બાળ કાવ્ય સંપદા/સપનાંની દુનિયા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 24: Line 24:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સૂરજ ભણવા આવે
|previous = સૂરજ ભણવા આવે
|next = ઊઠો મહમ્મદ ઘોરી !
|next = બબલભાઈ
}}
}}

Latest revision as of 17:09, 9 April 2025

સપનાંની દુનિયા

લેખક : જિતુ ત્રિવેદી
(1956)

ચકલી કરતી હૂપાહૂપ
ને વાનર કરતો ચીંચીં,
વેંત એકના વાનરભાઈ
ને ચાર ફૂટની ચકલી,
એવું અમને સપનું આવ્યું, અસલી હોય કે નકલી !

ચામાચીડિયું ચણતું ફળિયે
કાબર ડાળે લટકી,
સિંહને બટકું ભરી ગયેલ
ઘેટાથી સિંહણ ડરતી,
સાચી હોય કે ખોટી, દુનિયા સપનાંની બહુ ગમતી !

પાણી ભરતી કીડીબહેનની
અમે જ્યાં ગાગર ઢોળી,
કીડી અમારી પાછળ દોડી
ભાગી આખી ટોળી,
સપનું પણ ભાગી જ ગયું, જ્યાં જરાક આંખો ચોળી !