ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યજિનેન્દ્ર સૂરિ શિષ્ય
Revision as of 16:32, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
વિજ્યજિનેન્દ્ર(સૂરિ)શિષ્ય [ઈ.૧૭૦૬માં હયાત] : જૈન સાધુ. ૧૮૫૦ ગ્રંથાગ્રના ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૦૬) અને ‘અધ્યાત્મ-સ્તુતિ-ચતુષ્ક’(મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]