ભજનરસ/અલખ નિશાની: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 57: Line 57:
પણ એટલું પૂરતું નથી. સુરતા શૂન્યમાં ઠરે છે, અહમ્-શૂન્યમાં ઠરીને ઠામ થાય છે, પણ ત્યાર પછી શૂન્યમાંથી પણ એક જ્ઞાનની ગંગા પ્રવાહિત થાય છે.  
પણ એટલું પૂરતું નથી. સુરતા શૂન્યમાં ઠરે છે, અહમ્-શૂન્યમાં ઠરીને ઠામ થાય છે, પણ ત્યાર પછી શૂન્યમાંથી પણ એક જ્ઞાનની ગંગા પ્રવાહિત થાય છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''ન શખરસે ગંગા નિકસી'''}}
{{Poem2Open}}
આ શૂન્યમાંથી એક પરમ જ્ઞાન, આનંદ અને પ્રેમની ધારા વહેવા માંડે છે. ચૌદિશ પાની પાની — ચારે દિશામાં એનો પ્રેમ-આનંદ વહેવા માંડે છે. મનુષ્યને જે આનંદ મળે છે તે કોઈ સ્થિતિમાં, કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં બદ્ધ થયેલો આનંદ હોય છે; પણ આ નિબંધ આનંદ છે. ચારે દિશામાં જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં ત્યાં એને આ પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. શંકરાચાર્યના શબ્દોમાં :
‘યંત્ર યંત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયઃ' મનસાતીત અવસ્થામાં પહોંચ્યા પછી મનનું સ્વરૂપ જ પલટાઈ જાય છે.
આ આનંદની એક બીજી ઓળખ એ પણ છે કે : ઉસી પાનીમેં દો પરવત પૂરે' — એના પ્રવાહમાં બે પર્વતો ડૂબી જાય છે, પુરાઈ જાય છે, નામશેષ થઈ જાય છે. આ બે પર્વત કયા? બે પર્વત, જે આ સહજ પ્રવાહની આડે આવે છે તે દ્વંદ્વના છે, ચૈતના છે. હું અને તુંના, મારા ને તારાના, મોહ ને માયાના આ બે પર્વત છે. જીવ ને શિવની ભિન્નતાના આ બે પર્વત છે. પણ ગંગા-પ્રવાહ સહજપણે વહેતો થાય છે, ત્યારે શું થાય છે?
{{Poem2Close}}
{{center|'''સાયર લહેર સમાની'''}}
{{Poem2Open}}
સાગર ને લહેરો ભિન્ન નથી. લહેરો જેમ સાગરમાં સમાઈ જાય છે તેમ મનુષ્યનું જુદું અસ્તિત્વ, જીવનું અસ્તિત્વ એક મહાન સાગરમાં, ચૈતન્યમાં સમાઈ જાય છે. બંને એકાકાર બની જાય છે. બ્રહ્માકાર બની જાય છે, એમ ગોરખ આ અનુભૂતિની વાત કરે છે. અને ત્યારે શું બને છે? કઈ ઘટનાથી આ નિશાની પ્રત્યક્ષ થાય છે? તો કહે છે :
{{Poem2Close}}
{{center|'''મેરુ શિખર પર મછીઆ બેઠી'''}}
{{Poem2Open}}
મનરૂપી ચંચલ મત્સ્ય જાણે અચળ શિખરે બેઠું હોય એવું બની જાય છે. પણ આ અવસ્થા જે પ્રશાંત મન છે તેથી જુદી છે.
{{Poem2Close}}
{{center|'''વર્લ્ડ પાવ જ નાહીં'''}}
{{Poem2Open}}
અંતઃકરણના ચાર ભાગ કહ્યા ઃ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ પણ અંતરાત્માનાં કરણો જ છે, સાધનો જ છે. સાધનો વડે જ એ જગતને જુએ છે, જીવે છે અને એના આધાર ઉપર જ એ પોતાનું અસ્તિત્વ રાખે છે. પણ ખરી રીતે એ તો–
{{Poem2Close}}
{{center|'''હાથ જ નાહીં, વાકું પાંવ જ નાંહી'''}}
{{Poem2Open}}
એને આંતરિક કે બાહ્ય કોઈ ક૨ણ જ નથી. એ સહજપણે સ્વયંસ્ફૂર્તિથી સ્વ-સ્વરૂપમાંથી જ અનુભૂતિનો આનંદ લે છે અને વળી :
{{Poem2Close}}
{{center|'''સો ઝુલક રહી જલમાંહી'''}}
19,010

edits