ધ્વનિ/બેડલો છોડો: Difference between revisions
Jump to navigation
Jump to search
+1 |
+1 |
||
| Line 5: | Line 5: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
બેડલો છોડો, બેડલો છોડો, બેડલો છોડો! | બેડલો છોડો, બેડલો છોડો, બેડલો છોડો! | ||
{{gap|3em} | {{gap|3em}}અય સાથીડા! બેડલો છોડો! | ||
દરિયા-વને દોડતો જાણે અરબી ઘોડો, | દરિયા-વને દોડતો જાણે અરબી ઘોડો, | ||
{{right|બેડલો છોડો!}} | {{right|બેડલો છોડો!}} | ||
Latest revision as of 01:56, 8 May 2025
૩૬. બેડલો છોડો
બેડલો છોડો, બેડલો છોડો, બેડલો છોડો!
અય સાથીડા! બેડલો છોડો!
દરિયા-વને દોડતો જાણે અરબી ઘોડો,
વીળનાં ઘેઘૂર પાણી, જોને
દૂરની ઓરી આણતાં વાણી,
એ રે ને એંધાણીએ તે
પરવાળાંની પરખી રાણી;
બેડલો છોડો,
વેળ ન વીતી જાય ને ટાણે
મનખ્યો આપણ થાય ન મોડો!
તારલે ભરી જાળ, ને નીચે
ઉછળે છે પાતાળનો મેરુ,
ફાળ ભરી ત્યાં દોડશે તેજી,
ઊડશે એની યાળ, હો ભેરુ!
બેડલો છોડો,
ભાર ન બીજો, હૈયા કેરી
હામનો છે રે સાજ ન થોડો.
ગલની તે અલગાર, જો કૂવે
પાંખની પ્હોળી ધાર ઝૂકેલી,
સીમની પેલી પારની આપણ
આંખમાં આવી જાય હવેલી.
બેડલો છોડો,
જિન્દગીને ઝડજોમ રે આપણ
નાથીએ કાળો કોળનો હોડો.
દરિયા-વને દોડતો જાણે અરબી ઘોડો!
અય સાથીડા!
બેડલો છોડો, બેડલો છોડો, બેડલો છોડો!