ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અસંગતિ

From Ekatra Wiki
Revision as of 07:35, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અસંગતિ : વિરોધમૂલક અલંકાર. કારણ અને કાર્યનો એક જ સમયે ભિન્ન આશ્રય દર્શાવવામાં આવે છે ત્યારે અસંગતિ અલંકાર બને છે. જ્યાં કારણ હોય ત્યાં જ કાર્ય હોવું જોઈએ પરંતુ બંને જુદી જુદી જગાએ દર્શાવવામાં આવે ત્યારે અસંગતિ અલંકાર કહેવાય. જેમકે ‘‘જેને ઘા થાય તેને જ વેદના થાય એમ લોકો કહે છે તે ખોટું છે. વધૂના કપોલ પર દંતક્ષત થયા છે અને એની વેદના સપત્નીઓને થાય છે.’’ જ.દ.