કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૧. એકતારો

From Ekatra Wiki
Revision as of 09:48, 19 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૧. એકતારો



ભાઈ, મારું નામ જ છે એકતારો રે,
ભાઈ, હું તો સોહમ્માં રમનારો રેઃ
ભાઈ, મારું નામ જ છે એકતારો રે.

ભજનિક મને ભજે છે ને હું
ભજનિકને ભજનારો રે,
ભાઈ, હું તો ભજનિકને ભજનારો રે;
મારા તાર ઉપર નાચે છે
ધરમીનો ધબકારો રેઃ
ભાઈ, મારું નામ જ છે એકતારો રે.

એક હાથે કરતાલ, બીજામાં
લીધો છે એકતારો રે,
ભાઈ મારા, લીધો છે એકતારો રે;
નરસૈયાંએ ભીડને ટાણે
ગાયો રાગ કેદારો રેઃ
ભાઈ, મારું નામ જ છે એકતારો રે.

કોઈ ભગત કે કોઈ ભિખારી
શોધીને સથવારો રે
ભાઈ, મારો શોધીને સથવારો રે
એક જાગે છે, એક જીવે છે,
એમ વીતે જન્મારો રેઃ
ભાઈ, મારું નામ જ છે એકતારો રે.
(દીપ્તિ, પૃ. ૩૩)