હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/બરોબર તમારી લઢણ નીકળ્યો
Revision as of 15:38, 29 June 2024 by Shnehrashmi (talk | contribs)
બરોબર તમારી લઢણ નીકળ્યો
ન હું આમ કે આમ પણ નીકળ્યો
વિસાર્યો તો તલ પણ હું નહોતો મુખે
સ્મર્યો તો ગળે આભરણ નીકળ્યો
વહ્યો જ્યાં તમારી નજર પળ પડી
હસ્યાં તો હું ખળખળતો પણ નીકળ્યો
સ્વપનમાં તમે તો શું પારસ હતાં
સવારે હું સોનાવરણ નીકળ્યો
હું તમને લખી કે ન વાંચી શકું
સદાનો તમારો અભણ નીકળ્યો