ભરત વિંઝુડાની ગઝલસંપદા/બીજું શું
૫૭
મન એમનું
મન એમનું
ભૂખ લાગી ને પછી આવ્યું હાથ બીજું શું,
રોટલી, શાક અને દાળ, ભાત બીજું શું.
મારે જે કહેવું હતું એને મુલતવી રાખ્યું,
તેં કહી એ જ કરી મેંય વાત બીજું શુું.
હો મહોલ્લો કે પછી ગામ તો દિલાસો લો,
દેશના દેશ અહીં છે પછાત બીજું શું.
જો કહે કાળો દિવસ કોઈ પણ દિવસને એ,
રાત કહેવાની છે અજવાળી રાત બીજું શુું.
હમસફર સાથ નથી એનો હોય શું અફસોસ,
કંઈ પ્રવાસીનો મળી જાય સાથ બીજું શું.
આપણે આપણી કક્ષાએ હોય રહેવાનું,
સૌ બતાવે છે અહીં ખુદની જાત બીજું શું.
(નજીક જાવ તો)