ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ

From Ekatra Wiki
Revision as of 08:27, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યુટ (આઈ.ટી.આઈ.) : રંગભૂમિ સાથે સંકળાયેલી વ્યક્તિઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહકાર અને વિચારોનું આદાનપ્રદાન શક્ય બને એ માટે યુનેસ્કોની એક શાખા તરીકે આ સંસ્થાની સ્થાપના ૧૯૪૮ના જુલાઈમાં પ્રાહ મુકામે થયેલી. આજે વિશ્વમાં પચાસ જેટલાં કેન્દ્રો દ્વારા એ કાર્યરત છે. એનું મુખ્ય મથક પેરિસ છે. આ સંસ્થા એક ‘વર્લ્ડ થિયેટર’ નામે સચિત્ર સામયિક પ્રકાશિત કરે છે અને અભિનયતાલીમ તેમજ રંગભૂમિને લગતી સમસ્યાઓ ઉપર પરિસંવાદો યોજે છે. એની બ્રિટિશ શાખાની સ્થાપના સૌપ્રથમ થયેલી. ચં.ટો.