ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરોધ

From Ekatra Wiki
Revision as of 10:19, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


વિરોધ(Contrast) : સૂચક રીતે ભિન્ન એવા બે ભાવ, વિચાર કે કલ્પનની સહોપસ્થિતિ. આ સહોપસ્થિતિ ઘટના, વિષયવસ્તુ કે દૃશ્યને સ્પષ્ટ કરે છે યા ઉત્કટ કરે છે. ટૂંકમાં, પ્રસ્તુતના ઉત્કર્ષ કે પ્રદર્શન માટે વિરોધી પદાર્થોની સહોપસ્થિતિ સાહિત્યકલાની જાણીતી પ્રવિધિ છે. જેમકે, મકરંદ દવેની પંક્તિઓ જુઓ : ‘અમે રે સૂકું રૂનું પૂમડું/તમે અત્તર રંગીલા રસદાર/તરબોળી દ્યો ને તારેતારને/વીંધો અમને વ્હાલા, અપરંપાર/આવો રે આવો હો જીવણ આમના’. ચં.ટો.