મંગલમ્/ચાલોને દોસ્ત

Revision as of 03:04, 30 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ચાલોને દોસ્ત

ચાલોને દોસ્ત સહુ ઘૂમવાને
ઘૂમવાને વન ભમવાને… ચાલોને…

રે’શું ને સૂશું ઝાડોનાં ઝુંડમાં
નાશું ને ધોશું ઝરણાં ને કુંડમાં
ખાટાં મીઠાં ફળ જમવાને… ચાલોને…

હરણાં ને સસલાં શું જાશે દોટ દેતાં
વગડામાં વાઘ સિંહ જોશું છે કેવા
પંખીની સાથ વળી રહેવાને… ચાલોને…

લાંબા લાંબા શું ભરશું સૌ ઠેકડા
ચડશું ઓળંગશું ખાડા ને ટેકરા
સંકટ પડે તોય ખમવાને… ચાલોને…