એકોત્તરશતી/૫૦. અપજશ

From Ekatra Wiki
Revision as of 01:18, 17 July 2023 by Meghdhanu (talk | contribs) (Meghdhanu moved page એકોત્તરશતી/૫૦. અપજશ to એકોત્તરશતી/૫૦. અપજશ: જોડણી)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અપજશ (અપયશ)

બેટા રે, તારી આંખોમાં પાણી કેમ છે? કોણે તને શું કહ્યું છે એ ખુલ્લેખુલ્લું કહી દે. લખવા જતાં તેં હાથેમોઢે બધે શાહી લગાડી એમને? તેથી કોઈએ ગંદો કહીને તને ગાળ દીધી! છી! છી! એ કંઈ ઠીક ગણાય? પૂનમનો ચંદ્રમા માઢે શાહી લગાડે તો જોઉં એને કોણ ગંદો કહે છે! બેટા રે, બધાયે તારો વાંક કાઢે છે. મને તો એ બધામાં એમનો અસંતોષ દેખાય છે. રમવા જતાં તું કપડાં ફાડીને આવે એટલે શું તને અભાગિયો કહેવાતો હશે? છી! છી! આ તે કેવી વાત! ફાટેલા મેઘમાં પ્રભાત હસે તો શું એ અભાગિયું કહેવાતું હશે? કોઈ ગમે તે બોલે, તારે એ કાને ધરવું જ નહિ. તારા નામ પર અપવાદો વધારે ને વધારે ચડતા જ જાય છે. તને મીઠાઈ ગમે છે એટલે શું ઘરમાં ને બહાર લોભી કહીને તારી નિંદા કરાતી હશે! છી! છી! એવું થતું હશે? તો જેઓને તું ગમે છે તેઓને કેવા કહેવા? સપ્ટેમ્બર, ૧૯૦૩ ‘શિશુ’

(અનુ. રમણલાલ સોની)