હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/તમને મળવાનો અવસર વધાવી
Revision as of 06:59, 7 July 2024 by Shnehrashmi (talk | contribs)
તમને મળવાનો અવસર વધાવી
અંતે આવરદા પૂરી ઉજાળી.
એક પળનું જ મળવું તમારું
જિન્દગી આખ્ખેઆખ્ખી સજાવી.
શી તમારી ય પાનીએ મહેંદી
શી અમે પણ પળેપળ વિતાવી.
શો તમે કોલ પાળ્યો મિલનનો
શી અમે પણ જુદાઈ નિભાવી.
વાત બાકી તમારી જ છીએ
માણો અમને મલાવી મલાવી.
છંદવિધાન
ગાલગા ગાલગા ગાલગાગા