ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકીર્તિ-૩
Revision as of 06:31, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
જયકીર્તિ-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં અમરવિમલના શિષ્ય અમૃતસુંદરના શિષ્ય. કીર્તિરત્નસૂરિની પ્રશસ્તિ કરતાં તેમનાં ૨ ગીત (મુ.) મળે છે. તેમાંથી ૧ ગીતમાં કીર્તિરત્નસૂરિની સ્મૃતિમાં ગડાલા ગામમાં ઈ.૧૮૨૩માં પ્રસાદ રચાયો તેનો ઉલ્લેખ મળે છે, એટલે કવિ એ અરસામાં હયાત જણાય છે. ‘ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ’ આ કવિને નામે ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૮૧૨) તથા ‘ચૈત્રીપૂનમવ્યાખ્યાન’ એ કૃતિઓ મૂકે છે, જે સંસ્કૃત હોવાનો સંભવ જણાય છે, તે ઉપરાંત ઈ.૧૮૧૨નું ‘શ્રીપાલ-ચરિત્ર’ ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ ખરતરગચ્છના જિનકીર્તિને નામે નોંધે છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). સંદર્ભ : જૈસાઇતિહાસ.[ર.ર.દ.]