કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૯. હવા

From Ekatra Wiki
Revision as of 04:42, 25 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૯. હવા

પ્રહ્લાદ પારેખ

આવે છે હવા,
મુક્ત હવા, મસ્ત હવા,
મનને મારા ક્યાં રે લઈ જવા ? – આવે છે૦

વાદળ કેરું ધણ હલાવી,
હેલે સાયર નીર ચડાવી,
વાંસવને કૈં સૂર બજાવી,
ફૂલ હિંચાવી
આવતી, આવી પ્રેરતી મારા પાયને નાચવા. – આવે છે૦

ચાલ કહે એ મનવા ચાલ !
છોડી દઈ સહુ બંધ જાળ,
એક તારલેથી તારલે બીજે
આભમાં દેવા ફાળ;
શિખરે શિખરે, સાગરનીરે આવને ઘૂમવા. – આવે
(સરવાણી, પૃ. ૨૦)