમાં આપેલી આ કાવ્યની છેલ્લી આવૃત્તિમાં ‘ભવ્ય’ વિશેષણ છોડી દીધેલ છે. તેમ બીજા પણ કેટલાક ફેરફાર કર્યા છે. પણ ઉપરના પરિચ્છેદના વક્તવ્યને તો એ ફેરફાર પહેલાનું પ્રથમ આવૃત્તિનું મૂળ રૂપ જ વિશેષ અનુકૂળ હોવાથી આંહી એ પ્રથમ આવૃત્તિ પ્રમાણે જ આ કડી ટાંકી છે.</ref></poem>}} | બ્રહ્મવેદિ અમ આએ !’ ૨૯<ref>૨૯. ‘સાહિત્ય અને વિવેચન’ના પહેલા ભાગમાં આપેલી આ કાવ્યની છેલ્લી આવૃત્તિમાં ‘ભવ્ય’ વિશેષણ છોડી દીધેલ છે. તેમ બીજા પણ કેટલાક ફેરફાર કર્યા છે. પણ ઉપરના પરિચ્છેદના વક્તવ્યને તો એ ફેરફાર પહેલાનું પ્રથમ આવૃત્તિનું મૂળ રૂપ જ વિશેષ અનુકૂળ હોવાથી આંહી એ પ્રથમ આવૃત્તિ પ્રમાણે જ આ કડી ટાંકી છે.</ref></poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઇત્યાદિ કડીઓ દ્વારા આખો પંડિતયુગ જ જાણે પુરાતન આર્ય સંસ્કૃતિ માટેનો પોતાનો જીવનભરનો પ્રશંસાભાવ ઉત્સાહપૂર્વક લલકારી રહ્યો છે. | ઇત્યાદિ કડીઓ દ્વારા આખો પંડિતયુગ જ જાણે પુરાતન આર્ય સંસ્કૃતિ માટેનો પોતાનો જીવનભરનો પ્રશંસાભાવ ઉત્સાહપૂર્વક લલકારી રહ્યો છે. | ||