ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નો-૧
Revision as of 04:22, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રત્નો-૧ [ઈ.૧૭૩૯માં હયાત] : ખેડાના ભાવસાર. ‘મહિના’(ર.ઈ.૧૭૩૯/સં.૧૭૯૫, માગસર સુદ ૧૧, સોમવાર; મુ.) એ કવિની ઉત્તમ કવિત્વશક્તિનો પરિચય આપતી દુહાબદ્ધ ને પ્રાસાદિક બારમાસી છે. ૧૭ કડીની ‘દાણલીલા’ પણ એમની રચના છે. કૃતિ : બૃકાદોહન : ૧. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ; ૬. ગૂહાયાદી. [ચ.શે.]