ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચાલ! તો હું જાઉં છું
Jump to navigation
Jump to search
ચાલ! તો હું જાઉં છું
જ્યોતિષ જાની;
ચાલ! તો હું જાઉં છું (જ્યોતિષ જાની; ‘જ્યોતિષ જાનીની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૯) ઘરેડિયા જીવનથી કંટાળીને, પત્ની અને પુત્રને છોડી પંદરેક દહાડા કશેક બહાર નીકળી પડવાનો મનસૂબો કર્યા પછી નાયક, ઘેર રહેનારાં પણ રોજિંદું જીવન છોડી મનની મોજે શી રીતે જીવે-એની સલાહ આપે છે. વળી, પોતે ક્યાં, શું શું કરવાનો છે એની યોજના પણ તે ઘડે છે પણ અંતે એ બધી યોજનાથી જ એની મનોયાત્રા પૂરી થઈ જાય છે. વાર્તાનું ચક્રાકાર ગતિથી સધાતું આલેખન રસમય બને છે.
ર.