અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/મારા સપનામાં…

From Ekatra Wiki
Revision as of 20:12, 11 October 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મારા સપનામાં…

રમેશ પારેખ

મારા સપનામાં આવ્યા હરિ
મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી.

સામે મરકત મરકત ઊભા
મારા મનની દુવારિકાના સૂબા
મારાં આંસુને લૂછ્યાં જરી…

આંધણ મેલ્યાં’તાં કરવા કંસાર
એમાં ઓરી દીધો મેં સંસાર
હરિ બોલ્યા : ‘અરે, બ્હાવરી…!’
(છ અક્ષરનું નામ, પૃ. ૪૧૭)




રમેશ પારેખ • મારા સપનામાં આવ્યા હરિ • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ