ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકહર્ષ પંડિત-૨
Revision as of 04:24, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
વિવેકહર્ષ(પંડિત)-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. કલ્યાણસુંદરના શિષ્ય. ૨૯ કડીની ‘તપગચ્છ-ગુર્વાવલી-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’ એ આ જ કૃતિ ભૂલથી વિનયસુંદરકૃત ૨૨ કડીની ‘હીરવિજ્યસૂરિ-સ્વાયાય’ને નામે પણ નોંધી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]